ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યામાં ચોંકાવનારો વળાંક, હત્યા પાછળ છેડતી નહીં પણ વર્ચસ્વની લડાઇ

હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યામાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો જેની અગાઉ અપેક્ષા પણ હતી. પોલીસ તપાસમાં સૂર્યાની હત્યાના સમયે તેના ખાસ ગણાતા માણસોની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. સૂર્યાની હત્યાની ફરિયાદ નોંધાવનાર અમોલ ઝીણે પણ આરોપી નીકળ્યો છે. ત્યાં જ સુર્યાનો તમામ ગોરખધંધો સંભાળતો સફી હત્યાનો માસ્ટર માઈન્ડ છે જેની પણ ધરપકડ કરવામાં આવી છે.

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યામાં ચોંકાવનારો વળાંક, હત્યા પાછળ છેડતી નહીં પણ વર્ચસ્વની લડાઇ

તેજસ મોદી, સુરત: હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યામાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો જેની અગાઉ અપેક્ષા પણ હતી. પોલીસ તપાસમાં સૂર્યાની હત્યાના સમયે તેના ખાસ ગણાતા માણસોની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. સૂર્યાની હત્યાની ફરિયાદ નોંધાવનાર અમોલ ઝીણે પણ આરોપી નીકળ્યો છે. ત્યાં જ સુર્યાનો તમામ ગોરખધંધો સંભાળતો સફી હત્યાનો માસ્ટર માઈન્ડ છે જેની પણ ધરપકડ કરવામાં આવી છે.

ઘર કા ભેદી લંકા ઢાયે.. જી હાં આ કહેવત સૂર્યા મરાઠી હત્યા કેસમાં બરાબર ફિટ બેસે છે. વેડરોડ પર અખંડ આનંદ કોલેજ સામે ત્રિભોવન નગરમાં સાંઈરથ એપાર્ટમેન્ટમાં સુરેશ ઉર્ફ સૂર્યા મરાઠી ગત બુધવારે પોતાની ઓફિસમાં એકલો હતો. ત્યારે બપોરે 1.22 મિનિટે હાર્દિક તેના સાગરિતો રાહુલ, સતીષ, સાહિલ, વીકી અને અન્ય બે જણા સાથે ચપ્પુ લઈને આવીને સૂર્યા પર ઘા કર્યા હતા. દરમિયાન સૂર્યાએ પ્રતિકાર કરીને સામે ચપ્પુ મારતા હાર્દિકને જાંગ ભાગે ઇજા થઈ હતી. સૂર્યાને આગળના ભાગે 28, પાછળના ભાગે 22 એમ કુલ 50 ઘા મારી આરોપીઓ ભાગી ગયા હતા. સૂર્યાના સાથી તેને મહાવીર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. 

બીજી તરક હાર્દિક તેના સાગરિત સાથે બાઇક પર ભાગ્યો હતો. તે ત્રિભોવન નગરથી એકાદ કિલોમીટર દૂર કોઝ વે તરફ રિધ્ધી-સિધ્ધી સોસાયટીથી આગળ હાર્દિક બાઇક પરથી નીચે પડતા તેનો સાગરિત તેને છોડીને નાસી ગયો હતો. ત્યાં જ હાર્દિકના હાથમાંથી ચપ્પુ પણ પડ્યુ હતું. ત્યારબાદ હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેનું મોત નિપજ્યું હતું. આમ બન્નેના મોત થયા હતાં, જોકે શરૂઆતમાં સૂર્યાની હત્યા પાછળ મૃતક હાર્દિકની પત્નીનો છેડતીનો મામલો જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

જોકે પ્રથમ દિવસથી જ એવી શંકાઓ સામે આવી હતી કે સુર્યાની હત્યા પાછળ છેડતી નહીં પણ વર્ચસ્વની લડાઇ હોઈ શકે છે પોલીસે શરૂઆતમાં તો છેડતીનો મુદ્દો સામે રાખ્યો હતો પરંતુ અંદરખાને કરેલી તપાસમાં છેડતીના મુદ્દાનો છેદ ઉડી ગયો છે અને સૂર્યના જ માણસો ફૂટી જતા આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સૂર્યાની હત્યામાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે રાહુલ અને સતીષની ધરપકડ કરી હતી. જોકે સીસીટીવી ફુટેજમાં હત્યા પહેલા શું થયું હતું તે પણ કેદ થઇ ગયું હતું. 

હત્યાના દિવસે ઘટના સ્થળ પાસેના સીસી કેમેરામાં સૂર્યાની ઓફિસ બહાર બેસેલા તેના સાગરિતોની શંકાસ્પદ હિલચાલ અને મોબાઇલના રેકોર્ડના આધારે પોલીસને જાણ થઈ કે સૂર્યાની હત્યામાં તેના જ માણસોની ભૂમિકા છે. જેમાં સૂર્યા માટે કામ કરતા શફી ઉલ્લા મોહમંદ શફી શેખ, અમોલ તુકારામ ઝીણે , રોહિત ઉર્ફ મુન્નો દુધવાલા સુરેન્દ્ર શુક્લા અને વિકાસ મગરેએ હાર્દિકને મદદ કરી છે. તેથી પોલીસે ચારેયની ધરપકડ કરી જયેશ ઉર્ફે જય જ્ઞાનેશ્વર પોલને વોન્ટેડ બતાવ્યો છે. હત્યાના દિવસે સીસીટીવી કેમેરામાં ઓફિસ બહાર જે બેસેલા દેખાય છે એમાં એક જયેશ પોલ છે. 

મહત્વનું છે કે સૂર્યાની હત્યા કરવું કોઈ એક વ્યક્તિનું કામ નથી, જોકે સૂર્યાની હત્યાનો પ્લાન તેના નિર્દોષ છુટકારો પહેલા જ બની ગયો હતો. સૂર્યા જ્યારે જેલમાં હતો ત્યારે તેની ગેંગ હાર્દિક પટેલ ઓપરેટ કરતો હતો. તે સમયે સૂર્યાના તમામ માણસો હાર્દિકની નજીક આવ્યા હતા. સૂર્યા બહાર આવતા તેની હત્યા કરવા હાર્દિકે સૂર્યાના જ માણસોનો ઉપયોગ કર્યો. સૂર્યાના માણસોને હાર્દિકે ઓફર કરી કે જો સૂર્યા હટી જાય તો તે ગેંગનો લીડર બનશે અને તમામને ગેંગમાં મહત્વની ભુમિકા મળશે. જેથી હત્યાના દિવસે જયેશ પોલ અને આ ચારમાંથી એક આરોપીએ હાર્દિકને ફોન કરી હવે હત્યા કરી શકાય છે તેવી ટીપ આપી હતી. 

સૂર્યાની હત્યામાં બીજો મહત્વનો શખ્સ સફી શેખ હતો. સુર્યા જમીનોનો જે વહીવટ કરતો હતો તેનો સંપૂર્ણ હવાલો સફી જોતો હતો જમીનોના કાગડીયા માનીને તમામ કામગીરી સફેદ દ્વારા કરવામાં આવતી હતી. સૂર્યા જ્યારે જેલમાં હતો ત્યારે હાર્દિક અને સફીએ સુર્યા ના નામ પર ખૂબ રૂપિયા પડાવ્યા હતા જોકે તેની જાણ સૂર્યાને પણ થઈ હતી આમ સૂર્યા હાર્દિક અને સભી માટે આંખમાં ખુંચ તો કાંટો બની ગયો હતો. જેથી તેને કાઢી નાંખવો જરૂરી હતો. પોલીસે શરૂઆતમાં હાર્દિકની પત્નીની છેડતીનો મામલો બતાવી સૂર્યાની હત્યા કરવાનો ખીલ રચવામાં આવ્યો હતો. જોકે પોતે રચેલા આ ષડયંત્રમાં સૂર્યાની હત્યા તો થઈ ગઈ હતી પરંતુ હાર્દિકની પણ ગેમ થઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news