રજાઓમાં નડાબેટ ફરવા જવાનો પ્લાન હોય તો ખાસ જાણી લો લેટેસ્ટ અપડેટ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતી કાલે હોળીને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવાના છે અને બીજી તરફ વિશ્વમાં કોરોના (corona) વાઈરસનો ભય પણ ફેલાયેલો છે. જેથી સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના (corona) વાયરસનું થર્મલ ચેકીંગ આજથી શરૂ કરવામાં આવ્યું છે.
Trending Photos
અલ્કેશ રાવ, બનાસકાંઠા : સુઇગામના ભારત-પાકિસ્તાનની સરહદે આવેલા નડાબેટના ઝીરો પોઈન્ટ બોર્ડર પર હવે સીમા દર્શન માટે આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ BSF દ્વારા લગાવવામાં આવ્યો છે. હકીકતમાં કોરોના વાયરસને લઈ BSFના જવાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે સીમા દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે પણ હવે એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતી કાલે હોળીને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવાના છે અને બીજી તરફ વિશ્વમાં કોરોના (corona) વાઈરસનો ભય પણ ફેલાયેલો છે. જેથી સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના (corona) વાયરસનું થર્મલ ચેકીંગ આજથી શરૂ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે જેથી આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 20 જેટલા પ્રવાસીઓનું ટેન્પ્રેચર 100 કરતા વધું આવતા તેમને નોર્મલ ચેકીંગ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેડિકલ સેન્ટર ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે પરંતુ કોરોના (corona) વાઈરસનો કોઈ પણ પોઝિટિવ કેસ હાલ સુધી નોંધાયો નથી. ઉલ્લેખનિય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ પણ તંત્રની કામગીરી વખાણી રહ્યા છે.
આનંદ ઉલ્લાસથી ઉજવાતા રંગોત્સવના પર્વ હોળીને આરોગ્ય રક્ષા પર્વ બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને અપીલ કરી છે. તેમણે સમગ્ર રાજ્યના ગામડાં, નગરો અને મહાનગરોના શેરી મહોલ્લા કે જ્યાં જ્યાં સામૂહિક હોળી પ્રગટાવવામાં આવે છે, ત્યાં વાતાવરણ શુદ્ધ અને જંતુમૂકત રાખવા માટે માટે હોળીમાં પરંપરાગત આહુતિ ઉપરાંત પંચતત્વની આહુતિ આપવાને અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે