પોલીસ પાસે પણ હોય છે મીણ જેવું નરમ દિલ, ધાનેરાનો આ કિસ્સો છે ખાસ
ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. એમાં પણ ગઈ કાલે એટલે કે 16મી એપ્રિલે તો વિક્રમજનક કેસોનો વધારો નોંધાયો. ગુજરાતમાં ગઈ કાલે 163 કેસ નવા નોંધાયા હતાં.
Trending Photos
અલ્કેશ રાવ, ધાનેરા : લોકડાઉનમાં હંમેશા કડક મિજાજ અને દંડા સાથે દેખાતી પોલીસનો આજે ધાનેરામાં અલગ અંદાજ જોવા મળ્યો. આજે ધાનેરા પોલીસના જવાનોએ પોતાના ભાગનું ભોજન ગરીબ લોકોને ઝૂંપડાઓમાં જઈને આપ્યું. પોલીસને ભોજન લાવતા જોઈને ગરીબ બાળકો સ્મિત સાથે પોલીસ જોડે દોડી ગયા અને ભોજન મળતાં નાના બાળકોને ચહેરા ઉપર સ્મિત રેલાયું. ધાનેરા પોલીસે ઝૂંપડે-ઝૂંપડે ફરીને ગરીબ લોકોને ભોજન તો આપ્યું જ છે પણ સાથે સાથે ધાનેરા પોલીસ લોકડાઉનના સમયે મૂંગા પશુઓને ઘાસચારો પણ આપી રહી છે. આમ, કોરોનાના કહેર વચ્ચે માનવસેવા કરતા પોલીસકર્મીઓને લોકોએ પણ બિરદાવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. એમાં પણ ગઈ કાલે એટલે કે 16મી એપ્રિલે તો વિક્રમજનક કેસોનો વધારો નોંધાયો. ગુજરાતમાં ગઈ કાલે 163 કેસ નવા નોંધાયા હતાં.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આજે રાજ્યમાં કોરોનાના નવા કેસો અને જિલ્લાવાર કોરોનાના કેસો અંગે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 92 કેસ નવા નોંધાયા છે. જ્યારે બે વ્યક્તિના મોત થયા છે. નવા 92 કેસમાંથી સૌથી વધુ 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 1021 થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે