Tokyo Olympics 2020 : PV Sindhu Olympic ગોલ્ડ મેડલથી માત્ર બે ડગલાં દૂર, જાપાની ખેલાડીને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી

ટોકિયો ઓલિમ્પિકનો આજે 8મો દિવસ છે. આજનો દિવસ ભારત માટે ખાસ છે. Tokyo Olympics ભારતીય મહિલા હોકી ટીમનું ચક દે ઈન્ડિયા! ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમે જીત મેળવ્યાં બાદ પુરુષ હોકી ટીમે પણ શાનદાર જીત હાંસલ કરી. ઓલિમ્પિકના ગ્રૂપ સ્ટેજમાં મેન્સ હોકી ટીમે શાનદાર રમત દર્શાવી. અને પુલ એ ની પોતાની છેલ્લી મેચમાં જાપાનને 5-3 થી હરાવી દીધું. આ સાથે જ ભારતની આ ચોથી જીત છે. ભારતીય ટીમે સ્પેન, ન્યૂઝીલેંડ, અર્જેટીનાને પણ આ પહેલાં હરાવ્યું હતું. જાપાન સામેની મેચમાં ભારત તરફથી બે ગોલ ગુરજંત, બે ગોલ હરમનપ્રીત સિંહ અને એક ગોલ નીલકાંતા શર્માએ કર્યો હતો.

Tokyo Olympics 2020 : PV Sindhu Olympic ગોલ્ડ મેડલથી માત્ર બે ડગલાં દૂર, જાપાની ખેલાડીને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી

ટોકિયો: ટોકિયો ઓલિમ્પિકનો આજે 8મો દિવસ છે. આજનો દિવસ ભારત માટે ખાસ છે. બેડમિન્ટન સ્ટાર PV Sindhu Olympic ગોલ્ડ મેડલથી માત્ર બે ડગલાં દૂર છે. આજે રમાયેલી કર્વાટર ફાઈનલમાં શાનદાર રમત દર્શાવીને જાપાની ખેલાડી યામાગુચીને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી છે પીવી સિંધુ. આ સાથે પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે એક મેડલ પાક્કો કરી દીધો છે. સિંધુ આ ઓલિમ્પિકમાં શરૂઆતથી જ જબરદસ્ત આત્મ વિશ્વાસ સાથે રમત રમતી દેખાઈ રહી છે. એ જ કારણછેકે, પ્રતિસ્પર્ધી તેની સામે ખુબ ઝડપથી પરાસ્ત થઈ જાય છે. ક્વાર્ટર ફાઇનલમાં 21-13, 22-20 થી પીવી સિંધુએ જીત હાંસલ કરી છે.

સિંધુ ડિફેંસ અને અટૈક બન્નેમાં માસ્ટરક્લાસ બતાવી રહી છે. એક બે રૈલિયોને છોડીને યામાગુચી સિંધુ સામે ખુબ જ મુશ્કેલી ફેસ કરતી જોવા મળી. સિંધુ રૈલિયોમાં પોતાનો સમય લઈ રહી છે. ભારત માટે સૌથી ખુશીના સમાચાર એ છેકે, સિંધુ હવે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. સિંધુ પાસે ભારતને ગોલ્ડ મેડલની મોટી આશા છે. અગાઉ પીવી સિંધુ વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં પણ સેમીફાઈનલમાં પહોંચી હતી. સિંધુએ સતત બીજીવાર ઓલિમ્પિકમાં સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમે જીત મેળવ્યાં બાદ પુરુષ હોકી ટીમે પણ શાનદાર જીત હાંસલ કરી. ઓલિમ્પિકના ગ્રૂપ સ્ટેજમાં મેન્સ હોકી ટીમે શાનદાર રમત દર્શાવી. અને પુલ એ ની પોતાની છેલ્લી મેચમાં જાપાનને 5-3 થી હરાવી દીધું. આ સાથે જ ભારતની આ ચોથી જીત છે. ભારતીય ટીમે સ્પેન, ન્યૂઝીલેંડ, અર્જેટીનાને પણ આ પહેલાં હરાવ્યું હતું. જાપાન સામેની મેચમાં ભારત તરફથી બે ગોલ ગુરજંત, બે ગોલ હરમનપ્રીત સિંહ અને એક ગોલ નીલકાંતા શર્માએ કર્યો હતો.

બીજી તરફ આર્ચરીમાં તીરંદાજ દીપિકા કુમારી આજે ભારત તરફથી ઓલિમ્પિકમાં કર્વાટર ફાઈનલ મેચ રમી. દીપિકાનો મુકાબલો કોરિયાની સાન અન સાથે હતો. તીરંદાજીની મહિલા વ્યક્તિગત ગેમમાં શરૂઆતથી જ કોરિયાની ખેલાડીનું પલડું ભારે રહ્યું હતું. આખરે અર્ચરીની ક્વાર્ટર ફાઇનલમાં દીપિકા કુમારીની 6-0 થી હાર થઈ ગઈ. આ સાથે જ ભારતનું મેડલનું સપનું પણ રોળાયું. અને દીપિકા ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં આવીને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ.

ભારતની મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં અપાવી ચક દે...ની યાદ. આયરલેંડ સામેની મેચમાં ભારતી મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરીને છેલ્લી ઘડી રસાકસી ભર્યા મુકાબલામાં જીત હાંસલ કરી લીધી છે. આ સાથે જ હવે ભારતીય મહિલા હોકી ટીમે કર્વાટર ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જીત બદલ ચારેય તરફથી મહિલા હોકી ટીમને અભિનંદન મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છેકે, આયરલેંડ સામેની મેચમાં પહેલાં 3 કર્વાટર સુધી બન્ને ટીમો એક પણ ગોલ નહોંતી કરી શકી. ત્યાર બાદ સેકન્ડ હાફમાં સારું પ્રદર્શન કરીને ભારતે આ મુકાબલો જીતી લીધો છે.

Tokyo Olympics નો આજે 8મો દિવસ છે. ગઈકાલે ગુરુવારે બોક્સિંગમાં મેરીકોમની હારથી ભારતના ખેલપ્રેમીઓને ઘણી નિરાશા થઈ હતી. જોકે, આજે શુક્રવારે સારી શરૂઆત થઈ છે. બોક્સિંગમાં લવલીના કર્વાટર ફાઈનલ ચીનની બોક્સરને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી ભારત માટે એક મેડલ પાક્કો કરી લીધો છે.

બોક્સર લવલીનાએ રચ્યો ઈતિહાસ
બોક્સિંગમાં ભારતની બોક્સર લવલીના બોરગોહેને ઈતિહાસ રચી નાખ્યો છે. તે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ ભારત માટે એક મેડલ પાક્કો થઈ ગયો છે. લવલીનાએ મહિલા 69 કિલો વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની નિએન ચિન ચેનને 4-1થી હરાવી. 

શૂટિંગમાં નિરાશા
રાહી સરનોબલ અને મનુ ભાકર મહિલાઓની 25 મીટર પેસ્તોલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં હાર્યા. તેઓ ફાઈનલ માટે ક્વોલિફાય કરી શક્યા નહીં. 

 

સ્પીલચેઝ સ્પર્ધામાં અવિનાશ સાતમા નંબરે
અવિનાશ સાબલેએ પુરુષોની 3000 મીટર સ્ટીપલ ચેઝ સ્પર્ધામાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. તેમણે હીટ 2ના રાઉન્ડમાં 8:18:12 સમય સાથે 7માં સ્થાન પર રહ્યા. અવિનાશ 1000 મીટર પૂરી થયા ત્યાં સુધી છઠ્ઠા નંબરે હતા. 2000 મીટર પૂરી થયા બાદ તેઓ એક સ્થાન સરકી ગયા અને સાતમા નંબરે પહોંચી ગયા. ઓવરઓલ તેઓ સાતમા નંબરે રહ્યા. તેમણે આ સમય સાથે રાષ્ટ્રીય રેકોર્ડ તો બનાવ્યો પણ ફાઈનલમાં જગ્યા બનાવી શક્યા નહીં. 

દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલમાં
તીરંદાજીમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. તીરંદાજ દીપિકા કુમારી રશિયા ઓલિમ્પિક સમિતિની સેનિયા પેરોવાને શૂટઓફમાં હરાવીને કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે. દીપિકાએ આ રોમાંચક મુકાબલો 6-5થી જીત્યો. શૂટઓફમાં સેનિયા 7 ઉપર જ નિશાન લગાવી શકી જ્યારે દીપિકાએ 10 પર નિશાન લગાવ્યું. દીપિકાએ પહેલો અને ત્રીજો સેટ જીત્યો હતો. જ્યારે સેનિયાએ બીજો અને પાંચમો સેટ કબજે કર્યો હતો. 

રાહીલ સરનોબતે નિરાશ કર્યા
રાહી સરનોબતે નિરાશ કર્યા છે. રેપિજ રાઉન્ડમાં હાલ તે 31માં સ્થાન પર છે. તેણે 96, 94, 96 અંક મેળવ્યા. 

શૂટિંગ
મહિલા 25 મીટર પિસ્તોલ ક્વોલીફિકેશન રેપિડ, સવારે 5.30 કલાકે
ફાઇનલઃ સવારે 10.30 કલાકે
ખેલાડી રાહી સરનોબત અને મનુ ભાકર. 

આર્ચરી (વ્યક્તિગત સ્પર્ધા)
ખેલાડીઃ દીપિકા કુમારી, 1/8 રાઉન્ડ, સવારે 6 કલાકે.

એથ્લેટિક્સ
અવિનાશ સાબલે, પુરૂષ 300 મીટર સ્ટીપલચેસ, રાઉન્ડ-1, હીટ-2, સવારે 6.17 કલાકે. 

એમપી બાજિર, પુરૂષ 400 મીટર હર્ડલ્સ, રાઉન્ડ-1, હીટ-5 સવારે 8.27 કલાકે. 

દુતી ચંદ, મહિલા 100 મીટર, રાઉન્ડ-1 હીટ, સવારે 8.45 કલાકે. 

મિક્સ્ડ ચાર ગુણા 100 મીટર રિલે રેસ, રાઉન્ડ-1 હીટ-2, સાંજે 4.42 કલાકે. 

બેડમિન્ટન મહિલા
સિંગલ્સ, ક્વાર્ટર ફાઇનલ બપોરે 1.15 કલાકે- પીવી સિંધુ.

બોક્સિંગ
મહિલા. અંતિમ 16, સવારે 8.18 કલાકે
ખેલાડી- સિમરનજીત કૌર

મહિલા, અંતિમ 16 સવારે 8.48 કલાકે
ખેલાડીઃ લવલીના બોરગોહેન.

ઘોડેસવારીઃ
ઇવેંટિન્ગ, ડ્રેસેજ પ્રથમ દિવસ. બીજુ સત્ર, બપોરે 2 કલાકે. 
ખેલાડી ફવાદ મિર્ઝા.

ગોલ્ફઃ
પુરૂષ વ્યક્તિગત સ્ટ્રોક પ્લે રાઉન્ડ-2, સવારે 4 કલાકે. 
ખેલાડીઃ અનિર્બાન લાહિડી અને ઉદનય માને. 

હોકીઃ
મહિલા ટીમ, પુલ-એ, સવારે 8.15 કલાકે, વિરુદ્ધ આયર્લેન્ડ.

પુરૂષ ટીમઃ પુલ-એ, બપોરે 3 કલાકે વિરુદ્ધ જાપાન.

સેલિંગઃ
પુરૂષ સ્કિફ 49ઈઆર રેસ, 7, 8 તથા 9, સવારે 8.35 કલાકે. 
ખેલાડીઃ કેસી ગણપતિ અને વરૂણ ઠક્કર

પુરૂષ લેઝર રેસ 9 તથા 10, સવારે 11.05 કલાકે. 
ખેલાડીઃ વિષ્ણુ સરવનન

મહિલા લેઝર રેડિયલ રેસ 9 તથા 10, સવારે 8.35 કલાકે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news