OP Kohli Passes Away: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, 5 વર્ષ ગુજરાતમાં સેવા બજાવી

Gujarat Former Governor OP Kohli Passes Away : પીએમ મોદીએ ઓપી કોહલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે, દિલ્હીમાં અમારી પાર્ટીને મજબૂત કરવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. સાંસદ અને રાજ્યપાલના રૂપમાં તેઓએ લોકકલ્યાણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શિક્ષાના તમામ મુદ્દાઓ પર તેઓએ રસ દાખવ્યો હતો

OP Kohli Passes Away: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, 5 વર્ષ ગુજરાતમાં સેવા બજાવી

OP Kohli Passes Away: ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું 87 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીના નોઈડા સ્થિત હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, ત્યારે સોમવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે મંગળવારે બપોરે 12 કલાકે દિલ્હીના નિગમ બોઘ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામા આવશે. આ પહેલા તેમના પાર્થિવ દેહને કાર્યકર્તાઓના દર્શન માટે રાખવામાં આવ્યો છે. ઓમપ્રકાશ કોહલીના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તો સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના નિધનને લઈને સોશિયલ મીડિયા ટ્વિટર પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ ઓપી કોહલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે, દિલ્હીમાં અમારી પાર્ટીને મજબૂત કરવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. સાંસદ અને રાજ્યપાલના રૂપમાં તેઓએ લોકકલ્યાણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શિક્ષાના તમામ મુદ્દાઓ પર તેઓએ રસ દાખવ્યો હતો. તો રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ઓપી કોહલીના લાંબા સાર્વજનિક જીવનમાં પોતાની કાર્યક્ષમતા અને વિદ્ધતાને કારણે તેમને સન્માન મળ્યું છે. તેઓ ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે. દિલ્હીમાં પણ ભાજપને મજબૂત કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. 

આ પણ વાંચો : 

પૌત્રીએ નિધનની જાણ કરી
ઓપી કોહલીના પૌત્રી કર્નિકાએ સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મારા દાદા ઓમપ્રકાશ કોહલી, ભૂતપર્વ ગર્વનર ગુજરાત અને રાજ્યસભા સાંસદનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે નવી દિલ્હીમાં નિગમબોધ ઘાટ થશે.

ઓપી કોહલીની રાજકીય કારર્કિર્દી
ઓપી કોહલી કટોકટીમાં જેલવાસ ભોગવ્યો હતો. કટોકટી દરમિયાન MISA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓમપ્રકાશ કોહલીએ વર્ષ 1999થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVPના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. તેઓ 2014 થી 2019 સુધી ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news