Himachal Pradesh: હિમાચલના અનેક વિસ્તારમાં વાદળ ફાટવાથી તબાહી, કેન્દ્રએ મોકલી NDRFની ટીમ
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, અધિકારી રાજ્ય સરકારની સાથે મળી કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી છે.
Trending Photos
શિમલાઃ Himachal Pradesh Flood: હિમાચલ પ્રદેશમાં કુદરતી આફત આવી છે. રાજ્યના ઘણા વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે તહાબી મચી છે. ધર્મશાળામાં અનેક કારો તણાય છે, ઘર અને દુકાન પણ પડી ગયા છે. શિમલાની પાસે રોડ તૂટવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. રાજ્યમાં 16 જુલાઈ સુધી આ રીતે મોનસૂન વરસાદ થશે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, રાજ્યને દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે. હિમાચલ પ્રદેશની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યુ- હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અધિકારી રાજ્ય સરકારની સાથે મળી કામ કરી રહ્યાં છે. દરેક સંભવ સહયોગ આપવામાં આવી રહ્યો છે. હું પ્રભાવિત ક્ષેત્રોના લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરુ છું.
हिमाचल प्रदेश में भारी बारिश के कारण स्थिति पर कड़ी नज़र रखी जा रही है। हर संभव सहायता प्रदान की जा रही है। मैं बारिश से प्रभावित क्षेत्रों में रहने वाले लोगों की सुरक्षा के लिए प्रार्थना करता हूं: प्रधानमंत्री नरेंद्र मोदी (फाइल तस्वीर) pic.twitter.com/xwkjpjV32p
— ANI_HindiNews (@AHindinews) July 12, 2021
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે વાત કરી છે. અમિત શાહે ટ્વીટ કરી કહ્યુ- હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી આવેલી પ્રાકૃતિક આપદાના સંબંધમાં મેં મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે વાત કરી છે. રાહત કાર્યો માટે એનડીઆરએફની ટીમો ત્યાં પહોંચી રહી છે. ગૃહ મંત્રાલય સ્થિતિને મોનિટર કરી રહ્યું છે. કેન્દ્ર તરફથી હિમાચલની મદદ કરવામાં આવશે.
#WATCH | Himachal Pradesh: Heavy rainfall triggered a flash flood in Dharamshala earlier today. Vehicles stuck & submerged in water while people struggle to walk on the road. Visuals from the Bhagsu Nag area. pic.twitter.com/Oz6gAK3xHw
— ANI (@ANI) July 12, 2021
અમિત શાહના ટ્વીટ પર મુખ્યમંત્રીએ કહ્યું- પ્રદેશમાં કુદરતી આપદાનો સામનો કરવા તથા રાહત કાર્યો માટે એનડીઆરએફની ટીમો મોકલવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પ્રદેશવાસીઓ તરફથી આભાર. અમારી સરકાર પણ આ સ્થિતિનો સામનો કરવા કાર્ય કરી રહી છે.
સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રદેશના જિલ્લા કાંગડા સહિત વિભિન્ન ક્ષેત્રોમાં ભારે વરસાદને કારણે ખુબ નુકસાન થયું છે, જેનો રિપોર્ટ અમે મંગાવ્યો છે. અમે બધા જિલ્લાના કલેક્ટરોને રાહત તથા બચાવ કાર્યો અને પ્રભાવિતોની સહાયતા કરવાનો નિર્દેશ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે