Google CCI Penalty: ગૂગલ પર ભારતે લગાવ્યો 1,337.76 કરોડ રૂપિયાનો દંડ, જાણો કારણ
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ગૂગલ પર 1337.76 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ CCI Penalty On Google: દુનિયામાં સૌથી મોટી ઇન્ટરનેટ સર્વની સુવિધા આપનારી અમેરિકી કંપની ગૂગલ (Google) પર કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (Competition Commission of India-CCI) એ 1,337.76 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ વાતાવરણમાં મજબૂત માર્કેટ પોઝિશનનો દુરુપયોગ કરવા બદલ ગૂગલ પર આ દંડ ફટકાર્યો છે.
કામકાજને ઠીક કરવાનો નિર્દેશ
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) એ પ્રમુખ ઈન્ટરનેટ કંપનીને અયોગ્ય કારોબારી ગતિવિધિઓ (Unfair Business Practices) ને રોકવા અને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. પંચે ગુરુવારે સત્તાવાર જાણકારીમાં કહ્યું કે ગૂગલને એક નિર્ધારિત સમય મર્યાદાની અંદર પોતાની કામકાજની રીતને સંશોધિત કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
સીસીઆઈ ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે.
CCI imposes monetary penalty of ₹ 1337.76 crore on Google for abusing dominant position in multiple markets in the Android Mobile device ecosystem.
Press Release: https://t.co/sXXA0RvK51#Antitrust #AntitrustOrder #antitrustlaw #Google #CCI pic.twitter.com/FE5Yh8PWr4
— CCI (@CCI_India) October 20, 2022
2018 માં લાગ્યો હતો દંડ
આ પહેલા CCI આદેશ પ્રમાણે 8 ફેબ્રુઆરી 2018માં પણ ગૂગલ પર 135.86 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે પણ તેની પાછળ સીસીઆઈએ ગૂગલને ઓનલાઇન સર્ચ અને જાહેરાત બજારમાં પોતાની મજબૂત સ્થિતિનો દુરૂપયોગ કરવામાં દોષી ઠેરવ્યું હતું. તમને જણાવી દઈએ કે Google પર દંડની રકમ 135.86 કરોડ રૂપિયા હતી, જે નાણાકીય વર્ષ 2013, 14 અને 15માં ભારતમાં કંપની દ્વારા કમાયેલી સરેરાશ આવકના 5 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે