મચ્છુ 2 ડેમનું પાણી ફરી વળતા મોરબી-કચ્છ હાઇવે બંધ, હાઇવે પર વાહનોનો ખડકલો

વહેલી સવારથી જ વરસાદ સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યો છે. મોરબી જિલ્લામાં વહેલી સવારે બે કલાકમાં હળવદમાં 3 ઇંચ, મોરબીમાં 2 ઇંચ, ટંકારામાં પોણો ઇંચ, વાંકાનેર અને માળીયામાં અડધો ઇંચ નોંધાયો છે. જ્યારે મોરબી જિલ્લાના ટંકારામાં છેલ્લા 24 કલાકમાં 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે. હાલ મળતી માહિતી પ્રમાણે મચ્છુ 2 ડેમનો ધસમસતો પ્રવાહ હાઇવે પર ફરી વળ્યો છે. જેના કારણે મોરબી કચ્છ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે હાઇવે પર કિલોમીટરો લાંબી લાઇનો લાગી ગઇ છે. રોડ પર વાહનોનો ખડકલો થયો છે અને લોકો હાલાકીમાં મુકાયા છે. 
મચ્છુ 2 ડેમનું પાણી ફરી વળતા મોરબી-કચ્છ હાઇવે બંધ, હાઇવે પર વાહનોનો ખડકલો

મોરબી : વહેલી સવારથી જ વરસાદ સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યો છે. મોરબી જિલ્લામાં વહેલી સવારે બે કલાકમાં હળવદમાં 3 ઇંચ, મોરબીમાં 2 ઇંચ, ટંકારામાં પોણો ઇંચ, વાંકાનેર અને માળીયામાં અડધો ઇંચ નોંધાયો છે. જ્યારે મોરબી જિલ્લાના ટંકારામાં છેલ્લા 24 કલાકમાં 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે. હાલ મળતી માહિતી પ્રમાણે મચ્છુ 2 ડેમનો ધસમસતો પ્રવાહ હાઇવે પર ફરી વળ્યો છે. જેના કારણે મોરબી કચ્છ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે હાઇવે પર કિલોમીટરો લાંબી લાઇનો લાગી ગઇ છે. રોડ પર વાહનોનો ખડકલો થયો છે અને લોકો હાલાકીમાં મુકાયા છે. 

મચ્છુ 2 ધસમસતો પ્રવાહ હાઇવે પર ફરી વળતા હાઇવે બંધ કરાયો છે. જેના પગલે બંન્ને બાજુથી હાઇવે બંધ કરી દેવાયો છે. જેથી વાહનોનાં ખડકલા થયા છે. આ ધસમસતા પ્રવાહમાં એક કાર પણ તણાઇ હતી. મોરબી જિલ્લામાં 3થી માંડીને 10 ઇંચ વરસાદ નોધાયો છે. ટંકારામાં સૌથી વધારે 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

મોરબીની જીવાદોરી ગણાતો મચ્છુ 2 ડેમ ઉપરવાસમાં ભારે વરસાદ થતા ઓવરફ્લો થયો છે. જેના કારણે ડેમના તમામ 18 દરવાજા 12 ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. જેથી નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર છે. આ ઉપરાંત હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news