PM મોદીએ સ્વામીનારાયણ સંપ્રદાયને કરી 2 અપીલ, દર વર્ષે ગુજરાતના યુવકો નોર્થ ઈસ્ટ જાય એવું કેમ કહ્યું...
PM Modi Address In 75th Amrut Mahotsav of Swaminarayan Gurukul Rajkot Sansthan : રાજકોટમાં ગુરુકુળના અમૃત મહોત્સવમાં પીએમએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું સંબોધન... સ્વામિનારાયણ ગુરુકુળના 75 વર્ષની થઈ રહી છે ઉજવણી...
Trending Photos
PM Modi Address In 75th Amrut Mahotsav of Swaminarayan Gurukul Rajkot Sansthan ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં ગુરુકુળના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. સ્વામીનારાયણ ગુરુકુળને 75 વર્ષ પૂરા થયા છે. ત્યારે આ પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ અપીલ કરી કે, દર વર્ષે ઓછામાં ઓછા 100 યુવક પંદર દિવસ માટે નોર્થ ઈસ્ટ જાય. નાગાલેન્ડ, સિક્કીમ, ત્રિપુરા જેવા શહેરોમાં જાય. ત્યાંના યુવકોને મળે. ત્યાંથી આવીને અહી લખો. દર વર્ષે દોઢસો યુવકો 15 દિવસ માટે ત્યાં જાય. 75 વર્ષ પહેલા આપણા સંતોએ આ યાત્રાનો આરંભ કર્યો હતો. તમને ત્યા જઈને લાગશે કે કેવા હોનહાર યુવકો નોર્થ ઈસ્ટમાં છે. તેમની સાથે નાતો જોડાય તો દેશ માટે નવી તાકાત જોડાશે. તો સાથએ જ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ગુરુકુળના વિદ્યાર્થીઓ શેરી નાટકો કરે અને લોકોને જ્ઞાન આપે, જેમ મનુષ્યને વ્યસનથી મુક્તિ માટે અભિયાન ચલાવીએ છીએ. તેમ ધરતી માતાને કેમિકલથી મુક્તિનુ પ્રણ લેવડાવવા તમે પ્રયાસો કરો. તમારા માધ્યમથી વાત સરળતાથી પહોંચશે. આઝાદીના અમૃતકાળમાં ગુરુકુળ ઉજ્જવળ ભવિષ્ય માટે પર્યાવરણની રક્ષા માટે નવા વિચારોને લઈને ચાલી શકે છે. મને વિશ્વાસ છે કે, સ્વામીનારાયણ સંપ્રદાય પાસેથી મેં જ્યારે જે માંગ્યુ છે તે પુરુ કર્યું છે. આનાથી ભાવિ પેઢીનું જીવન સરળ થશે.
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, મારું સૌભાગ્ય રહ્યુ છે કે, આ ગુરુકુળના મૂળમાં ભગવાન સ્વામીનારાયણની પ્રેરણા રહી છે. પ્રવર્તનીય સદવિદ્યા, ભૂમિયત સુકૃતમ મહંત, અર્થાત સતવિદ્યાનો પ્રસાર... સંસારનું પવિત્ર કાર્ય છે. આ જ તો જ્ઞાન અને શિક્ષા પ્રતિ ભારતનું શાશ્વત સમર્પણ છે. જેના પાયામાં આપણી સભ્યતા છે. રાજકોટમાં ક્યારેક 7 વિદ્યાર્થી સાથે ગુરુકુળનો પ્રારંભ થયો હતો. આજે દેશવિદેશમાં તેની 40 શાખા છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં વિદ્યાર્થી આવે છે. 75 વર્ષમાં ગુરુકુળે છાત્રોના મનમસ્તિકને સિંચન કર્યું છે. જેથી તેમનો વિકાસ થઈ શકે. ગુરુકુળ પરંપરાએ દરેક ક્ષેત્રમાં દેશની મેઘાને પોષિત કર્યુ છે. ગુરુકુળની વિશેષતા બધા જાણે છે, તે આપણને પ્રભાવિત કરે છે. પહેલા અને આજે પણ ગુરુકુળ દરેક ગરીબ વિદ્યાર્થી પાસેથી એક દિવસની એક રૂપિયા ફી લે છે. તેનાથી ગરીબ વિદ્યાર્થીને શિક્ષણ મેળવવાનો રસ્તો સરળ બને છે.
ભારતના ગુરુકુળના ઈતિહાસને વર્ણવતા તેમણે કહ્યું કે, ભારતમાં જ્ઞાન જ જીવનનું સર્ચોચ્ચ હેતુ રહ્યો છે. નાલંદા અને તક્ષશિલા જેવા વિશ્વવિદ્યાલય ભારતની આ ગુરુશિષ્ય પરંપરાના પર્યાય હતા. ખોજ અને શોધ જીવન પદ્ધતિનો ભાગ હતા. ભારતના કણ કણમાં જે વિવિધતા છે, સાંસ્કૃતિક સમૃદ્ધિ છે, તે શોધના પરિણામ છે. આત્મતત્વથી પરમાત્મ તત્વથી આધ્યાત્મથી આયુર્વેદ સુધી, સોશિયલ સાયન્સથી સોલાર સાયન્સ સુથી, મેથ્સથી મીટિરિયોલોજી સુધી, શૂન્યથી અનંત સુધી આપણે દરેક ક્ષેત્રમાં શોધના નવા પરિણામ કાઢ્યા, ભારતે અંધકારથી ભરેલા યુગોમાંમ માનવતાના પ્રકાશની એ કિરણ આપી, જેનાથી આધુનિક વિશ્વ અને આધુનિક વિજ્ઞાનની યાત્રા શરૂ થઈ. ગુરુકુળની શક્તિએ વિશ્વને માર્ગ આપ્યો. જેન્ડર ઈક્વાલિટી જેવા શબ્દનો જન્મ પણ ન થયો હતો, ત્યારે આપણે ત્યા ગાર્ગી મૈત્રી જેવી વિદૂષીઓ શાસ્ત્રાક્ત કરતી હતી. લવકુશ સાથે આત્રૈયી પણ ભણી રહ્યા હતા. સ્વામીનારયણ ગુરુકુળ આ પુરાતન પરંપરાને આગળ વધારવા કન્યા ગુરુકુળની શરૂઆત કરી રહ્યું છે.
સુરતમાં તૈયાર થયેલ સ્વામિનારાયણ ગુરૂકુળના ભવનનું લોકાર્પણ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનાં હસ્તે કરાયું. ધર્મ જીવન હ્રદયમ્ ભવનનું લોકાર્પણ કરાયું. કન્યાઓ માટે તૈયાર કરવામાં આવેલ ગુરૂકુળના બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું અમૃત મહોત્સવમાં નિવેદન આપ્યું કે, ગુરૂકુળના પુનરૂદ્ધાર કરવાની કેમ જરૂર પડી. અંગ્રેજો દ્વારા ગુરૂકુળ બંધ કરાવવામાં આવ્યા હતા. જેને કારણે સંસ્કૃતિના પુનઃ સ્થાપન માટે ગુરૂકુળનું પુનઃ સ્થાપના કરવાની શરૂઆત થઈ હતી. શાસ્ત્રી મહારાજ દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી. ગુરુકુળમાં ભણેલા અનેક વિદ્યાર્થીઓ આજે એન્જિનિયર થયા છે. મોટી સંખ્યામાં સીએ થઈ દેશની સેવા કરે છે. ગુરુકુળમાં ભણીને અનેક ઉદ્યોગપતિઓ થયા. ગુરુકુળમાંથી ભણેલા વિદ્યાર્થીઓ પૈકી અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો ભરત બોઘરા પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે