OMG! અમદાવાદના પોશ વિસ્તારમાં શખ્સે મકાન ખરીદ્યું, પરિવાર સાથે રહેવા પહોંચ્યો તો ફ્લેટ જ ગાયબ

એલિસબ્રિજ પોલીસના ચોપડે નોંધાયેલી એક ઘટનામાં તમને અચરજ પમાડશે. એક ટોળકીએ અસ્તિત્વમાં જ ના હોય એવા ફ્લેટના વેચાણ પેટે લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ફિલ્મી ઢબે લાખો રૂપિયા ખંખેરી લેનાર આ ટોળકી કોણ છે જોઈએ આ અહેવાલમાં....

OMG! અમદાવાદના પોશ વિસ્તારમાં શખ્સે મકાન ખરીદ્યું, પરિવાર સાથે રહેવા પહોંચ્યો તો ફ્લેટ જ ગાયબ

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઠગબાજો અવ-નવા પેંતરાઓ અપનાવી લોકોના લખો રૂપિયા પડાવી રહ્યા છે. અનેક પ્રકારની ઠગાઈની ઘટનાઓ સાંભળવા મળી હશે પણ એલિસબ્રિજ પોલીસના ચોપડે નોંધાયેલી એક ઘટનામાં તમને અચરજ પમાડશે. એક ટોળકીએ અસ્તિત્વમાં જ ના હોય એવા ફ્લેટના વેચાણ પેટે લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ફિલ્મી ઢબે લાખો રૂપિયા ખંખેરી લેનાર આ ટોળકી કોણ છે જોઈએ આ અહેવાલમાં....

પોલીસ અધિકારીઓ હાલ યગ્નેશ શાહ નામના શખ્સની પૂછપરછ કરી રહી છે. જે ઘોડાસરનો રહેવાશી છે અને બીએસસી સુધીનો અભ્યાસ કરી ચુક્યો છે. પણ તે આવ્યો વિજય ઢાંકાના સંપર્કમાં અને બંનેએ સાથે મળી લોકોના પૈસા પડાવવાનું શરૂ કર્યું. ફરિયાદ મુજબની વાત કરીએ તો ફરિયાદીના પુત્રએ અમદાવાદમાં હેન્ડીક્રાફ્ટ વ્યવસાય વિકસાવવા માટે આંબાવાડીમાં મકાન લેવાનું નક્કી કર્યું.

જેમાં દલાલ મારફતે પોશ વિસ્તાર એવા આંબાવાડી વિસ્તારમાં દલાલોએ એક ફ્લેટ પહેલા બતાવ્યો. જે ફ્લેટની કિંમત 17.50 લાખ જણાવી સોદો નક્કી કર્યો. ત્યારે આરોપી યગ્નેશ શાહ અને વિજય ઢાંચા સહિતના લોકોએ એક ખોટું બાનાખત બનાવ્યું, ખોટો ફ્લેટ ઉભો કર્યો, ખોટા દસ્તાવેજ બનાવ્યા, ખોટા શેર સર્ટિફિકેટ બનાવ્યા અને ખોટા એલોટમેન્ટ સુદ્ધા બનાવી નાખી ફરિયાદીને પોતાની જાળમાં ફસાવી દીધા અને લાખોનો ચૂનો લગાવી દીધો.

ફરિયાદી ગોપાલભાઈ કારીયાને છેતરાયાનો અનુભવ ત્યારે થયો જ્યારે ગોપાલભાઈ પરિવાર સાથે ફ્લેટ પર કબજો લેવા માટે પહોંચતા ફ્લેટ પર બેંકનું સીલ લાગેલું હતું અને ગોપાલભાઈએ જે બ્લોકના નામથી ફ્લેટ બુક કરાવ્યો હતો તે બ્લોક જ ન હતો. આસપાસના વ્યક્તિઓને પૂછતાં લોકોએ જણાવ્યું કે સી-302 ની કોઈ વિંગ જ સોસાયટીમાં નથી.

ત્યારે ગોપાલભાઈએ યગ્નેશ શાહ અને વિજય ઢાંચાને સંપર્ક કરતા આ ઠગ ટોળકીએ ફ્લેટ વેચવામાં અમારાથી ભૂલ થઈ હોવાનું કહી થોડો સમય આપવાની વાત કરી હતી. ત્યારબાદ ગોપાલભાઈએ પૈસા પરત આપવાનું કહેતા યગ્નેશ શાહે પોતાના ઘરે બોલાવી પત્ની મારફતે અપહરણની ખોટી ફરિયાદ ઇસનપુરમાં કરાવી હતી.

એક આરોપી હાલ પોલીસની ગીરફતમાં આવી ગયો છે પણ મુખ્ય આરોપી હાલ ફરાર છે. જેણે સમગ્ર કૌભાંડ આચર્યું હતું. પણ આ ટોળકીએ આવા એક નહિ પણ અનેક લોકોને અસ્તિત્વમાં ન હોય એવી મિલકત બતાવી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની શંકા પોલીસ વ્યક્ત કરી રહી છે. જે તમામ હકીકતો આરોપીની પૂછપરછ દરમિયાન ખુલવા પામશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news