હોળીની અનોખી પરંપરા: આ ગામની સ્ત્રીઓ પુરૂષોને શરીર પર સુંદર આકૃતિઓ પાડી કરે છે તૈયાર

દેશમા હોળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાય છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખુબ જ મહ્ત્વનો હોય છે. જેમા તેઓ મજૂરી અર્થે દુનિયાના છેડામાંથી પણ માદરે વતન આવી જાય છે અને હોળીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરે છે.

હોળીની અનોખી પરંપરા: આ ગામની સ્ત્રીઓ પુરૂષોને શરીર પર સુંદર આકૃતિઓ પાડી કરે છે તૈયાર

ઝી બ્યુરો/છોટા ઉદેપુર: હોળીનો તહેવાર આદીવાસીઓ માટે ખુબ મહત્વનો તહેવાર છે. જેમાં હોળીના બીજા દિવસથી તેઓ દરરોજ હોળીની ઉજવણી કરતા જોવા મળે છે અને ગામેગામ મેળાઓનું આયોજન કરાય છે. જેમા તેઓ પોતાની માનતા પૂરી કરે છે. જેના ભાગ રૂપે કવાંટ તાલુકાના રૂમડીયા ગામે ગોળ ફેરીયાનો અનોખો મેળો યોજાય છે.

દેશમા હોળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાય છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખુબ જ મહ્ત્વનો હોય છે. જેમા તેઓ મજૂરી અર્થે દુનિયાના છેડામાંથી પણ માદરે વતન આવી જાય છે અને હોળીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરે છે. આ હોળીના તહેવારમાં તેઓ વિવિધ રીતે ઉજવણી કરે છે અને હોળી પછી પાંચ દિવસ સુધી તેઓ મેળામા આનંદ અને ઉલ્લાસ પૂર્વક ભાગ લે છે જ્યારે કેટલાક આદિવાસીઓ પોતાની માનતાઓ પૂરી કરવા માટે પણ આ મેળામા જાય છે અને પોતાની માનતા પૂરી કરે છે. 

આ મેળામાં આદીવાસી સમાજની મહિલાઓ પારંપરીક દરેક ગામના અલગ કલરના વસ્ત્રો પહેરીને અને સાથે સાથે ચાંદીના ઘરેણાં પહેરીને મેળામાં આવે છે. આ મેળામાં નવયુવાનો અને યુવતીઓ રંગબેરંગી પોશાક પહેરીને આવતા જાણે રંગોળી જેવા દ્રશ્યો જોવા મળે છે. આ મેળામાં મોટાભાગના પુરુષો આદિવાસી સમાજનો ડ્રેસ પહેરીને જ આવતા દેખાય છે. જેમા ઘણી ઠેકાણે ચૂલનો મેળો ભરાય છે. જ્યારે કોઇ ઠેકાણે ભંગૂરીયાનો મેળો યોજાય છે તો કોઇક ઠેકાણે ઘેરનો મેળો યોજાય છે. 

પરંતુ કવાંટ તાલુકાના રૂમડીયા ખાતે અનોખો ગોળ ફેરીયાનો મેળૉ યોજાય છે જે લગભગ 200 વર્ષથી ભરાતો હોવાનું અહીના લોકો જણાવી રહ્યા છે. જેમા જિલ્લાના મોટાભાગના આદિવાસીઓ આવે છે અને આનંદ ઉલ્લાસ સાથે મેળાનો આનંદ લે છે. જ્યારે કેટલાક આદિવાસીઓ પરંપરા જાળવવા માટે અવનવી વેશભૂષા ધારણ કરીને મેળાનો આનંદ લે છે. જ્યારે કેટલાક લોકો પોતાની માનતાઓ પૂરી કરે છે. અને અહીના આદીવાસીઓ આ મેળાને લઇને ગામમાં એકબીજામા એકતા ટકી રહેતી હોવાનું માની રહ્યા છે.

રૂમાડીયા ખાતે યોજાતા ગોળ ફેરીયાના મેળામા એક માંડવો બનાવવમા આવે છે. જેના ઉપર એક સાગના લાકડાનુ થડ વર્ષોથી રોપવામા આવે છે. જેના પર એક પાગડી (માંડવા પર બનાવવામા આવતુ ગોળ ફેરવવા માટેનુ લાકડુ) બનાવવામાં આવે છે અને તેના પર એક દોરડા વડે માનતા રાખેલા લોકો આવીને પોતાની માનતા પૂરી કરવા માટે ગોળ ફેરી ફેરવવામા આવે છે જેમા એક ચોક્કસ ગોત્રના લોકો જ ફેરી ફેરવે છે અને તેઓની માનતા પૂરી કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news