પહેલા વાળી સરકાર હજુ હોત તો આજે દૂધ 300 રૂપિયે મળત, અમારી સરકારે મોંઘવારી પર કામ કર્યું: PM મોદી

PM મોદી આજે રાજકોટને અનેક વિકાસ કામોની ભેટ આપશે. સૌથી મહત્વની વાત એ છે કે, PM મોદીએ  હીરાસર ઈન્ટરનેશનલ એયરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત રાજકોટમાં કુલ 2033 કરોડના વિકાસ કામનું લોકાર્પણ કરશે.

પહેલા વાળી સરકાર હજુ હોત તો આજે દૂધ 300 રૂપિયે મળત, અમારી સરકારે મોંઘવારી પર કામ કર્યું: PM મોદી

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદી રાજકોટ પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રીના આગમનથી રાજકોટના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. હીરાસર એરપોર્ટથી રવાના થઈ નરેન્દ્ર મોદી રેસકોર્સ મેદાને સભાસ્થળે પહોંચ્યા છે. જ્યાં રાજકોટ અને સૌરાષ્ટ્રના નેતાઓ દ્વારા નરેન્દ્ર મોદીનું વિવિધ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. બાદમાં કેકેવી ચોક પર ફ્લાયઓવરબ્રિજ સહિત સૌરાષ્ટ્રના 2033 કરોડના કામોનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ Live:

  • કેમ છો બધા...
  • રાજકોટમાં કાર્યક્રમ હોય અને રજાનો દિવસના હોય અને ખાસ બપોરનો સમય હોય ત્યારે આટલી જનમેદની...આજે રજકોટે રાજકોટના તમામ વિક્રમ તોડી નાખ્યાં છે.
  • રાજકોટને બપોરે સુવા જોય
  • થોડાક દિવસ પહેલા વાવાઝોડું અને ભારે વરસાદે ઘણું નુકશાન પહોંચાડ્યું છે
  • છેલ્લા કેટલાય સમયથી રાજકોટને મે આગળ વધતા જોયું છે
  • રાજકોટમાં બધું હતું પરંતુ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટની કમી હતી
  • રાજકોટએ પ્રથમ વખત મને ધારાસભ્ય બનાવ્યો હતો
  • રાજકોટનો હંમેશા મારા ઉપર કર્જ રહેશે....
  • આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રાજકોટને ઉદ્યોગ શેત્રે ફાયદો થશે...
  • ભૂતકાળમાં હું જ્યારે એમ કહેતો કે મારે આ પ્રદેશને મીની જાપાન બનાવું છે ત્યારે મારી કેટલાય મજાક ઉડાવતા હતા પરંતુ આજે સાકાર કરી બતાવ્યું
  • ગરીબી રેખા ઘટી છે
  • ૧૩.૫૦લાખ લોકો ગરીબી રેખામાંથી બહાર નીકળ્યા છે..
  • ૨૦૧૪ પહેલા લોકોની ફરિયાદ હતી કે અમારે ક્યારે સારી કનેક્ટિવિટી મળશે...ક્યારે સારા રોડ રસ્તા મળશે....
  • આજે દેશના ૨૦ શહેરમાં મેટ્રો ટ્રેનનું નેટવર્ક ફેલાયેલું છે...
  • આજે ભારતની કંપનીઓને વિમાનના ઓર્ડર મળી રહ્યા છે...
  • એ દિવસ દૂર નથી કે ગુજરાત વિમાન બનાવશે ..
  • વીજળી બિલ ભરવા લાંબી લાઈનો,બેંકમાં લાઈનો ,વીમો ભરવામાં લાઈનો બધી જગ્યાએ લાંબી લાઈનો હતી...પરંતુ ડિજીટલ ઇન્ડિયા થી હવે બધું ઘરે બેઠા થાય છે
  • લોકોને ઘરનું ઘર મળે તે માટે અમારી સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી
  • ગુજરાતના ૬૦,૦૦૦ થી વધુ પરિવારે સબસિડી યોજનાનો લાભ લીધો...
  • અમારી સરકારે રેરા કાનૂન બનાવ્યો જેથી લોકોના લાખો રૂપિયા બચી રહ્યા છે..
  • ભ્રષ્ટાચારીઓએ પોતાની જમાતના નામ ફેરવી નાખ્યા...
  • પેહલા વાળી સરકાર હજુ હોત તો આજે દૂધ ૩૦૦રૂપિયા લિટરે મળત
  • અમારી સરકાર મોંઘવારી પર કેમ કાબુ લાવવો તે દિશામાં કામ કરી રહી છે
  • પહેલા બે લાખની કમાણીમાં ટેકસ લાગતો હતો જ્યારે આજે સાત લાખની કમાણીમાં ટેકસ લાગતો નથી...
  • દરેક ભારતીય અંદાજે એક મહિનામાં ૨૦ GB ડેટા વાપરે છે જ્યારે પહેલાની સરકાર હોત તો આ ૨૦ GB ડેટાના ૬હાજર રૂપિયા ચૂકવવા પડત
  • પહેલા દવાઓ પણ ખૂબ જ મોંઘી મળતી હતી..
  • આજે જનઔષધી કેન્દ્રમાં દવાઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળે છે.
  • રાજકોટમાં આટલી જનમેદની ઊમટી પડવા બદલ તેમજ તમને આંતર રાષ્ટ્રીય એરપોર્ટ મળવા બદલ આભાર વ્યક્ત કરું છું.

ભુપેન્દ્રભાઈ પટેલની સ્પીચ...

  • ૨૦૩૩કરોડ થી વધુના વિકાસના કામોની ભેટ મળશે..
  • વિકાસની રાજનીતિ કોને કહેવાય તેનું જીવતું જાગતું ઉદાહરણ વડાપ્રધાનના નેતૃત્વમાં દેખાઈ રહ્યું છે
  • દરેક શેત્રે વિકાસ થયો છે
  • રજકોટે વિશ્વ આખાને મહાન નેતાની ભેટ આપી છે
  • વડાપ્રધાન જેના ખાતમુહર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે
  • આંતર રાષ્ટ્રીય એરપોર્ટથી મોરબી ટાઇલ્સ જગત,જામનગરના બ્રાસ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ફાયદો થશે...
  • પાણીનો દુકાળ હવે સૌરાષ્ટ્ર માટે ભૂતકાળ બન્યો છે...

જ્યોતિરાદિત્ય સિંધિયાની સ્પીચ...

  • પ્રધાનમંત્રીએ કીધું હતું કે રાજકોટ મારી રાજકીય કારકિદીની પ્રથમ સ્કૂલ હતી
  • રાજકોટએ શમતાનું ભંડાર છે
  • પ્રધામંત્રીએ પાંચ થી છ વર્ષ પહેલાં વિચાર્યું હતું કે મારે રાજકોટને આંતરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ આપવું છે જે આજે સહકાર થયું...
  • ૨૦૧૪માં રાજકોટમાં ૫૬ ફ્લાઈટ મુમેન્ટ થતી હતી જે હાલમાં ૧૩૬ છે
  • આવનારા દિવસોમાં રાજકોટને વધુ ફ્લાઇટ મળશે
  • મોદી હે તો મુનકીન હૈ

બીજી બાજુ PM મોદીએ આજે રાજકોટને અનેક વિકાસ કામોની ભેટ આપી. સૌથી મહત્વની વાત એ છે કે, PM મોદીએ  હીરાસર ઈન્ટરનેશનલ એયરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત રાજકોટમાં કુલ 2033 કરોડના વિકાસ કામનું લોકાર્પણ કર્યું. સૌની યોજનાના લિંક-3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કર્યું. જેનાથી 1 લાખ લોકોને નર્મદાના પાણીનો લાભ મળશે. 52 હજાર એકર વિસ્તારને સિંચાઈનું પાણી મળશે. 

— ANI (@ANI) July 27, 2023

વિકાસકામના લોકાર્પણ બાદ PMની રાજકોટમાં જાહેરસભાને સંબોધશે. જાહેરસભામાં 1 લાખ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્સમાં ચાર ડોમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જ્યાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો,સાંસદો રાજ્ય સરકારના મંત્રીઓ ઉદ્યોગપતિઓ વેપાર જગતના અલગ અલગ સંગઠનના આગેવાનો અહીં ઉપસ્થિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news