આ છે દેશની એક માત્ર એવી જેલ, જ્યાં રહે છે માત્ર એક જ કેદી

દરિયાની વચ્ચે એક કેદીની સુરક્ષા માટે 5 સિપાહીઓને તૈનાત કરવામાં આવ્યા છે

આ છે દેશની એક માત્ર એવી જેલ, જ્યાં રહે છે માત્ર એક જ કેદી

અમદાવાદ: સામાન્ય રીતે જો દેશની જેલો તથા તેમના કેદીઓ વિશે ઘણી ચર્ચાઓ સાંભળી હશે. તમે એ પણ જાણતા હશો કે, દેશમાં કેદીઓની સરખામણી બેરેખની સખ્યાં ખુબજ ઓછી છે. પરંતુ એક જબરજસ્ત વાત તો એ છે કે, ગુજરાત નહીં પણ ભારતની એક માત્ર એવી જેલ છે જ્યાં માત્ર એક જ કેદી રહે છે. આ જેલ પણ જાણે કિલ્લો હોય તેમ પાણીની વચ્ચે આવેલી છે. 

જેલની વાત કરીએ તો દેશના કેન્દ્રશાસિત પ્રદેશ અને ગુજરાતના દરિયા કાઠેં આવેલા દીવમાં આ સબજેલ આવેલી છે. આ જેલની ભવ્યતા જોવાલાયક છે. દરિયાની વચ્ચે કિલ્લા રૂપી ખુબ જ સુંદર જોવા મળી રહી છે. એક સમયમાં આ જગ્યા પોર્ટૂગીઝ કોલોનીમાં આવતી હતી. જેલનું બાંધકામ આશરે 472 વર્ષ જૂનું છે. સૌથી રસપ્રદ વાતતો એ છે કે, આજે અહીંયા માત્ર એક જ કેદી જોવા મળી રહ્યો છે. અને જેનું નામ દીપક કાંજી છે. દીપકની ઉમર 30 વર્ષ છે. તેના પર પત્નીને ઝર આપી હત્યા કરવાનો આરોપ છે. જો કે, દીપક અહીંયા વધારે દિવસનો મહેમાન નથી.

ખરેખરમાં દીપકને ટ્રાયલ બાદ કોઇ અન્ય જેલમાં મોકલી દેવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ લાંબા સમયથી આ જેલને ટુરીસ્ટ ડેસ્ટીનેશન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેલમાં કાંજી કેદી તરીકે એકલો જ રહે છે. તેની સુરક્ષામાં 5 સિપાહી અને 1 જેલર તૈનાત કરવામાં આવ્યા છે. બધાનો ડ્યુટીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ જેલને 2013માં બંધ કરી દેવામાં આવી હતી. થોડા વર્ષ પહેલા અહીંયા 7 કેદીઓ રહેતા હતા. જેમાં 2 મહિલાઓ પણ હતી. ત્યારબાદ તેમાંથી 4 કેદીઓને ગુજરાતના અમરેલીની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

અમરેલીથી 100 કિલોમીટર દુર દીવ આવેલું છે. ગુજરાતના તટ અને દીવને એક પુલ જોડે છે. 4 કેદીઓ અન્ય મોકલી દેવામાં આવ્યા બાદ 2 કેદીઓની સજા પૂરી થઇ ગઇ હતી. આમ માત્ર હવે ત્યા એક કાંજી જ બચ્યો છે. દીવની જેલમાં ફરજ પર હાજર સિપાહીએ જણાવ્યું હતું કે કેદીઓ માટે અહીં સમય પસાર કરવો ખુબ જ મુશ્કેલ છે. દીવ અને દમણમાં સરકાર પ્રત્યેક કેદી પર 32 હજાર રૂપિયાનો ખર્ચ કરે છે.

ઉલ્લેખનીય છે કે, આ કેદી પાછળ કરવામાં આવતો ખર્ચ અન્ય રાજ્યોની સરખાણીમાં ખુબ જ વધારે છે. ખાસ વાત તો એ છે કે, જે બેરાકમાં દીપક રહે છે. તેમાં 20 કેદીઓની જગ્યા છે. એક જ કેદી હોવાને કારણે તેના માટે જમવાની વ્યવસ્થા પણ બાજુમાં આવેલા એક રેસ્ટોરન્ટમાંથી કરવામાં આવે છે. જેલમાં થોડા સમય માટે આધ્યાત્મિક ચેનલ અને દુરદર્શન પણ જોવાની પરવાનગી આપવામાં આવી છે. દીપકને ગુજરાતી ન્યૂઝ પેપર તેમજ મેગેઝીન પણ વાંચવા માટે આપવામાં આવે છે. આ ઉપરાંત તે સાંજે 4થી 6 બે સિપાહીની સાથે ખુલ્લી હવામાં ફરી પણ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news