મહિલાઓ સાવધાન! મેટ્રિમોનિયલ સાઈટથી છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જાણો વિગતે

મેટ્રીમોનિયલ સાઇટ ઉપરથી એક મહિલાની વિગતો મેળવી હતી અને બાદમાં તેની સાથે મિત્રતા અને વિશ્વાસ કેળવીને આરોપીએ મહિલા સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે.

મહિલાઓ સાવધાન! મેટ્રિમોનિયલ સાઈટથી છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જાણો વિગતે

ઉદય રંજન/અમદાવાદ: મેટ્રોમોનિયલ સાઈડ મારફતે થતી છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીના ગ્રેટર નોઈડા વિસ્તારમાંથી એક નાઈઝીરિયન શખ્સ ઈબ્રાહીમ હુસેન એડમ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આ વ્યક્તિ મૂળ બુરેનો નાઝીરિયાનો રહેવાસી છે. આરોપીએ એક મહિલા સાથે રૂપિયા 23.20 લાખની છેતરપિંડી હાજરી હોવાની ફરિયાદ મહિલા એ અમદાવાદ સાઇબર ક્રાઈમમાં કરી હતી.

ઉલ્લેખનીય છે કે મેટ્રીમોનિયલ સાઇટ ઉપરથી એક મહિલાની વિગતો મેળવી હતી અને બાદમાં તેની સાથે મિત્રતા અને વિશ્વાસ કેળવીને આરોપીએ મહિલા સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાની ઓળખ અમેરિકામાં પીડિયાટ્રિશ્યન ડોક્ટર હોવાનું જણાવ્યું હતું અને મૂળ ભારત દેશના ચેન્નઈ રાજ્યનો હોવાનો મહિલાને જણાવ્યું હતું. કરોડો રૂપિયા લઈ ભારત આવું છું મને જરૂરી મદદ આપજો.

આઠ વ્યક્તિ એ મહિલાને વિશ્વાસ કેળવીને જણાવ્યું હતું કે પોતે અમેરિકાથી 23 કરોડ રૂપિયા લઈને ભારત આવી રહ્યો છે અને કસ્ટમર જો કોઈ કામ પડશે તો તેણીનો સંપર્ક કરશે, તેવું મહિલાને આરોપીએ જણાવ્યું હતું. આ માસ્ટરમાઈન્ડ એવા ઠગ આરોપીએ ઇમિગ્રેશનના અધિકારીના નામે મહિલાને ડરાવી હતી અને ધમકાવીને અલગ અલગ ટુકડે ટુકડે 23.20 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આખરે મહિલાએ કંટાળીને સાયબર ક્રાઇમમાં સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આરોપીએ પોલીસ સમક્ષ શું ખુલાસા કર્યા 
પોતે અમરેકીમાં ડોક્ટર હોવાનું કહ્યું અને પી.આર હોવાનું કહ્યું હતું. ઉપરાંત આર.બી.આઈના નામે ભળતા મેઈલ પણ મહિલાને કર્યા હતા. પોલીસે હાલ લેપટોપ, મોબાઈલ ફોન સહિત હાર્ડ ડ્રાઈવ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, આ સાથે જ સાયબર ક્રાઇમે આ ઓર્ગેનાઇઝડ ક્રાઇમમાં હજી બીજા કેટલાક લોકો સંડોવાયેલ છે તે દિશામાં સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news