થર્ટીફસ્ટ પહેલા ગુજરાતમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ! વલસાડમાં 150થી વધુ પીયક્કડો ઝડપાયા, આરોપીઓને રાખવા મંડપ બંધાવ્યો!

ગુજરાતમાં 31 ફર્સ્ટને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ સમયે બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારુ ન ઘૂસે એ માટે ગીર સોમનાથ પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

થર્ટીફસ્ટ પહેલા ગુજરાતમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ! વલસાડમાં 150થી વધુ પીયક્કડો ઝડપાયા, આરોપીઓને રાખવા મંડપ બંધાવ્યો!

રજની કોટેચા/ઉના: 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. દીવમાંથી ગુજરાતમાં દારૂ ન ઘૂસે એ માટે પ્લાન તૈયાર કરી દીધો છે.  ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વાર દારૂની રેમલછેલ જોવા મળે છે આવતી કાલે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા બૂટલેગરો સક્રિયા થયા છે. 

ગુજરાતમાં 31 ફર્સ્ટને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ સમયે બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારુ ન ઘૂસે એ માટે ગીર સોમનાથ પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 31 ડિસેમ્બને યાદગાર બનાવવા ડીજેના તાલે ઝૂમી તેમજ દારૂની રેમલછેલ કરતા લોકોને લઈને પોલીસ પહેલાથી જ અલર્ટ બની ગઈ છે તો બીજી તરફ ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે પણ બૂટલેગરો પણ અવનવી તરકીબો અજમાવતા જોવા મળે છે ત્યારે પોલીસ એક્શન મોડમાં છે.

આ પણ વાંચો:

વલસાડ પોલીસનો સપાટો
થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ વલસાડ પોલીસનો સપાટો બોલાવ્યો છે. 150 થી વધુ પીઅક્કડોની નશાની હાલતમાં ઝડપ્યા છે. જિલ્લાની 35 આંતર રાજ્ય ચેક પોસ્ટો પર પોલીસનું સધન ચેકીંગ ચાલી રહ્યું છે. ત્યારે વાપીની ડાભેલ અને કચીગામ ચેકપોસ્ટ પર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં શોખીનો નશામાં ઝડપાતા આરોપીઓને રાખવા પોલીસ સ્ટેશન પર મંડપ બધાવ્યો હતો. 

થર્ટી ફર્સ્ટ અને પહેલી નવા વર્ષ સુધી વલસાડ જિલ્લામાં પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ ચાલશે. જેમાં દમણ દાદરા નગરહવેલી અને મહારાષ્ટ્રની હદો પર સધન ચેકીંગ હાથ ધરાશે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ફાર્મ હાઉસો અને મુખ્ય રસ્તાઓ પર પોલીસનું સધન ચેકીંગ અને પેટ્રોલીંગ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:

તો બીજી તરફ ડ્રન્ક એન્ડ દ્રઈવ મુજબ અતિ વધુ પડતું પીધા બાદ દ્રાઇવિંગ કરનાર લોકોની પણ અટકાયત કરવામાં આવી રહી છે પાછલા 2 દિવસ માં 200 થી વધુ કેસો દાખલ કરાયા છે ત્યારે 2023 ને આવકારવા માટે રોડ સેપ્ટિ અને દારૂ ના દુષણ થી લોકો દૂર રહે એ માટે ના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news