ગુજરાતમાં ફરી વરસાદની આગાહી : આ તારીખે આ 9 જિલ્લાઓમાં માવઠાનો છે ખતરો

Weather Update Today : આવતી કાલથી 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી,,,, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા અપાઈ સૂચના

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી : આ તારીખે આ 9 જિલ્લાઓમાં માવઠાનો છે ખતરો

Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે. બીજી માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કારણે કેરીનો પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાથી કેવી રીતે કેરી સાચવવી તે મોટુ ટેન્શન છે. છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા પાક પર અસરની ભીતિ છે. તો જીરુંનો પાક લેતા ખેડૂતોને પાક પર વિપરીત અસરનો ડર છે. દિવાળી પછી કેટલાક સ્થળોએ ચાર વાર માવઠું આવી ચુક્યું છે. વધુ એકવાર માવઠું આવે તો પાકને નુકસાન થઈ શકે છે. હાલ અનુભવાતા ભેજના કારણે પાક સંકટમાં આવી શકે છે. ઉનાળુ વાવેતરના સમયે જ કમોસમી વરસાદ ઘાતક નીવડી શકે છે. 

ક્યાં ક્યાં વરસાદની આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આવી પડશે. ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણમાં વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો. કારણ કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. 

26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી કંઈક મોટું થશે 
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. જેથી મધ્ય ગુજરાતમાં  લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે. 

અંબાલાલની ગરમીની આગાહી 
તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું કે, 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news