પાલનપુરમાં 50 વર્ષ જૂનું મંદિર તોડી રસ્તો બનાવી દેતા ભક્તોમાં રોષ, લોકોએ કહ્યું; અમારી રોજીરોટી છીનવાઈ ગઈ
Banaskatha News: પાલનપુરના કોઝી વિસ્તારમાં વર્ષોથી હનુમાનજીનું મંદિર હતું નાના વેપારી સહિત લોકો પણ ત્યાં સવારે પૂજા અર્ચના કરીને પોતાના કામની શરૂઆત કરતા હતા, પરંતુ સવારે જ્યારે લોકો પૂજા કરવા આવ્યા ત્યારે મંદિર ન હતું.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુરના કોઝી વિસ્તારમાં 50 વર્ષ જૂનું દુઃખિયા હનુમાનજીનું મંદિર તોડી અને રાતોરાત રસ્તો બનાવી દેતા હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી વ્યાપી છે. મંદિર તોડતા લોકોમાં પણ આક્રોશ છે. જો કે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પાલનપુરના કોઝી વિસ્તારમાં વર્ષોથી હનુમાનજીનું મંદિર હતું નાના વેપારી સહિત લોકો પણ ત્યાં સવારે પૂજા અર્ચના કરીને પોતાના કામની શરૂઆત કરતા હતા, પરંતુ સવારે જ્યારે લોકો પૂજા કરવા આવ્યા ત્યારે મંદિર ન હતું. મંદિરની પાછળ આવેલા દુકાનદારે આ મંદિરને રાતોરાત તોડી અને ત્યાં આરસીસી રસ્તો બનાવી દીધો.
એક લીમડાના વૃક્ષને પણ કાપી અને જે ગરીબોના માલ સામાન પણ પડ્યો હતો તે પણ ફેંકી દેવાયો હતો, ત્યારે વિસ્તારના આસ્થાના પ્રતિ કેવા હનુમાનજીનું મંદિર તોડી પડાતા હિન્દુ સંગઠનો નારાજ થયા છે અને તેઓએ મંદિર તોડી પાડનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અને નવું મંદિર બનાવી આપવાની માંગ કરી છે. જો કે 24 કલાકમાં આ મંદિરનું કામ ચાલુ નહીં થાય તો હિન્દુ સંગઠનો એ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઊંચાઈ છે.
આસ્થાના પ્રતિક એવા હનુમાનજીનું મંદિર રાતોરાત તોડી પડાતા લોકોમાં ભારે નારાજગી છે. લોકોના ટોળેટોળા પણ એકઠા થયા છે. જ્યારે શહેરના નાગરિકો અને હિન્દુ સંગઠનોએ પણ સૂત્રોચાર સાથે મંદિરને નવું બનાવવાની માંગ કરી છે અને દુકાનદાર સામે કાર્યવાહીની માંગ કરી છે. રાતો રાત વૃક્ષ કાપી મંદિર તોડી અને રસ્તો બનાવી દેનાર દુકાનદાર સામે લોકોનો રોષ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે