જુનાગઢ ફરવા ગયેલા ગોધરાના ચાર યુવકોને અંધારામાં મળ્યું મોત, ઊંડા પાણીમાં ગરક થઈ કાર
પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામના ગુમ થયેલા ચાર યુવાનોની કાર (Accident) જુનાગઢ પાસેથી એક નદીના ઊંડા પાણીમાંથી મળી આવી છે અને સાથે બે યુવાનોની લાશ મળી આવી છે. બે દિવસ પહેલા ચાર યુવાનો જુનાગઢ (Junagadh) માં ફરવા આવ્યા હતા. પરંતુ રવિવારે વહેલી સવારથી ગુમ થઇ ગયા હતા અને ત્યાર પછી રામપુરા ગામના લોકો અને પોલીસ શોધી રહી હતી.
Trending Photos
હનીફ ખોખર/જુનાગઢ :પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામના ગુમ થયેલા ચાર યુવાનોની કાર (Accident) જુનાગઢ પાસેથી એક નદીના ઊંડા પાણીમાંથી મળી આવી છે અને સાથે બે યુવાનોની લાશ મળી આવી છે. બે દિવસ પહેલા ચાર યુવાનો જુનાગઢ (Junagadh) માં ફરવા આવ્યા હતા. પરંતુ રવિવારે વહેલી સવારથી ગુમ થઇ ગયા હતા અને ત્યાર પછી રામપુરા ગામના લોકો અને પોલીસ શોધી રહી હતી.
દુનિયાના સૌથી સસ્તા લગ્ન, સાદગીભર્યા લગ્ન કરવામાં સુરતના કપલે રેકોર્ડ બનાવ્યો, માત્ર 17 મિનીટમાં લગ્ન પૂરા
પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સૌરાષ્ટ્રમાં ફરવા નીકળેલા જીગર પટેલ, મૌલિક પટેલ, પિનાકીન પટેલ અને મોહિત પટેલ નામના ચાર યુવાનોનો રવિવારની વહેલી સવારથી સંપર્ક સંપર્ક તૂટી જતા પોલીસ અને પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ ચારેય યુવાનોના મોબાઈલનું લોકેશન છેલ્લે જુનાગઢ પાસે મળી આવતા અહીંના વિસ્તારમાં પોલીસે 10 ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.
પરંતુ શોધખોળના અંતે જુનાગઢથી મેંદરડા રોડ ઉપર ખડ પીપળી ગામ પાસેના વેકરા નામના વોકળામાં ડૂબી ગયેલી હાલતમાં તેમની કાર મળી આવી હતી. ત્યાર પછી જુનાગઢ ફાયર બ્રિગેડ શાખા અને 108ને જાણ કરતા ક્રેઈનથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેમાંથી જિગર પટેલ અને મૌલિક પટેલ નામના બે યુવાનોની લાશ મળી આવી છે. જ્યારે બીજા યુવાનો પિનાકીન પટેલ અને મોહિત પટેલ ની શોધખોળ ચાલી રહી છે.
ગોધરાના રામપુરા ગામના પિનાકીન પટેલ, મૌલિન પટેલ, મોહિત પટેલ અને જીગર પટેલ એમ ચારેય યુવાનો સૌરાષ્ટ્રમાં વીરપુર અને સોમનાથ દર્શન કરવા આવ્યા હતા. વીરપુરમાં જલારામ બાપાના મંદિરે દર્શન કર્યા પછી આ યુવાનો જુનાગઢ આવ્યા હતા. જુનાગઢથી સોમનાથ દર્શન કરવા માટે રવાના થયા હતા, પરંતુ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને તેમની જી. જે.૧૭ .બીએચ. ૬૦૨૯ નંબરની ઇકો કાર રોડ ઉપરથી સીધી વેકરા નામના વોકળામાં પડી હતી.
કાર ઊંડા પાણીમાં ગરક થઇ ગઈ હતી. જેમાં સવાર ચાર યુવાનો પૈકી બે યુવાનો જીગર પટેલ અને મૌલિક પટેલની લાશ મળી આવી છે. જ્યારે કે પિનાકીન પટેલ અને મોહિત પટેલની શોધખોળ ચાલી રહી છે તેવું જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક જે.બી. ગઢવીએ જણાવ્યું હતું. અન્ય બે યુવાનો પિનાકીન પટેલ અને મોહિત પટેલની હજુ સુધી ભાળ નહિ મળતા હવે મંગળવારે સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે એમ પોલીસે જણવ્યું હતું.
ચારેય યુવાનોમાં પિનાકીન પટેલના પત્ની તાલાલાના વતની છે. તેથી પિનીકીન પટેલ ચારેય મિત્રો સાથે સસરાના ઘરે જવાનું કહીને ઘરથી નીકળ્યા હતાય પરંતુ તેઓ તાલાલા નહિ પહોંચતા પરિવારજનોએ ફોન કરતા એક સાથે ચારેય યુવાનોના ફોન બંધ આવતા હતા. જેથી જુનાગઢથી તાલાલા જતા તમામ રસ્તે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મોબાઈલ ટાવરના લોકેશન આધારે શોધખોળ કરી હતી અને જુનાગઢ શહેર ના અનેક સ્થળોના CCTV કેમેરાને પણ તપસ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે