નર્મદા-ભરૂચ જિલ્લામાં બીટીપી માટે લોકલ ચૂંટણી જીતવી લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે

નર્મદા-ભરૂચ જિલ્લામાં બીટીપી માટે લોકલ ચૂંટણી જીતવી લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે
  • ડેડિયાપાડા સાગબારાના 300 થી વધુ બીટીપી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
  • નર્મદા-ભરૂચ જિલ્લામાં બીટીપી માટે લોકલ ચૂંટણી જીતવી લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે

જયેશ દોશી/નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના નર્મદા જિલ્લાના 121 ગામોનો ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે. પણ નમૂના નંબર 7 માં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પડાતા વિવાદ થતા સરકારેએ એન્ટ્રીઓ રદ કરી હતી. પરંતુ આ કેન્દ્રનો મામલો હોઈ સરકાર ફરી આ નિયમ લાગુ ના કરે એ માટે બીટીપીએ આંદોલન હજુ ચાલુ રાખ્યું છે. ડેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Polls) પહેલા 26 જાન્યુઆરીએ એક જાહેર કાર્યક્રમ રાખ્યો હતો.  તો એ કાર્યક્રમ પહેલા જ નર્મદા જિલ્લા ભાજપે (BJP) એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ડેડિયાપાડા સાગબારાના 300 થી વધુ બીટીપી (BTP) કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરતા બીટીપીને મોટો ફટકો પડયો છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ( Local Body Polls) ઓ આગામી દિવસોમાં યોજાનાર છે. નર્મદા જિલ્લા ભાજપ ( BJP ) પ્રમુખ ઘનશ્યામ પટેલ, પૂર્વ વનમંત્રી મોતીસિંહ વસાવા, જીલ્લા ભાજપા ઉપપ્રમુખ અનિરૂધ્ધસિંહ ગોહીલ અને શંકર વસાવાની ઉપસ્થિતિમાં ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે યોજાયેલ એક કાર્યક્રમ યોજાયો હતો. જેમા નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને બીટીપી (BTP) આગેવાન વનિતા ભાવેશ વસાવા પોતાના 150 જેટલા ટેકેદારો સાથે ભાજપમાં જોડાયાય તો બીટીપીના માજી પ્રમુખ માનસીંગ વસાવા, મંડાળા ગામના સરપંચ નરોત્તમ વસાવા, નવાગામ પાનુડાના સરપંચ ફુલસીંગ વસાવા પણ ભાજપમાં જોડાયા. આ ઉપરાંત મોહબી, ખોપી, ભૂતબેડા, ઝાંક, માલપુર, સેજપુર, ખરચીપાઠા, મોહબી, ખાબજી, ઉમરાણના કોંગ્રેસ સહિત બીટીપીના કાર્યકરોએ પણ કેસરિયો ધારણ કર્યો છે. 

આ પણ વાંચો : ધ્વજવંદન કરીને ભાગવતે કહ્યું, શુદ્ધ ચરિત્ર લોકો પવિત્ર મનથી તપસ્યા કરશે તો ભારત જાગશે

ઉલ્લેખનીય છે કે, અગાઉ ભરૂચ જિલ્લાના 500 થી વધુ બીટીપીના  કાર્યકરો સહિત અન્ય હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હવે નર્મદા જિલ્લામાં પણ બીટીપીમાં ભંગાણ સર્જાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. એક બાજુ 26 જાન્યુઆરીના જાહેર કાર્યક્રમો ઠેર ઠેર યોજાઈ રહ્યા છે. તેની સાથે ડેડીયાપાડામાં બીટીપીના જાહેર કાર્યક્રમમાં ઝઘડિયા ધારાસભ્ય છોટુ વસાવા (chhotu vasava), ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા (mahesh vasava) ની હાજરી વચ્ચે કાર્યક્રમને લઈને તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ( local election ) પણ જાહેર થઈ ગઈ છે, ત્યારે આ જાહેરસભાને લઈને પોલીસ સુરક્ષા બંદોબસ્તમાં વ્યસ્ત બની છે. બીજી બાજુ નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી ભાજપમાં જોડાયેલા બીટીપીના  કાર્યકરોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાના સંકલ્પ લીધા છે. આ જોતા નર્મદા અને ભરૂચ જિલ્લામાં બીટીપી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવી લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news