ગીરનો નાગરાજ હવે ભૂતકાળ બન્યો, મિત્ર વગર જંગલમાં એકલા પડેલા સિંહનું મોત

ગીર જંગલમાં થોડા વર્ષો પહેલા બાડા અને નાગરાજ નામના બે સિંહોની જોડી હતી. અને હવે આ જોડી લોકોની યાદોમાં જ રહી ગઈ છે. ગત વર્ષે સિંહના મોત બાદ હવે સિંહનું પણ મોત થયું છે.
ગીરનો નાગરાજ હવે ભૂતકાળ બન્યો, મિત્ર વગર જંગલમાં એકલા પડેલા સિંહનું મોત

રજની કોટેચા/ઊના :ગીર જંગલમાં થોડા વર્ષો પહેલા બાડા અને નાગરાજ નામના બે સિંહોની જોડી હતી. અને હવે આ જોડી લોકોની યાદોમાં જ રહી ગઈ છે. ગત વર્ષે સિંહના મોત બાદ હવે સિંહનું પણ મોત થયું છે.

આવતીકાલે ગુજરાતની 26 સીટ પર સૌની નજર, આર્મ્ડ ફોર્સ-પોલીસની ફોજ વચ્ચે થશે મતગણતરી

વાત જાણે એમ છે કે, ગીરના સાસણ ખાતે લાખો ટુરિસ્ટ આવે છે. લોકોને વારંવાર સિંહ દર્શનનો લાભ આપનાર અને ગીરના જંગલમાં પોતાની એક અલગ જ ઓળખ ધરાવતો નાગરાજ નામનો ડાલામથા સિંહ હવે આપણી વચ્ચે નથી રહ્યો. જી હાં... ગીરના સાસણ ખાતે નાગરાજ નામના સિંહનું દુઃખદ મોત થયું છે. અંદાજે 12 વર્ષના નાગરાજનું વૃદ્ધાવસ્થને કારણે મોત થયાના સમાચાર વનવિભાગ પાસેથી મળ્યાં છે. જેથી ચોક્કસ પણે કહી શકાય કે સિંહ પ્રેમીઓને માટે દુઃખના સમાચાર છે. 

ઉલ્લેખનીય છે કે, આ ગીર જંગલમાં સિંહની આ બંને દોસ્તોની જોડી પ્રખ્યાત હતી. અને આ બંન્ને પોતાની ટેરેટરી પોતે ઉભી કરતા અને પોતાનો વિસ્તારને વ્યાપક બનાવતા હતા. ગત વર્ષે 28 મે, 2018ના રોજ નાગરાજના સાથીદાર બાડા નામના સિંહનું મોત થયું હતું અને ગઈ કાલે 21 મે, 2019ના દિવસે નાગરાજનું પણ વૃધ્ધાવસ્થાના કારણે 12 વર્ષની ઉંમરે દુઃખદ મોત થયું છે. આમ, એક વર્ષ બાદ એક જ દિવસના અંતરમાં બંને પ્રિય મિત્રોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના સાબિત કરે છે, જેમ માણસોને મિત્રોની જરૂર હોય છે, તેમ પ્રાણીઓને પણ મિત્રોની જરૂર હોય છે. પ્રાણીઓની વચ્ચે મિત્રતાના અનેક પુરાવા ફોટો, વીડિયો મારફતે મળતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news