મોડાસા: વરઘોડા મામાલે થયેલી અદાવત મામલે અનુસુચિત જાતિના યુવક પર હુમલો

વરઘોડા મુદ્દે થયેલી અદાવત બાદ મોડાસામાં અનુસુચિત જાતિના યુવક પર ફરીએકવાર હુમલો થતા પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે. મોડાસાના બામણવાડ ગામના છ વ્યક્તિઓના નામ સાથે 15ના ટોળાએ વરઘોડા બાબતની અદાવત રાખીને અનુસુચિત યુવક પર હુમલો કર્યો છે. આ યુવાને વરઘોડો ફળીમાં કેમ કાઢ્યો હતો તેમ કહીને ઢોર માર માર્યો હતો.   

Updated By: May 20, 2019, 11:06 PM IST
મોડાસા: વરઘોડા મામાલે થયેલી અદાવત મામલે અનુસુચિત જાતિના યુવક પર હુમલો

સમીર બલોચ/અરવલ્લી : વરઘોડા મુદ્દે થયેલી અદાવત બાદ મોડાસામાં અનુસુચિત જાતિના યુવક પર ફરીએકવાર હુમલો થતા પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે. મોડાસાના બામણવાડ ગામના છ વ્યક્તિઓના નામ સાથે 15ના ટોળાએ વરઘોડા બાબતની અદાવત રાખીને અનુસુચિત યુવક પર હુમલો કર્યો છે. આ યુવાને વરઘોડો ફળીમાં કેમ કાઢ્યો હતો તેમ કહીને ઢોર માર માર્યો હતો. 

અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામે તા. 12ના રોજ અનુસૂચિત જાતિ સમાજના યુવકનો વરઘોડો નીકળ્યો હતો. જેને અન્ય સમાજના લોકો દ્વારા રોકવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સામસામે પથ્થર મારો થયો હતો અને મોટું ઘર્ષણ થયું હતું. પોલીસે ફરિયાદી બની તે સમયે 4 લોકોની સામે નામજોગ ફરિયાદ અને 300ના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા પોલીસની કામગીરી સામે રોષને લઈને પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કરવા માટે મોરચો માંડયો હતો.

કચ્છ: ક્રિક વિસ્તારમાંથી બીએસએફે પાકિસ્તાની બોટ સાથે બે વ્યક્તિની કરી અટકાયત

5 દિવસ બાદ પોલીસે વરરાજાના પિતાની ફરિયાદ લીધી છે જેમાં 45 લોકો સામે નામજોગ અને 150 લોકોના ટોળા સામે એટ્રોસીટી,રાયોટિંગ અને 307 જેવી કલમો સહિતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં 16 જેટલી ભજન મંડળીની મહિલાઓ અને અન્ય લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે પોલીસ અને અનુસુચિત જાતિ વચ્ચે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કરવાના મામલાનો સુખદ અંત આવ્યો છે.