વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા પર ઉઠ્યા સવાલ, ચાલુ મેચમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

અમદાવાદનાં મોઢેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાઈ રહી છે. જે મેચ દરમિયાન ચાંદખેડા પોલીસના અલગ અલગ ટીમો સાથે પેટ્રોલીંગમાં હતી, તે સમયે એક ઈસમ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું.

વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા પર ઉઠ્યા સવાલ, ચાલુ મેચમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

મૌલિક ધામેચા/અમદાવાદ: વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર સવાલ ઉભો થયો છે. હાલમાં આ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં ચાલુ મેચમાં જુગાર રમાડતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનથી 5 દિવસ પહેલા અમદાવાદમાં મેચમાં સટ્ટો રમવાનાં ઈરાદે આવ્યો હતો અને નકલી પાસનાં આધારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદનાં મોઢેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાઈ રહી છે. જે મેચ દરમિયાન ચાંદખેડા પોલીસના અલગ અલગ ટીમો સાથે પેટ્રોલીંગમાં હતી, તે સમયે એક ઈસમ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી GCA નો પાસ મળી આવ્યો હતો. જે પાસમાં તેનું નામ મોહિતસિંઘ રાજપૂત હતુ. જેથી પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરતા જીસીએ દ્વારા કોઈ પણ મીડિયા કર્મીને આ પ્રકારનો પાસ બનાવીને આપ્યો ન હોવાનું સામે આવ્યું હતું. 

No description available.

જેથી યુવકની સધન પુછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા યુવકને કડક રીતે પુછપરછ કરતા તે પોતાનાં અન્ય મીત્ર નાસીરહુસેન ઉર્ફે ઉમાશંકર સાથે રાજસ્થાનની જયપુરથી પાંચ દિવસ પહેલા આવ્યો હોવાનું જણાવ્યું હતું. બન્ને ઈસમો મેચમાં સટ્ટો રમવાનાં ઈરાદે આવ્યા હતા તેમજ સ્ટેડિયમ રોડ પરની એક હોટલમાં રોકાયા હતા.

સ્ટેડિયમમાં હાલ પ્રેક્ષકોને પ્રવેશ  ન હોવાથી ચાલુ મેચમાં સટ્ટો રમાડવા માટે તેઓએ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે નકલી પાસ જયપુરનાં શહેનશાહ સુરીનખાન પાસે બનાવડાવ્યો હતો.જે પાસના આધારે પકડાયેલો આરોપી મોહિતસિંઘ રાજપૂત સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો. જે આરોપીને ચાંદખેડા પોલીસે ઝડપી વધુ તપાસ શરૂ છે.

મહત્વનું છે કે નકલી પાસ બનાવડાવી આરોપી સ્ટેડિયમની અંદર પહોંચી જતા સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ છે. અગાઉ પણ નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડતા ઈસમની ધરપકડ કરાઈ હતી તેવામાં આ ગુનામાં આરોપી સાથે સામેલ અન્ય બે આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news