Republic Day 2021: Delhi બોર્ડર પર મોટી બબાલ, ખેડૂતોએ બેરિકેડ તોડ્યા, પોલીસે ટીયર ગેસનો કર્યો ઉપયોગ

ટિકરી બોર્ડર પર ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા છે. ખેડૂતો દિલ્હીમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યા છે. 

Republic Day 2021: Delhi બોર્ડર પર મોટી બબાલ, ખેડૂતોએ બેરિકેડ તોડ્યા, પોલીસે ટીયર ગેસનો કર્યો ઉપયોગ

નવી દિલ્હી: દેશમાં આજે એક બાજુ 72માં ગણતંત્ર દિવસ (Republic Day 2021) ની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી બાજુ દિલ્હી (Delhi)  બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો આજે ટ્રેક્ટર રેલી (Tractor rally) કાઢી રહ્યા છે. આ દરમિયાન આંદોલનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર છે. સિંઘુ, ટિકરી બોર્ડર પર પોલીસ બેરિકેટિંગ તોડી નાખી છે.  પ્રદર્શનકારી ખેડૂતો મકરબા ચોક પર પોલીસના વાહન પર ચડી ગયા. ત્યારબાદ તેમણે પોલીસના બેરિકેડ હટાવી દીધા. આ બાજુ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર પાંડવનગર નજીક પણ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા. 

મકરબા ચોક પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
સિંઘુ બોર્ડરથી નીકળેલા ખેડૂતોના જથ્થા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ મકરબા ચોકથી કંઝાવલા જવાની હતી. પરંતુ છેલ્લી ઘડીએ ખેડૂતોએ પોતાનો રૂટ બદલ્યો. તેઓ આઉટર રિંગ રોડ તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. જેમાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. અનેક ગાડીઓમાં તોડફોડ કરાઈ છે. 

અક્ષરધામ પાસે ખેડૂતોએ બેરિકેડ તોડ્યા
ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોએ અક્ષરધામમાં બેરિકેડ્સ તોડી નાખ્યા. ખેડૂતો હવે સરાય કાલે ખા તરફ આગળ વધી રહ્યા છે. 

નોઈડા મોડ પર  ખેડૂતોએ તોડ્યા બેરિકેડ
ગાઝીપુર બોર્ડર ઉપર પણ ખેડૂતોએ બેરિકેડ તોડ્યા છે. ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. આ સાથે જ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે. વાત જાણે એમ છે કે અક્ષરધામ અગાઉ એનએચ 24 પર પોલીસે બેરિકેડિંગ કર્યું હતું. પરંતુ કેટલાક ખેડૂતો ટ્રેક્ટરો સાથે બેરિકેડિંગ તોડીને દિલ્હી (Delhi) માં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યા. ત્યારબાદ પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો. ખેડૂતોને ત્યાંથી ખદેડી મૂકવામાં આવ્યા છે. 

— ANI (@ANI) January 26, 2021

ખેડૂતોની જાહેરાત- બહારના રિંગરોડ પર કાઢશે માર્ચ
ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સતનામ સિંહ પન્નુએ  કહ્યું કે અમે દિલ્હી પોલીસના રૂટ પર નહીં પરંતુ પોતાના રૂટ પર માર્ચ (Trector Rally) કાઢીશું. અમે દિલ્હી પોલીસને 45 મિનિટ આપ્યા છે. અમે તેમને જણાવ્યું છે કે અમે  બહારના રિંગરોડ પર જઈશું. હવે દિલ્હી પોલીસે જોવાનું છે. 

— ANI (@ANI) January 26, 2021

આ બાજુ દિલ્હીમાં ટિકરી બોર્ડર પર ખેડૂતો દ્વારા બેરિકેડિંગ તોડી નખાયા બાદ પોલીસે તેમને સમજાવવાની ખુબ કોશિશ કરી પરંતુ તેઓ અટક્યા નહીં. પોલીસે ખેડૂતોને આગળ ન વધવાની અપીલ પણ કરી હતી. ગણતંત્ર દિવસના અવસરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ખેડૂતોને રોકવા માટે દરેક શક્ય કોશિશ કરી. 

ગાઝિયાબાદ પોલીસે બહાર પાડી ટ્રાફિક એડવાઈઝરી
ટ્રેક્ટર માર્ચને જોતા ગાઝિયાબાદ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી બહાર પાડી છે. જે મુજબ દિલ્હી જનારા આનંદ વિહાર મહારાજપુર સીમાપુરી સૂર્યનગર લિંક રોડ બધા બંધ રહેશે. આખી બોર્ડર સીલ રહેશે. જે લોકોને દિલ્હી જવું હોય તેઓ સેક્ટર 62 થઈને નોઈડા કે ભોપુરાથી થઈ દિલ્હી જઈ શકશે. બાકી દિલ્હી જનારા તમામ રૂટ બંધ રહેશે. કોઈ પણ વાહનને પ્રવેશ આપવામાં નહીં આવે. 

— ANI (@ANI) January 26, 2021

રાજકીય પક્ષો દૂર રહે-ખેડૂતો
આ રેલી માટે આખા દેશમાંથી ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે- અમે શાંતિપૂર્ણ રેલી  (Tractor rally)  કાઢીશું, પરંતુ રાજકીય પક્ષો અમારી રેલીથી દૂર રહે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ કે- 46 કિ.મી. લાંબી પરેડ કાઢવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. સંયુક્ત કિસાન મોરચાને સિંઘુ અને ટિકરીથી આશરે 64 કિ.મી. લાંબી પરેડને મંજૂરી અપાઈ છે. ગાઝીપુર સરહદથી 46 કિ.મી. લાંબી પરેડ નીકાળવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. પોલીસે જણાવ્યું કે, પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલા 308 ટ્વિટર હેન્ડલ પણ ટ્રેસ કરાયા છે. ગઈકાલે કૃષિમંત્રી તોમરે કહ્યું હતું કે, શક્તિ પ્રદર્શન તેમાંથી બીજા દિવસે પણ કરી શકાય, પરંતુ 26મી જાન્યુઆરીનો દિવસ યોગ્ય નથી.

Farmers are holding tractor rally today in protest against Centre's three Farm Laws#RepublicDay pic.twitter.com/3tI7uKSSRM

— ANI (@ANI) January 26, 2021

ટ્રેક્ટર પરેડમાં 2 લાખ ટ્રેક્ટર સામેલ થવાનો દાવો
ત્રણ નવા કૃષિ કાયદા  (New Farm Laws) નો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ કહ્યું કે તેમની ટ્રેક્ટર રેલી (Tractor rally) મધ્ય દિલ્હીમાં પ્રવેશ નહીં કરે અને તે ગણતંત્ર દિવસ પર થનારી અધિકૃત પરેડના સમાપન બાદ જ શરૂ થશે. સંગઠને દાવો કર્યો છે કે તેમની પરેડમાં લગભગ બે લાખ જેટલા ટ્રેક્ટર સામેલ થશે તેવી આશા છે અને તે સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર તથા ગાજીપુર બોર્ડરથી થશે.

દિલ્હી પોલીસ સામે પહેલીવાર આવો પડકાર
ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે દર વર્ષે મોરચો સંભાળનાર દિલ્હી પોલીસ સામે કદાચ પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે. ગણતંત્ર દિવસની પરેડ ખતમ થયા બાદ પણ દિલ્હી પોલીસને શાંતિ નહીં રહે. રાજપથની પરેડ ખતમ થયા બાદ પોલીસે ચોક્કસાઈ વર્તવી પડશે કારણ કે પછી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ શરૂ થશે. ખેડૂતોની ટ્રેક્ટર પરેડ બપોરે શરૂ થઈને મોડી સાંજ સુધી ચાલે તેવી આશા છે. 

કોરોના ગાઈડલાઈનનું રાખવામાં આવી રહ્યું છે ધ્યાન
એક અધિકારીના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસ સમારોહને ધ્યાનમાં રાખીને લગભગ 6 હજાર સુરક્ષાકર્મીઓની તૈનાતી કરાઈ છે. શંકાસ્પદ લોકોની ઓળખ કરવા માટે દિલ્હી પોલીસની ચહેરાથી ઓળખ કરનારી પ્રણાલીને પણ યોગ્ય સ્થળો પર સ્થાપિત કરાઈ છે. તેમણે જણાવ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખીને લોકોની તપાસ કરનારા કર્મીઓ પણ પીપીઈ કિટ પહેરેલા હશે અને માસ્ક તથા ફેસ શિલ્ડ લગાવેલા જોવા મળશે. 

ઊંચી ઈમારતો પર શાર્પ શૂટર્સ તૈનાત
ગણતંત્ર દિવસની પરેડના માર્ગ પર નજર રાખવા માટે ઊંચી ઈમારતો પર શાર્પ શૂટર્સ અને સ્નાઈપર્સને તૈનાત કરાયા છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસ સમારોહ અને પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડ દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર અને નગરની આસપાસ 5 સ્તરની સુરક્ષા કવર તૈનાત કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news