માત્ર ગાંધીનગર નહી કુલ 228 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી, જે પૈકી મોટા ભાગની સીટો પર ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાતમાં ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 228 બેઠકો પર યોજાયેલી બેઠકમાંથી ભાજપે 175 બેઠકો પર કબજો મેળવ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની કુલ 76 ટકા બેઠકો જીતવામાં સફળતા મેળવી છે. અત્રે નોંધનીય છે કે, ગાંધીનગર, ઓખા અને થરા નગરપાલિકા ભાજપે કબજે કર્યું છે. જો કે ભાણવડ નગરપાલિકા પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. 

માત્ર ગાંધીનગર નહી કુલ 228 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી, જે પૈકી મોટા ભાગની સીટો પર ભાજપનો ભગવો લહેરાયો

અમદાવાદ : ગુજરાતમાં ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 228 બેઠકો પર યોજાયેલી બેઠકમાંથી ભાજપે 175 બેઠકો પર કબજો મેળવ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની કુલ 76 ટકા બેઠકો જીતવામાં સફળતા મેળવી છે. અત્રે નોંધનીય છે કે, ગાંધીનગર, ઓખા અને થરા નગરપાલિકા ભાજપે કબજે કર્યું છે. જો કે ભાણવડ નગરપાલિકા પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. 

ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા -તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. કુલ 228 બેઠકો પર યોજાયેલી ચૂંટણી પૈકી ભાજપે 175 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો પર સામાન્ય ચૂંટણી, જ્યારે અમદાવાદ મનપાની 2 અને અને જૂનાગઢ મનપાની 1 બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી. મનપાની 47 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાંથી ભાજપે 43 બેઠકો પર કબજો મેળવવામાં સફળતા મળી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે ફક્ત 3 બેઠક અને આપના ફાળે 1 જ બેઠક આવી હતી. 

ચૂંટણી કુલ બેઠક ભાજપ કોંગ્રેસ આપ અન્ય
ગાંધીનગર કોર્પોરેશન 44 41 02 01 0
ભાણવડ પાલિકા 24 08 16 0 0
થરા પાલિકા 24 20 04 0 0
ઓખા પાલિકા 36 34 02 0 0
જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી 08 05 03 0 0
તાલુકા પંચાયતની પેટા ચૂંટણી 44 28 13 02 01
મનપા પેટા ચૂંટણી 03 02 01 0 0
નગરપાલિકાની પેટા ચૂંટણી 45 37 03 0 05
કુલ 228 175 44 03 06

ગાંધીનગરમાં ભાજપની જીત થતાની સાથે જ ઇઝરાયલી હાઇ કમિશ્નર CM ને મળવા દોડી આવ્યા

ગુજરાતમાં ઓખા, થરા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ઓખા અને થરા પાલિકામાં ભાજપની જ્યારે ભાણવડ પાલિકામાં કોંગ્રેસની જીત થઇ છે. ત્રણ પાલિકાની 84 બેઠકોમાંથી ભાજપે 62 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 22 પર જીત મેળવી છે. બે નગરપાલિકાની સામાન્ય, એક નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી ઉપરાંત રાજ્યની અન્ય નગરપાલિકાઓમાં પણ પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામો આજે જાહેર થયા હતા. રાજ્યની અલગ અલગ પાલિકાઓમાં ખાલી પડેલી 45 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 37 બેઠકો પર કબજે કરી છે. જ્યારે કોંગ્રેસના ફાળે ફક્ત 3 બેઠકો અને અન્યના ફાળે 5 બેઠકો આવી છે. 

રાજ્યમાં 7 જિલ્લા પંચાયતની ખાલી પડેલી 8 બેઠકો પર પણ પેટા ચૂંટણી આયોજીત થઇ હતી. જેમાં આજે જાહેર થયેલા પરિણામમાં 8 પૈકી 5 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે ત્રણ કોંગ્રેસના ફાળે ગઇ હતી. જો કે આપનો સંપુર્ણ સફાયો થઇ ગયો હતો. ગુજરાતની તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી 44 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામો આજે જાહેર થતા 28 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસના ફાળે 13 અન્યના ફાળે 3 બેઠકો ગઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news