વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનુ ંહવાઈ નિરીક્ષણ કરી પીએમ મોદી પરત ફર્યાં
Trending Photos
- પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા છે. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ શરૂ કર્યું
ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યુ હતું, જેના બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા છે. હવે ભાવનગરથી અમદાવાદ અમદાવાદ આવવા રવાના થશે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે.
સૌથી વધુ અસરગ્રસ્ત 3 જિલ્લાનું નિરીક્ષણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યંમત્રી વિજય રૂપાણી પણ આ હવાઈ નિરીક્ષણમાં જોડાયા છે. બંને હાલ વાયુસેનાના હેલિકોપ્ટરથી સૌરાષ્ટ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. તેઓ સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ જિલ્લા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરવાના છે. સાથે જ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે