રાજ્યમાં નવા 16 પોલીસ સ્ટેશનો, 7 નવી આઉટ પોસ્ટ પોલીસ ચોકીને મંજૂરી અપાઈ
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ :રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા પોલીસ સ્ટેશનના વધુ સુવિધાયુક્ત બનાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની કાયદો અને વ્યવસ્થાને વધુ મજબત કરવા 11 જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશનોને મંજૂરી આપવામાં આવે છે. રાજ્યમાં નવા 16 પોલીસ સ્ટેશનોને મંજૂરી અપાઈ છે. 8 જિલ્લામાં 8 PSI કક્ષાના પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવ્યા છે. 7 જિલ્લાઓમાં નવી 7 આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓને મંજૂરી આપવામાં આવી હતી. બીજા તબક્કામાં 10 જિલ્લાના 10 PSI કક્ષાના પોલીસ સ્ટેશનો અપગ્રેડ કરાશે. કુલ 11 જિલ્લાના 16 નવા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.
ક્યાં નવા પોલીસ સ્ટેશન બનશે
- અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર અને કેરાળા જી.આઇ.ડી.સી.
- કચ્છ પશ્વિમ
- ભૂજના મુન્દ્રા તાલુકાના પ્રાગપર
- માધાપર અને માંડવી કોડાયા
- છોટાઉદેપુરના ઝોઝ (બારીયા તરફ આવેલા)
- જુનાગઢના સાસણગીર
- દાહોદના બી-ડિવીઝન
- પાટણના સરસ્વતી
- ભાવનગરના મહુવા ગ્રામ્ય
- મહીસાગરના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન અને લુણાવાડ પોલીસ સ્ટેશન
- સુરત ગ્રામ્યમાં બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન
- સુરત શહેરમાં અડાજણ ખાતે નવું પાલ પોલીસ સ્ટેશન
- ચોક બજાર નવું સીંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન
- સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના ધજાળા ગામે
ગુજરાતમાં પણ ‘સુપર 30’ના આનંદ કુમારની જેવા શિક્ષક, ગરીબ વિદ્યાર્થીઓ માટે ખર્ચે છે પોતાની બધી આવક
કયા પોલીસ સ્ટેશન અપગ્રેડ કરાયા
- અમદાવાદ ગ્રામ્યના બાવળા ટાઉન
- અમરેલીના બાબરા
- આણંદના ખંભાત રૂરલ
- કચ્છ પશ્વિમ
- ભૂજના નખત્રાણા
- ખેડા-નડિયાદના મહેમદાવાદ
- ગાંધીનગરના માણસા
- વડોદરા રૂરલના વાઘોડીયા પોલીસ સ્ટેશન
- સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન
નવી આઉટ પોસ્ટ
- અમદાવાદ ગ્રામ્યમાં હાસલપુર
- આણંદમાં કરમસદ
- ગીર સોમનાથમાં પ્રાચી
- તાપી-વ્યારામાં ખરેડી
- બોટાદમાં સારંગપુર
- રાજકોટ ગ્રામ્યમાં ખોડલધામ
- સાબરકાંઠા જિલ્લામાં સિવિલ હોસ્પીટલ ચોકી
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે