જર્મનીમાં અનુગા-2019 ફૂડ ફેરનું આયોજન, સુરતનું સ્વાદિષ્ઠ ભોજન વિશ્વ માણશે
જમવાના શોખીન સુરતીઓ દેશ અને દુનિયામાં વખણાય છે, ત્યારે હવે સુરતની એપીએમસી સુરતીઓના જમવાનો ટેસ્ટ દુનિયામાં કરાવવા જઈ રહ્યું છે, સુરતની એપીએમસી દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટમાં તૈયાર થયેલા મેંગો પલ્પ, જમરૂખ પલ્પ, ટોમેટોની પ્યુરી, પેસ્ટ અને કેચઅપ સહિતની કુલ 30થી વધુ પ્રોડક્ટનું ડિસ્પ્લે જર્મની ખાતે યોજાનારા ફૂડ ફેરમાં કરવામાં આવશે, મહત્વનું છે કે, આ ફૂડ ફેરમાં ભાગ લેનારી સુરત એપીએમસી દેશની એક માત્ર સંસ્થા છે.
Trending Photos
તેજશ મોદી/સુરત: જમવાના શોખીન સુરતીઓ દેશ અને દુનિયામાં વખણાય છે, ત્યારે હવે સુરતની એપીએમસી સુરતીઓના જમવાનો ટેસ્ટ દુનિયામાં કરાવવા જઈ રહ્યું છે, સુરતની એપીએમસી દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટમાં તૈયાર થયેલા મેંગો પલ્પ, જમરૂખ પલ્પ, ટોમેટોની પ્યુરી, પેસ્ટ અને કેચઅપ સહિતની કુલ 30થી વધુ પ્રોડક્ટનું ડિસ્પ્લે જર્મની ખાતે યોજાનારા ફૂડ ફેરમાં કરવામાં આવશે, મહત્વનું છે કે, આ ફૂડ ફેરમાં ભાગ લેનારી સુરત એપીએમસી દેશની એક માત્ર સંસ્થા છે.
જર્મનીમાં અનુગા-2019 ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત એપીએમસીની ટીમને ભાગ લેવાનો મોકો મળ્યો છે. તા 5 થી 9 ઓક્ટોમ્બર દરમિયાન યોજાનારા આ ફૂડ ફેરમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, યુરોપના દેશો સહિત કુલ 112 દેશોના પ્રતિનિધિઓ આ ફૂડ ફેરમાં સ્ટોલ લગાડશે. ગુજરાત સરકાર તરફથી એપીએમસીને જર્મની જવા પરવાનગી આપવામાં આવી છે. જેને પગલે સુરત એપીએમસી દેશની એક માત્ર સંસ્થા છે.
ત્રિશુળીયા ઘાટ પર થયેલા અકસ્માત સ્થળે 4 ફૂટ ઉંચી પ્રોટેક્શન દિવાલ બનશે
આ ફૂડ ફેરમાં ભાગ લેશે. અહીંએ પણ મહત્વનું છે કે, દેશમાં નાની મોટી મળી 2400થી વધુ એપીએમસી માર્કેટો આવી છે. સુરત એપીએમસી દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટમાં તૈયાર થયેલા મેંગો પલ્પ, જમરૂખ પલ્પ, ટોમેટોની પ્યુરી, પેસ્ટ અને કેચઅપ સહિતની કુલ 30થી વધુ પ્રોડક્ટનું ડિસ્પ્લે હાથ ધરાશે. આ અંગે સુરત એપીએમસીના ચેરમેન રમણ પટેલે સાથે જણાવ્યુ હતુ કે, દેશમાં અનેક એપીએમસી આવી છે.
સુરત એપીએમસીએ આવડત અને અનુભવને આધારે રેડી ટુ ઇટ પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું છે. વિદેશ મોટાભાગે લોકો આવા ફૂડ ખાતા હોય છે, જેથી સુરત અને ગુજરાત તેમજ દેશ માટે આ ગર્વની વાત છે, ફૂડ ફેરમાં મોટી સંખ્યામાં અલગ અલગ દેશના લોકો ભાગ લેવાને છે, જેથી સુરતની પ્રોડક્ટને વધુ માર્કેટીંગ મળશે. આ સાથે વિદેશોમાં ફૂડ, એગ્રીકલ્ચર તથા પ્રોસેસિંગને લઈનું શું નવું કરવામાં આવી રહ્યું છે તેની માહિતી પણ સુરત એપીએમસીને જાણવા મળશે.
ગુજરાતના આ શહેરમાં વસતા મુસ્લિમ પરિવાર બનાવે છે ‘રાસ-ગરબાના દાંડિયા’
સુરત એપીએમસીના ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી તૈયાર થયેલા હાફૂસ અને કેસર કેરીના પલ્પનું ધૂમ વેચાણ અમેરિકા ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપના શહેરોમાં થયું છે. હાલમાં એપીએમસી દ્વાર જમરૂખનું પલ્પ, ટોમેટો પ્યુરી,ટોમેટો પેસ્ટ અને ટોમેટો કેચઅપ સહિત જામ, રેડી ટુ ઈટ પાત્રા, ચના પુરી ઉપરાંત કઠોળ અને શાકભાજીના પલ્સ પણ બનાવવામાં આવ્યા છે.
ચેરમેન રમણ જાનીનું કહેવું છે કે, અમેરિકા, યુરોપ અને કેનેડા જેવા શહેરોમાં અનેક સુરતીઓ, ગુજરાતીઓ વસે છે. જેઓને અહીંના ટેસ્ટવાળું જમવાનું ગમે છે. ત્યારે આ દેશોમાં સુરત એપીએમસીની રેડી ટુ ઇટ પ્રોડક્ટ મળતી થઈ જશે, તો ગુજરાતીઓની સાથે સાથે વિદેશીઓને પણ સુરતી ટેસ્ટ માનવાનો મોકો મળશે જેનો ફાયદો એપીએમસીની પ્રોડક્ટને થશે. ફૂડ ફેરમાં રાજ્ય સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ જઈ રહ્યા છે. જેથી સરકારને પણ આ દિશામાં નવું જાણવાનું મળશે. એપીએમસીના સ્ટોલનું ઉદ્દઘાટન ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવશે. જો સુરત એપીએમસીની પ્રોડક્ટ વિદેશમાં પસંદ પડશે તો કાશીનું મરણ અને સુરતનું જમણની કહેવત ખરા અર્થમાં સાર્થક થશે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે