PM મોદીનું Mission Life! નર્મદા કાંઠે 120 દેશોના રાજદૂતોની હાજરીમાં આપી અનેક યોજનાઓની ભેટ

Mission Life: યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ મિશન લાઇફના લોન્ચિંગ પ્રસંગે પીએમ મોદી સાથે જોડાયા. પીએમ મોદી તાપીના વ્યારા ખાતે વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ.

PM મોદીનું Mission Life! નર્મદા કાંઠે 120 દેશોના રાજદૂતોની હાજરીમાં આપી અનેક યોજનાઓની ભેટ

જયેશ દોશી, નર્મદાઃ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગુજરાતમાં પીએમ મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી ગુરુવારે ગુજરાતના કેવડિયા ખાતે મિશન લાઈફની શરૂઆત કરશે. વડાપ્રધાન કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં હાજરી આપશે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ ગુજરાતના કેવડિયાના એકતા નગરમાં મિશન લાઇફ (પર્યાવરણ માટે જીવનશૈલી) પુસ્તિકા, લોગો અને ટેગલાઇનના લોન્ચિંગમાં પીએમ મોદી સાથે જોડાશે. આ સાથે પીએમ મોદી તાપીના વ્યારા ખાતે 1970 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુંકે, એસીનું ટેમ્પરેચર પણ વાતાવરણને અસર કરતું હોય છે. બીજી બાજુ જીમમાં જનારા લોકો ગાડી લઈને જીમમાં જાય છે. એના બદલે તેઓ ચાલતા જીમમાં કે ગાર્ડનમાં જતા હોય તો એનાથી પણ એનર્જી બચાવી શકાય. અને પર્યાવરણમાં થતા પ્રદુષણને પણ અટકાવી શકાય.

Mission LiFE શું છે?
2021માં ગ્લાસગોમાં COP26 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિયાન શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીને પર્યાવરણને બચાવવા માટે આંદોલનમાં જોડાવા વૈશ્વિક નેતાઓને આહ્વાન કર્યું હતું. આજે આ જીવન મિશન શરૂ કરવામાં આવશે.

 

 

પીએમ મોદીએ સવારે 9:45 કલાકે કેવડિયા ખાતે મિશન લાઇફ લોન્ચ કર્યું. 12 વાગ્યે કેવડિયા ખાતે મિશન પ્રમુખોની 10મી કોન્ફરન્સમાં ભાગ લેશે. આ દરમિયાન 120 દેશોના રાજદૂતો હાજર રહેશે. પીએમ મોદી તાપી જિલ્લાના વ્યારા ખાતે બપોરે 3.45 કલાકે રૂ. 1970 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદીની સાથે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ ગુજરાતના કેવડિયાના એકતા નગરમાં મિશન લાઈફ (પર્યાવરણ માટે જીવનશૈલી)માં ભાગ લેશે. આ દરમિયાન, બુકલેટનો લોગો અને ટેગલાઈન લોન્ચ કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે થી મિશન લાઈફની શરૂઆત કરી. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસ પણ હાજર રહ્યાં. આ સાથે પીએમ મોદી આજના દિવસે ગુજરાત માટે ઘણી વિશેષ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news