ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો જુગારકાંડ : 26 આરોપીઓ સામે ગુનો નોંધાયો
Trending Photos
- જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધાયો છે
- અમદાવાદના હર્ષદ પટેલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના જુગાર કાંડ મામલામાં તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધાયો છે. અમદાવાદના હર્ષદ પટેલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. હર્ષદ પટેલ જામીન બાકી છે, બાકી 26 માંથી 25 આરોપીઓને જામીન મુક્ત કરાયા છે. ધારાસભ્ય કેસરીસિંહને પણ જામીનમુક્ત કરાયા છે.
તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાયું હતુ. તેના બાદ તેમને જામીન મુક્ત કરાયા હતા. હર્ષદ પટેલના સામાનમાંથી વિદેશી દારૂની 9 બોટલો મળી હોવાથી તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ સમગ્ર જુગારકાંડની તપાસ પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇને સોંપાઈ છે. રિસોર્ટના મેનેજર સામે પણ વોરંટ ઈસ્યુ કરાયું હતું અને સમગ્ર મામલામાં માલિકની સંડોવણી હશે તો તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજ સહિત તમામ પાસાંઓ સાથે ઝીણવટભરી તપાસની પોલીસે ખાતરી આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે