હવે ગુજરાતનો વારો! PM મોદી આગામી સપ્તાહે ગુજરાત BJP ના કાર્યકરો સાથે કરશે વર્ચ્યુઅલી ચર્ચા

આ ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. હવે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે અને તેઓ નવા જુસ્સા સાથે કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકશે.

હવે ગુજરાતનો વારો! PM મોદી આગામી સપ્તાહે ગુજરાત BJP ના કાર્યકરો સાથે કરશે વર્ચ્યુઅલી ચર્ચા

Brijesh Doshi/અમદાવાદઃ દેશમાં ચૂંટણીઓની મોસમ આવી ગઈ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાથે 5 રાજ્યોમાં ચૂંટણી બ્યૂંગલ ફૂંકાઈ ગયું છે. તમામ પાર્ટીઓએ પોતાની રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નજર સતત બીજીવાર સત્તા મેળવવાની છે. તો સમાજવાદી પાર્ટી પણ સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરશે. ત્યારે ગુજરાત ભાજપના કેટલાક નેતાઓને યૂપી ચૂંટણીની જવાબદારી મળી છે. 

આ ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. હવે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે અને તેઓ નવા જુસ્સા સાથે કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકશે. પીએમ મોદી ભાજપના પેજ પ્રમુખો અને પેજસમિતિના કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે. જેના કારણે ગુજરાતમાં ભાજપે તમામ પેજ પ્રમુખોને નમો એપ સાથે જોડાવા તૈયારી કરી છે.

નમો એપ ના માધ્યમથી પીએમ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે. આગામી સપ્તાહે પીએમ મોદી ગુજરાત ભાજપના કાર્યકરો સાથે વર્ચ્યુઅલ સંબોધન કરશે. પેજ પ્રમુખોને પીએમ મોદી સંબોધન કરશે. ભાજપે તમામ જિલ્લા-શહેર પ્રમુખો, હોદ્દેદારોને અત્યારથી સૂચના આપી દીધી છે. આ સપ્તાહના અંત સુધીમાં તમામ પેજ પ્રમુખોને નમો એપ સાથે જોડાવા સૂચના આપી છે. જાણવા મળી રહ્યું છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત તમામ આગેવાનો પણ જોડાશે

ગુજરાતના 35 અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે પસંદગી
ઉલ્લેખનીય છે કે, ભારતનાં ચૂંટણી આયોગ એ પાંચ ચૂંટણીવાળાં રાજ્યોનાં ચૂંટણી નિરીક્ષકની ફરજો માટે ગુજરાત કેડરનાં 35  IAS અને IPS અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. હવે ગુજરાતના 35 અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે કામ કરશે. તમામ  IAS અને IPS અધિકારીઓને સોંપાયેલ વિધાનસભા મતવિસ્તારની યાદી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી, જેની માટે તેઓ નિરીક્ષક હશે. 

જે IAS અધિકારીઓનાં નામ ચૂંટણી નિરીક્ષકનાં પદ પર છે તેમાં રાજેશ મંજુ,એસ કે મોદી, પી સ્વરૂપ, કે.એન.શાહ, ડી ડી જાડેજા, દિલીપ રાણા, રતન કવર ગઢવીચારણ, વિશાલ ગુપ્તા, પ્રભાવ જોશી, શાહમીના હુસૈન, ધનંજય દ્વિવેદી, એમ થેંનારસન, રાહુલ ગુપ્તા, અજય પ્રકાશ, કે રાજેશ, પ્રવીણ ચૌધરી, ડી એન મોદી, ડી એચ શાહ, આશિષકુમાર, અશ્વિનીકુમાર, મોહમ્મદ શાહીદ, આલોક પાંડે, એસ મુરલી ક્રિષ્ના, કિરણ ઝવેરી, આર કે મહેતાનો સમાવેશ થાય છે. આ IAS અધિકારીઓને હવે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપાશે.

જ્યારે IPS અધિકારીઓની વાત કરીએ તો ખુરશીદ અહેમદ, પ્રફુલ્લા રોશન, અનિલ પ્રથમ, અમિત વિશ્વકર્મા, અજય ચૌધરી, વી ઝમીર, અર્ચના શિવહરે, ટી એસ બીષ્ટ, આર બી બ્રહ્મભટ્ટ, રાજુ ભાર્ગવનો સમાવેશ થાય છે, દરેક ચૂંટણી વખતે આ પ્રમાણે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવે છે. હવેથી 1 મહિના કરતા વધુ સમય ગુજરાતના 35 અધિકારીઓ ચૂંટણી વાળા રાજ્યોમાં જવાબદારી નિભાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news