પેપરલીક કાંડ: મુખ્ય સૂત્રધારે આ હોટલના રૂમમાં બેસીને બનાવ્યો પેપરલીકનો પ્લાન, CCTV ફૂટેજ આવ્યા સામે...

વડોદરામાં કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે. સ્ટેકવાઈઝ ટેકનોલોજી સેન્ટરમાં પેપર ફૂટવાના મામલે ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા ઈસમોના CCTV બહાર આવ્યાં છે.

પેપરલીક કાંડ: મુખ્ય સૂત્રધારે આ હોટલના રૂમમાં બેસીને બનાવ્યો પેપરલીકનો પ્લાન, CCTV ફૂટેજ આવ્યા સામે...

Gujarat Junior Clerk Paper Leak: આજે પંચાયતની પરીક્ષા રદ્દ થતા અનેક અનેક ઉમેદવારના સપના રોળાયા છે. ગુજરાતભરના લાખો બેરોજગારોના ભવિષ્ય પર ફરી પેપર લીક કરનારા એ ભવિષ્ય પણ ફોડી નાખ્યું છે. ત્યારે પેપરલીક કાંડના મુખ્ય સૂત્રધાર જ્યાં રોકાયો હતો ત્યાં ઝી 24 કલાક પહોંચ્યું છે. પ્રદીપ નાયક અને નરેશ મોહંતી જ્યાં રોકાયા હતા તે હોટેલના દ્રશ્યો ઝી 24 કલાક પર દર્શાવી રહ્યા છીએ. 

આ ઘટનામાં માહિતી મળી રહી છે કે બંને લોકો ગઈકાલે રાત્રે આવ્યા હતા અને હોટલમાં રોકાયા હતા. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા રાત્રે 1.30 વાગ્યા પછી બનેની અટકાયત કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કનુ પેપર લીક કરનારા 2ની વડોદરાથી અટકાયત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રદીપ નાયક અને મહેશ મોહંતીની પોલીસે અટકાયત કરી છે. બન્ને આરોપી ગઈ કાલે રાત્રે વડોદરામાં આવેલી હોટલ અપ્સરામાં પહોંચ્યા હતા. આરોપી ગઈકાલે રાત્રે 9 વાગ્યે હોટલ અપ્સરામાં પહોચ્યા હતા. હોટલના રૂમ નંબર 4માં બન્ને આરોપી રોકાયા હતા. હોટલ અપ્સરા ખાતે  ZEE 24 કલાકની ટીમ પહોંચી હતી. આરોપીઓની રાત્રે 1.30 વાગ્યા બાદ પોલીસે અટકાયત કરી હતી અને પોલીસે હોટલનું DVR અને રજીસ્ટર જપ્ત કર્યુ. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 29, 2023

ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી
વડોદરામાં કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે. સ્ટેકવાઈઝ ટેકનોલોજી સેન્ટરમાં પેપર ફૂટવાના મામલે ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા ઈસમોના CCTV બહાર આવ્યાં છે. એટીએસ 15 લોકોને લઈને જઈ રહી હોવાના CCTV સામે આવ્યાં છે. રાત્રે 2.21 વાગ્યે એટીએસ આરોપીઓને લઈને રવાના થઈ હતી. સંચાલક ભાસ્કર ચૌધરી સહિત 15 લોકોની ATS દ્વારા અટકાયત કરવામાં છે. 15 પૈકી 12 લોકોની પેપર લાઈક કૌભાંડમાં સંડોવણી બહાર આવી છે.

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. ATSએ આ કેસમાં 15 શકમંદોની પણ ધરપકડ કરી છે. આરોપીઓના કનેક્શન અનેક રાજ્યો સાથે જોડાયેલા હોવાની આશંકા છે.

પોલીસની પાંચ ટીમો વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેકેટમાં સંડોવાયેલા વધુ શકમંદોને પકડવા માટે પોલીસની પાંચ ટીમો મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આજે સવારે GPSSB સેક્રેટરીએ એક નિવેદન બહાર પાડીને પેપર લીક થવાના કારણે પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. બોર્ડે પેપર લીકની જાહેરાત કરી અને ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર ન આવવા અપીલ કરી ત્યાં સુધીમાં ઘણા લોકો આવી ચૂક્યા હતા.

કોચિંગ સેન્ટરમાંથી ઘણા પ્રશ્નપત્રો મળી આવ્યા
તપાસ દરમિયાન પોલીસને કોચિંગ સેન્ટરમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને કેટલાક ઉમેદવારોના ચૂંટણી કાર્ડ સાથે કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ મળ્યા હતા. પોલીસની તપાસમાં કોચિંગ સેન્ટરમાંથી ઘણા જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news