બિજલ પટેલ

મેયર બાયોડાયવર્સિટી પાર્કનાં ઉદ્ધાટનમાં ભુલ્યા નિયમો, સોશિયલ ડિસ્ટન્સિંગ નેતાઓ માટે મજાક?

ગુજરાત ભાજપના અનેક નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડી રહ્યા છે પરંતુ જાણે તેમને કોઇ ફરક જ ન પડતો હોય તે પ્રકારે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરતા જોવા મળે છે. આ સ્થીતી હોવા છતા ભાજપનાં દરેકે દરેક નેતાઓ માત્ર કડક નિવેદનો આપે છે પરંતુ પોતાના કાર્યક્રમમાં તો તમામ નિયમોને કોરાણે જ મુકી દે છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત તેવા અમદાવાદ શહેરનાં મેયર પણ માસ્ક પહેરવા જેટલી પણ પરવા નથી કરતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બાયોડાયવર્સીટી પાર્કનાં લોકાર્પણ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલ્યા હતા. 

Oct 5, 2020, 04:51 PM IST

કોરોના સંકટઃ પગાર મુદ્દે હડતાળ પર ઉતરનાર SVPના બે નર્સિંગ કર્મીઓને કરાયા ટર્મિનેટ, અન્ય સ્ટાફમાં નારાજગીનો માહોલ

દીપિકા હારવીત અને સંપત જાટ નામના બંન્ને કર્મીઓને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવાયા છે.  એપેડેમીક એક્ટના નામે નર્સિંગના કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 
 

Jun 11, 2020, 10:55 PM IST

વર્ચસ્વની લડાઈ? હવે મ્યુનિસિપલ કમિશનરની ખુરશી પર બેસી ગયા મેયર બિજલ પટેલ

અમદાવાદના પશ્ચિમ ઝોન ઉસમાનપુરામાં આવેલી કોર્પોરેશનની ઓફિસે મેયરે અણછાજતું વર્તન કર્યું છે. તેમણે આડકતરી રીતે વિજય નેહરાને સંદેશો આપ્યો હોય તેવી ઘટના બની છે. કમિશનરની ખુરશી પર મેયર બેસી ગયા હતા. 

Jun 3, 2020, 09:29 PM IST

અમદાવાદની સ્થિતી સ્ફોટક છતા સિવિલ નહી ફરકનાર મેયર બિજલ પટેલે મેંગો ફેસ્ટિવલનુ ઉદ્ધાટન કર્યું

સરકાર દ્વારા હવે લોકડાઉનમાં ધીરે ધીરે આંશિક છુટછાટ આપવામાં આવી રહી છે. દરેક વેપારીઓનાં પાટેથી ઉતરી ગયેલા વેપાર ફરી એકવાર પાટે ચડે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે GMDC ગ્રાઉન્ડ ખાતે મેંગો ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ ફેસ્ટિવલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને તમામ કોરોના અંગેના નિયમો જળવાય તે પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.

May 26, 2020, 07:38 PM IST

વિજય નેહરાને આખરે 'ગામડે' મોકલી દેવાયા ! મુકેશ કુમાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે.

May 17, 2020, 09:16 PM IST

અમદાવાદમાં પાંચ સ્થળે ખુલશે શાકભાજી માર્કેટ, મેયરે ટ્વીટ કરી નાગરિકોને અભિનંદન પાઠવ્યા

અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન નો આવતી કાલે અંતિમ દિવસ છે ત્યારે AMCએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. શાકભાજી માર્કેટ માટે શહેરના 5 સ્થળો પર જથ્થાબંધ અને છૂટક બને માર્કેટ ભરાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વાસણા apmc માર્કેટ, અમદાવાદ ગુજરી બજાર, AES ગ્રાઉન્ડ, કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ અને જેતલપુર એપીએમસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચ સ્થળો પર વહેલી સવારથી જ માર્કેટ શરૂ થશે. 

May 14, 2020, 07:10 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો

- અસંતોષના કોરોનાથી સંક્રમિત થયા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા?
- મેયર સહિત કોર્પોરેશનની રાજકીય બોડી સાથે ઘર્ષણના અનેક સમાચારો આવ્યા હતા
- મેયર અને કમિશ્નર વચ્ચેના અણબનાવની વાતો છેક મુખ્યમંત્રી સુધી પણ પહોંચી હતી

May 5, 2020, 07:14 PM IST

નમસ્તે ટ્રમ્પઃ અભિવાદન નાગરિક સમિતિની સભ્યોએ લીધી સ્ટેડિયમની મુલાકાત, તૈયારીનું કર્યું નિરીક્ષણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવાર 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવાના છે. 
 

Feb 22, 2020, 06:48 PM IST

હેપ્પી સ્ટ્રીટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે ઉદ્ધાટન: સુરક્ષા સામે ઉઠ્યા સવાલ!

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા લો ગાર્ડન ખાતે ખાઉગલીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. લોગાર્ડન ખાતે નવ નિર્મિત ખાઉગલીને નવનિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, માણેકચોકબાદ અમદાવાદમાં સૌથી વધારે ખાવાનાં સ્થળ તરીકે ખ્યાતનામ લોગાર્ડનની ખાઉ ગલીને અધિકારીક રીતે વિકસાવવામાં આવી હતી. સરકાર દ્વારા તેને અધિકારીક રીતે હેપ્પી સ્ટ્રીટનું નામ આપવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા, મેયર બિજલ પટેલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.

Feb 7, 2020, 07:34 PM IST
Zee 24 Kalak News: Kankaria Carnival Starting Today To 5 Days In Ahmedabad PT24M13S

Zee 24 Kalak News: આજથી 5 દિવસ અમદાવાદીઓ માટે કાંકરીયા કાર્નિવલની શરૂઆત

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલનું (kankariya Carnival) આયોજન કરવામાં આવ્યુ છે. વર્ષ 2008થી શરૂ થયેલા કાર્નિવલનું આ 12મું વર્ષ રહેશે. જેની શરૂઆત 25મી ડિસેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરીયા કાર્નિવલમાં તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો અને વિવિધ આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. જેનો લ્હાવો લેવા માટે શહેર ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવતા હોય છે.

Dec 25, 2019, 10:05 AM IST

સીએમના હસ્તે કાલથી કાંકરીયા કાર્નિવલનો પ્રારંભ, તંત્રએ તૈયારીને આપ્યો આખરી ઓપ

વર્ષ 2008થી શરૂ થયેલો કાંકરીયા કાર્નિવલ, કે જે હવે શહેરની ઓળખ બની ગયો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. 

Dec 24, 2019, 05:55 PM IST

BRTS અકસ્માતનાં પડઘા: મેયરે મોકલ્યા બાઉન્સર ગૃહમંત્રી કરશે ટ્રાફીકનુ નિરીક્ષણ

ગૃહરાજ્યમંત્રીએ અકસ્માતોની ગંભીરતા સમજતા સ્વયં સંજ્ઞાન લીધુ પરંતુ અમદાવાદનાં મેયરે બાઉન્સર મોકલીને જ સંતોષ માન્યો

Nov 25, 2019, 05:21 PM IST
bijal patel close the gym build only for corporation officers PT4M33S

માત્ર અધિકારીઓ માટે બનેલ જીમને બિજન પટેલે કરાવ્યું બંધ

અમદાવાદ મ્યુનિસિપલ કર્પોરેશનમાં ચૂંટાયેલા પ્રતિનીધીઓના અધિકારીઓ દ્વારા કોલ રિસીવ ન કરવાનો મામલો શાંત પડ્યો નથી ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં વહીવટી અધિકારીઓ માટે એએમસી બિલ્ડીંગમાં શાષકોની જાણ બહાર જ જીમ્નેશ્યમ બનાવાનું શરૂ કરી દેવાતા મામલો ગરમાયો છે. આ અંગે મેયરને જાણ થતા તેઓએ તત્કાલીક જીમ્નેશ્યમનું કામ રોકાવીને તેને તાળુ મરાવી દીધુ છે. નોંધનીય છેકે નવુ બની રહેલુ જીમ્નેશ્યમ ફક્ત અધિકારીઓના વપરાશ માટે બની રહ્યુ હતુ, અને તે અંગે શાષકોને જાણ સુધ્ધા કરવામાં આવી નહતી

Oct 14, 2019, 07:50 PM IST
action against corporater PT45S

તુમાખીભર્યુ વર્તન કરનાર કોર્પોરેટર-અધિકારીઓ તમામ પર કાર્યવાહી થશે: બિજલ પટેલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસી કોર્પોરેટરના ફોન અધિકારીઓ દ્વારા રિસીવ ન કરાતા હોવાનો મામલો ગરમાયેલો છેજ. તેવામાં હવે શાષકપક્ષ ભાજપના જ કમિટી ચેરમેનના ફોન પણ અધિકારીઓ દ્વારા રિસીવ ન કરાતા હોવાનો મામલો સામે આવતા વિવાદ વધુ ગરમાયો છે. જેમાં ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેને આ અંગે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી ફોન રિસીવ ન કરતા અધિકારી સામે પગલા લેવાની માંગ કરી છે. સમગ્ર મામલામાં મેયરે પણ ચૂંટાયેલા જન પ્રતિનીધીઓ સાથે અધિકારીઓની આવી ગેરશિષ્ત ન ચલાવી લેવાય એવુ મહત્વનું નિવેદન કર્યુ છે.

Oct 14, 2019, 07:50 PM IST

ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થઇ મહત્વની બેઠક

જન્મ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાની નીરના વઘામણાં કર્યા બાદ ગાંધીનગર રાયસણ ખાતે આવેલા તેમની માતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. માતા હિરા બા સાથે પીએમ મોદી(Pm Modi)એ ભોજન લીધુ હતું. ત્યાર બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવન સાથે સીએમ(CM) વિજય રૂપાણી(Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી(Dy CM) નીતિન પટેલ(Nitin Patel) બેઠકમાં હાજર રહ્યા હતા. 

Sep 17, 2019, 04:58 PM IST

અમદાવાદ: ગટરની સમસ્યા દૂર કરવા કોર્પોરેશનનો માસ્ટરપ્લાન, નવી ટ્રંક લાઈન નખાશે

ભવિષ્યમાં ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અમદાવાદ મહાનગરપાલિકાનએ અનોખું આયોજન કર્યું છે. જમીનની અંદર 12 ફૂટ અંદર રોબોટ દ્વારા ડ્રેનેજની સાફસફાઈ સાથે નવી ટ્રંક લાઈન પણ 128 કરોડના ખર્ચે નાખવામાં આવશે. જેમાં સાફ સફાઇ કરવા માટે જરૂરિયાત મુજબ રોબોટનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ પ્રોજેકટનું મેયર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
 

Sep 4, 2019, 05:48 PM IST
Ahmadabad mayor dengue news PT3M29S

શું અમદાવાદના મેયર બિજલ પટેલ ડેન્ગ્યુમાં સપડાયા?

ZEE 24 કલાક પર મેયર બિજલ પટેલનો ખુલાસો, મને નથી થયો કોઈ ડેંગ્યૂ, મને ડેંગ્યૂ થયાના સમાચાર સત્યથી વેગડા, આવતીકાલે મેયર દિલ્લી જશે, ડેગ્યૂ થયાના સમાચારને મેયરે આપ્યો રદીયો

Jul 25, 2019, 06:35 PM IST
Ahmeabad Mayor Angry On Media During Hospital Visit PT1M34S

કાંકરિયા કાંડ: ફરી મીડિયા પર ગર્જ્યા મેયર, જવાબ આપવાનું ટાળ્યું

શહેરના મેયર બીજલબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે એલજી હોસ્પીટલની મુલાકાત લીધી હતી. અને કાંકરિયા ખાતે રાઈડ તુટતા 29 ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓની મુલાકાત પણ લીધી હતી, પરંતુ આ મુલાકાત સમયે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતી વખતે ફરી એકવાર મેયર બીજલ પટેલ ભડક્યા હતા. તો સાથે જ મ્યુનીસીપલ કોર્પોરેશનની રાઈડ તૂટવાની ઘટનામાં કોઈ જવાબદારી નહીં હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. તેમજ કોર્પોરેશનની કોઇપણ પ્રકારની જવાબદારી અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

Jul 17, 2019, 10:25 AM IST

કાંકરિયા રાઇડ દુર્ધટના બાદ મેયરનું નિવેદન: AMCની કોઇ જવાબદારી નથી

શહેરના મેયર બીજલબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે એલજી હોસ્પીટલની મુલાકાત લીધી હતી. અને કાંકરિયા ખાતે રાઈડ તુટતા 29 ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓની મુલાકાત પણ લીધી હતી, પરંતુ આ મુલાકાત સમયે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતી વખતે ફરી એકવાર મેયર બીજલ પટેલ ભડક્યા હતા. તો સાથે જ મ્યુનીસીપલ કોર્પોરેશનની રાઈડ તૂટવાની ઘટનામાં કોઈ જવાબદારી નહીં હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. તેમજ કોર્પોરેશનની કોઇપણ પ્રકારની જવાબદારી અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

Jul 16, 2019, 08:41 PM IST

કાંકરિયા દુર્ધટના: 6 આરોપીની અટકાયત, અનેક સવાલનો પોલીસે આપ્યો એક જ જવાબ

કાંકરિયા એડવેન્ચરપાર્ક ખાતે બનેલી ઘટના બાદ સફાળુ તંત્ર જાગ્યું છે. સરકારે પણ તપાસના આદેશ આપ્યા અને અંતે પોલીસે છ લોકો સામે બેદરકારીનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, શુ જવાબદારી માત્ર છ લોકોની જ છે કે, પછી એવા તંત્રની કે જેની પાસે આવી એડવેન્ચર રાઇડ્સનું મેન્ટેનન્સ અને ચકાસણી કરવાની કોઈ સત્તા જ નથી. બે માસૂમના મોત માટે સંચાલકો જવાબદાર કે સરકારી તંત્રએ સૌથી મોટો સવાલ છે.

Jul 16, 2019, 12:01 AM IST