PI અજય દેસાઇનું આખુ જીવન ફિલ્મી, બાળપણ ઝુંપડપટ્ટીમાં PSI બન્યા બાદ રંગીન અને વૈભવી જીવન
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : સ્વીટી મર્ડર કેસમાં હાલ પોલીસ કસ્ટડીમાં રહેલા પીઆઈ અજય દેસાઈની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઇલ જોઇને કોઇ પણ અંજાય જાય. જો કે તેના અભ્યાસ દરમિયાનની સ્ટોરી ખુબ જ પ્રેરક છે. હાલમાં બે પત્ની સાથેના સંબંધ અને ત્યાર બાદ સ્વીટીની હત્યાને કારણે જ લોકો તેને જાણે છે. જો કે તેનું બાળપણ ખુબ જ સંઘર્ષમાં વીત્યું હતું. પીએસઆઇ તરીકે પોસ્ટિંગ મેળવીને અજય દેસાઈએ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં નોકરી કરી છે. ત્યાર બાદ પીઆઇ તરીકેનું પ્રમોશન મળ્યા બાદ પણ અનેક સ્થળે કામગીરી કરી છે.
અજય ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતો હતો. તેણે અમદાવાદના વાડજની ઝૂંપડપટ્ટીમાં બાળપણ વિતાવ્યું. પોતે તથા તેના ભાઈ-બહેનોએ સરકારી શાળામાં જ ભણતર મેળવ્યું. ખુબ જ સંઘર્ષ કરીને તેણે અભ્યાસ પુર્ણ કર્યા બાદ સરકારી પરીક્ષાની તૈયારીઓ આરંભી. ત્યાર બાદ પીએસઆઇની પરીક્ષા પાસ કરીને પોસ્ટિંગ મેળવ્યું.
અજય દેસાઈની દેખાતી હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલથી કોઈપણ વ્યક્તિ અંજાઈ જાય. તેને જાણનારા લોકો કહે છે કે, તેની બોલવાની છટા અને વિવિધ વિષયો અંગેનું જ્ઞાન કોઈપણ વ્યક્તિને આંજી દેવા માટે પૂરતું હતું. પોતાના કરિયરમાં તેણે ઘણાં સારાં પોસ્ટિંગ પર કામ કર્યું છે. અનેક મહત્વના કેસ પણ ઉકેલ્યાં છે. તે અમદાવાદ જિલ્લા અને ગાંધીનગર જિલ્લામાં મહત્ત્વની જગ્યા પર કામ કરી ચૂક્યો છે. અજય દેસાઈની નજીકની ગણાતી વ્યક્તિના જણાવ્યા અનુસાર અજયનો પરિવાર હાલ અમદાવાદના શાસ્ત્રીનગર ખાતે જ રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે