દ્વારકાધીશ મંદિરમાં ફરી અન્ય જગ્યાએ ધજા ફરકાવાઈ, જાણો કેમ લેવાયો આ નિર્ણય

Dwarkadhish Temple : વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના જગત મંદિરે વૈકલ્પિક સ્થળે ધજા ચડાવવામાં આવી... વરસાદી વાતાવરણમાં આકસ્મિક બનાવ ન બને તે માટે વૈકલ્પિક સ્થળે ધજા ચડાવવામાં આવી

દ્વારકાધીશ મંદિરમાં ફરી અન્ય જગ્યાએ ધજા ફરકાવાઈ, જાણો કેમ લેવાયો આ નિર્ણય

Gujarat Temples : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરમાં રોજ લાખો ભક્તો દર્શન કરે છે. આ પૌરાણિક મંદિરમાં ધજા ચઢાવવાનું અનેરુ મહત્વ હોય છે. અહી મંદિરના શિખર પર રોજ 5 ધજા ચઢતી હોય છે, જે અબોટી બ્રાહ્મણો દ્વારા ચઢાવાય છે. પરંતુ આ વર્ષે વરસાદને કારણે દ્વારકાધીશની ધજા ચઢાવવાના નિયમોમાં અનેક બદલાવ આવી રહ્યાં છે. આજે ફરી દ્વારકાના જગત મંદિરમાં વૈકલ્પિક જગ્યાએ ધજા ચડાવાઈ છે. વરસાદી માહોલ વચ્ચે અન્ય જગ્યાએ ધજા ચડાવવામાં આવી છે. વરસાદની પરિસ્થિતિ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ આકસ્મિક બનાવ ન બને તે માટે અન્ચ જગ્યાએ ધજા ચડાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે બિપોરજોય વાવાઝોડું અને ત્યાર બાદ સતત વરસાદને કારણે ધજા ચઢાવવાના નિયમોમાં અનેક બદલાવ કરાયા છે. 

આ વૈકલ્પિક જગ્યા પર કાયમ ચઢે છે ધજા
દ્વારકા મંદિરના શિખરની ટોચ પર દિવસની 5 ધજા ચઢતી હોય છે. આ ટોચની ઊંચાઈ લગભગ 150 ફૂટ જેટલી છે. જ્યારે કે, વૈકલ્પિક જગ્યાએ એટલે શિખરથી લગભગ દોઢ ફૂટ નીચે એક સ્તંભ આવેલો છે. આ સ્તંભ પર ધજા લગાવવામાં આવે છે. તેના પર અબોટી બ્રાહ્મણ ચઢીને મંદિરના શિખરના લેવલથી નીચે ધજા ચઢાવે છે. કારણ કે, શિખર પર ખરાબ વાતાવરણ પર ધજા ચઢાવવું મુશ્કેલ છે. તેથી ખરાબ હવામાનમાં સ્તંભ પર ધજા ચઢાવાય છે. 

રોજ 5 ધજા ચઢે છે 
દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને પાંચ ધજા ચઢે. નિયમિત સમયે મંદિરમાં પાંચ ધજા ચઢતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડીઓ હોય છે કે મશીનના દ્વારા મંદિર પર ધજા લહેરાવાય છે. પરંતુ દ્વારકા મંદિરનું એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનુ કામ કરે છે. 

અબોટી બ્રાહ્મણો ચઢીને જ ધજા ચઢાવે છે
જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચઢાવવાનુ કામ કરે છે, તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ એક પ્રકારનું મોટુ સાહસ છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ચઢીને ધજા ચઢાવવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછુ નથી. મંદિરના સીધા શિખર પર કપરા ચઢાણ કરવા પડે છે. છતાં ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ વરસતો હોય, આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનુ ક્યારેય ચૂકતા નથી. પરંતુ આ આ કામમાં મોટુ જોખમ રહેલું છે. ખાસ કરીને ચોમાસું અને ભારે પવન હોય ત્યારે. જોકે, આવા સમયે પણ પ્રથા તો બંધ કરાતી જ નથી. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનુ ચૂક નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. વરસાદ વધુ હોય કે પવન તેજ હોય તો પણ ધજા તો ચઢે છે. પરંતુ તેની ઊંચાઈ કરતા ઓછી હાઈટ પર ચઢાવાય છે. જેથી અબોટી બ્રાહ્મણનો જીવ જોખમાય નહિ. 150 ફૂટના શિખર પર આવા સમયે થોડી નીચે એટલે કે 20 ફૂટના અંતરે ધજા ચઢાવાય છે. 

આ વિશે દ્વારકા મંદિરના પૂજારી દીપકભાઈ રમણીકભાઈ પૂજારી કહે છે કે, દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ ધજા ચઢાવવા જેવો કોઈ શબ્દ જ નથી. કારણ કે, પરંપરા મુજબ ધજા વર્ષોથી ધજા ચઢે જ છે. અડધી કાઠી એટલે કંઈ બન્યુ હોય તો આવો શબ્દ વપરાત. પરંતુ દ્વારકા મદિરમાં જે ધજા અડધે ચઢે છે તેને અડધી પાટલીએ પાટલીએ ધજા કહેવાય છે. લોકો તેનુ અર્થઘટન ખોટુ કરે છે. ધજા ચઢે તો છે પણ પાંચ ફૂટ નીચે છે. કારણ કે, ધજા ચઢાવવા ન તો કોઈ સીડી છે, ન તો કોઈ સાધન છે. અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે 150 ફૂટ ઊંચે ચઢે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. 

તેમની આસ્થા છે કે તેઓ પાતાના હાથથી ધજા ચઢાવે છે. અત્યાર સુધી માત્ર એક જ વાર અકસ્માત થયો હતો કે, ધજા ચઢાવતા સમયે બ્રાહ્મણ નીચે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને સેફ્ટીના સાધનો પણ આપવામા આવ્યા છે. છતા એ લોકો કોઈ સેફ્ટીનો ઉપયોગ કરતા નથી. કારણ કે તેઓ માને છે કે, પ્રભુ તેમની રક્ષા કરે છે. માત્ર એક જ વાર અકસ્માત થયો છે. તે જોખમી કહેવાય, પણ વિષય આસ્થાનો છે. પરંપરા અટકતી નથી, ગમે તેવા તોફાનમાં પણ દિવસે પાંચ દિવસ ધજા નિયમિત ચઢે જ છે. ધજા ચઢાવતા સમયે અબોટી બ્રાહ્મણ લસરી ન જાય તે માટે થોડી નીચે ધજા ચઢાવાય છે. લોકો અડધી કાઠીથી ખોટુ અર્થઘટન કરે છે તેવુ કહેતા તેઓ જણાવે છે કે, દ્વારકા મંદિર માટે અડધી કાઠીએ ધજા એ શબ્દ યોગ્ય ન કહેવાય. આ શબ્દ સોશિયલ મીડિયાથી ફેલાયો છે. જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય છે. 2001 માં આવેલા ભૂકંપ અને ગત વર્ષે તૌકતે સમયે પણ મંદિરમાં ધજા તો ચઢી જ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news