ભાજપના વિજય સંકલ્પ સંમેલનનો પ્રારંભ, મહેસાણા ખાતે સીએમ રૂપાણી આપશે હાજરી

લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

ભાજપના વિજય સંકલ્પ સંમેલનનો પ્રારંભ, મહેસાણા ખાતે સીએમ રૂપાણી આપશે હાજરી

મહેસાણા: લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઇને આજેથી ભાજપ દ્વાર ચાર દિવસ ગુજરાતના તમામ 26 બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી મહેસાણાથી આ વિજય સંકલ્પ સંમેલનની શરૂઆત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિનભાઇ પટેલ સહિતના ભજપના આગેવાનો ખાસ હાજર રહેશે.

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની ભાજપે તૈયારી કરી લીધી છે. લોકસભાને લઈને જોરદાર તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાઈ છે. ભાજપા દ્વારા આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તારીખ 24થી 27 માર્ચ, 2019 દરમ્યાન ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનો યોજાશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તારીખ 26 માર્ચે ગાંધીનગર ખાતે યોજાનાર વિજય સંકલ્પ સંમેલનમાં હાજર રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આજે (તારીખ ૨૪ માર્ચે) મહેસાણા ખાતે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સુરેન્દ્રનગર ખાતે, કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા સુરત ખાતે, ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર ખાતે અને જયવંતસિંહ ભાભોર દાહોદ ખાતે ઉપસ્થિત રહીને વિજય સંકલ્પ સંમેલનમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત મંત્રીઓ અને પ્રદેશના હોદ્દેદારઓ જે તે લોકસભામાં વિજય સંકલ્પ સંમેલનોમાં ઉપસ્થિત રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news