પેરિસના પોલીસ વડામથકમાં એક કર્મચારીએ ચાર વ્યક્તિની કરી હત્યા

વળતા જવાબમાં પોલીસે હુમલાખોર કર્મચારીને ઠાર માર્યો હતો. કર્મચારી દ્વારા આ પ્રકારે સાથી કર્મચારીઓ પર શા માટે હુમલો કરાયો તેનું કારણ હજુ જાણી શકાયું નથી. 

પેરિસના પોલીસ વડામથકમાં એક કર્મચારીએ ચાર વ્યક્તિની કરી હત્યા

પેરિસઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજે પોલીસ વડામથકમાં જ હત્યાકાંડ સર્જાયો હતો. ફ્રાન્સ પોલીસના વડામથકમાં કામ કરતા એક કર્મચારીઓ અચાનક જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ચાર સાથી કર્મચારીઓની હત્યા કરી નાખી હતી. આ ઘટના પછી દોડી આવેલી પોલીસે હુમલાખોર કર્મચારીને ઠાર માર્યો હતો. 

પોલીસના વડાથકમાં કામ કરતા કર્મચારીએ પોતાના સાથી કર્મચારીઓ પર શા માટે હુમલો કર્યો તેનું કારણ હજુ સુધી જાણઈ શકાયું નથી. એવું કહેવાય છે કે, કામની બાબતે થયેલો આંતરિક ઝઘડો આ ઘટના પાછળ કારણભૂત હોઈ શકે છે. પોલીસ ઘટનાની વિસ્તૃત તપાસ કરી રહી છે. 

ઘટના પેરિસના હાર્દ સમા વિસ્તાર 'નોટ્રે-ડેમ દ-પેરિસ કેથેડ્રલ' પાસે બની હતી. જેના કારણે, હત્યાકાંડની ઘટના પછી પોલીસે હેડક્વાર્ટરની આજુ-બાજુનો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. આ સાથે જ નજીકના મેટ્રો સ્ટેશનને પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવાયું હતું. 

ઘટના અંગે પેરિસના આંતરિક બાબતોના મંત્રી ક્રિસ્ટોફર કાસ્ટનરે જણાવ્યું કે, હુમલાખોરે ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણ પુરુષ અને એક મહિલાનું મોત થયું છે. હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેની સર્જરી કરવામાં આવી રહી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news