હવે અમદાવાદના દરેક પોલીસ સ્ટેશને હશે સાયબર નિષ્ણાંતો, આપવામાં આવી ખાસ ટ્રેનિંગ

સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હવે વધુ ટેક્નોસેવી બનશે. સાયબર સિક્યોર યુઝર નામના એક પ્રોગ્રામમાં 16 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટરોએ ભાગ લીધો હતો. જેમા એથીકલ હેકિંગથી લઈને વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ અને આઈ.મેકની સિસ્ટમને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકાય અને અને સાયબર અટેકથી કેવી રીતે બચી શકાય તેના માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 

હવે અમદાવાદના દરેક પોલીસ સ્ટેશને હશે સાયબર નિષ્ણાંતો, આપવામાં આવી ખાસ ટ્રેનિંગ

મૌલિક ધામેચા/અમદાવાદ : સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હવે વધુ ટેક્નોસેવી બનશે. સાયબર સિક્યોર યુઝર નામના એક પ્રોગ્રામમાં 16 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટરોએ ભાગ લીધો હતો. જેમા એથીકલ હેકિંગથી લઈને વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ અને આઈ.મેકની સિસ્ટમને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકાય અને અને સાયબર અટેકથી કેવી રીતે બચી શકાય તેના માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 

આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં શરીર સંબંધી ગુના મિલ્કત સંબંધી ગુનાની સરખામણી એકંદરે વધ્યા છે. જે પ્રમાણે સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે, તેવા સંજોગોમાં સાયબર ક્રાઇમના કિસ્સામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નાગરિકોને આવા સાયબર ક્રાઇમથી કેવી રીતે બચાવી શકાય? તેના માટે પ્રોગ્રામ સ્ટાર સિટીફીકેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો. જેમાં સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મમાં વધારો થતાં અને સાથે સાથે કોમ્પ્યુટર, ટેબ્લેટ, પેન ડ્રાઈવ, હાર્ડ દ્રાઈવ નો ઉપયોગ વધતા ઈન્ટરનેટને લગતા ગુના વધ્યા છે. જેમાં કેવી રીતે શાર્પ બની કામ કરવું તેની ટ્રેઇનિંગ અપાઈ રહી છે.

ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેન્કિંગ ફ્રોડ, ફિશિંગ એટેક, વેબસાઈટ હેકિંગ, ડેટા ચોરી જેવા સાઇબરગુનાંને અટકાવવા અને તેમાં કામ કરવા માટે પણ ટ્રેનિંગ અપાઈ રહી છે. સાયબર સિક્યોર યુઝર નામની ટ્રેનિંગમાં એથીકલ હેકિંગ પણ શીખવવામાં આવશે. વિન્ડોઝ, લીનોકસ, મેક ઓપરેટિંગ સિસ્ટમને કેવી રીતે સુરક્ષિત રખાય તે વિષય પણ શીખી પોલીસ હવે કામ કરશે. આ તમામ બાબતો હાલ હાઈટેક યુગમાં મહત્વના છે. કારણકે આજકાલ રોકડીયા ચિટિંગ કરતા ઓનલાઈન અને હેકિંગથી ચિટિંગ વધી રહ્યા છે. જેથી હવે પોલીસ આ તમામ ટેક્નિકલ પોઇન્ટ શીખી લોકોને વધુ સુરક્ષિત બનાવશે.

ટ્રેનિંગ લેનારા PSI/ASI તથા પોલીસ કોન્સ્ટેબલોની યાદી...
(૧) અશ્વિનભાઈ રતનસિંહ (PSI)
(૨) આર.એસ.ગોહિલ (PSI)
(3) એમ.સી.જાડેજા (PSI)
(૪) એસ.આઈ. રઇસ (PSI)
(૫) કે.એમ. પરમાર (PSI)
(૬) કે.બી. મીર (PSI)
(૭)ટી.એન. મોરડીયા (PSI) 
(૮)ડી.એમ. ડાભી (PSI) (૯) બી.કે. વાઘેલા (PSI)
(૧૦) ભારતીબેન નાગજીભાઈ(PSI) 
(૧૧) ભાવેશકુમાર ધીરજભાઈ (PSI)
(૧૨)માલસિંગભાઈ દેસિંગભાઈ(PSI)
(૧૩) રમીલાબેન જીલુભાઈ (PSI) 
(૧૪)વી.આર. પટેલ (PSI)
(૧૫)સોનાલીબેન જયંતીભાઈ (PSI)
(૧૬)આર.આર. મિશ્રા (PSI) 
(૧૭)એચ.એન. પ્રજાપતી (PSI)
(૧૭) એ.ડી. વાઘેલા (PSI)
(૧૮) ધરતી એ. પટેલ (WPC)
(૧૯) શિવાંગી એમ. ભટ્ટ (WPC)
(૨૦) આશા બી. પટેલ (WPC)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news