સાવધાન! બાળકો સાથે ચોરી કરવા આવતી આ ગેંગ અમદાવાદમાં મચાવી રહી છે આતંક!

મૂળ  ઝારખંડનો રહેવાસી ઇન્દર મંડલ પોતાના સાગરીતો સાથે મોટા કાર્યક્રમો કે ભીડ વાળા વિસ્તારમાં પોહચી મોબાઇલ ચોરી કરતા. પ્રાથમિક વિગતો અનુસાર  આરોપી સહિત પાંચ લોકોની ટોળકી મોબાઇલ ચોરી કરવા ઝારખંડથી ખાસ અમદાવાદ આવતી.

સાવધાન! બાળકો સાથે ચોરી કરવા આવતી આ ગેંગ અમદાવાદમાં મચાવી રહી છે આતંક!

મૌલિક ધામેચા / અમદાવાદ: શહેરમાં યોજાયેલા ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલ દરમ્યાન ખાસ ચોરી કરવાના ઇરાદે આવતી ઝારખંડની ગેંગના એક સાગરીતની અમરાઇવાડી પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પાસેથી પોલીસે ચોરીના 70 મોબાઈલ જપ્ત કરીને 200થી વધુ મોબાઈલ ચોરીના ગુણાઓનો ભેદ ઉકેલ્યો છે. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી એવી કે પોતાની સાથે બાળકો સાથે ચોરી કરવા આવતી જેથી કોઈ શંકા ના કરે.

પોલીસે ધરપરડ કરેલા આરોપીનું નામ ઇન્દર મંડલ છે. તે મૂળ  ઝારખંડનો રહેવાસી ઇન્દર મંડલ પોતાના સાગરીતો સાથે મોટા કાર્યક્રમો કે ભીડ વાળા વિસ્તારમાં પોહચી મોબાઇલ ચોરી કરતા. પ્રાથમિક વિગતો અનુસાર  આરોપી સહિત પાંચ લોકોની ટોળકી મોબાઇલ ચોરી કરવા ઝારખંડથી ખાસ અમદાવાદ આવતી. એટલું જ નહીં છેલ્લા થોડા સમયમાં  જ 200 થી વધુ મોબાઇલ ચોર્યાનું પોલીસ સમક્ષ આરોપીએ કબૂલ્યું છે. હાલ આરોપી ઇન્દર મંડળ પાસેથી પોલીસે 70 જેટલા સ્માર્ટ ફોન કબ્જે કર્યા છે જેમાંથી  30 આઈફોન સહિત અલગ અલગ કંપનીનાફોનની અંદાજીત 12.50 લાખ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપી ઇન્દર મંડળની પૂછપરછ કરતા સામે આવ્યું કે દોઢ મહિનામાં જ ઝારખંડની ગેંગએ કાંકરિયા કાર્નિવલ, સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ ,ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલમાંથી અસંખ્ય મોબાઇલ ચોર્યા. મોબાઇલ ચોરી કરતી ગેંગની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો ઝારખંડના સાહેબગંજ જિલ્લાના ચોર ગેંગ અમદાવાદ માં ચાલતા ફેસ્ટિવલ સમયે ટ્રેન મારફતે અમદાવાદ આવીને પુર્વ વિસ્તારમાં ચાલી જેવી જગ્યા પર એક રૂમ રાખીને રહેતા.બાદમાં શહેરમાં ચાલતા ઇવેન્ટમાં રીક્ષા મારફતે ત્યાં પહોંચી જાય ત્યાં ભીડભાડ વાળી જગ્યા પર ભેગા મળી મોબાઇલની ચોરી કરતા.

જોકે પાંચ જાણની ટોળકીમાં બે કે ત્રણ નાની ઉંમરના કિશોર હોય જેથી રંગેહાથ મોબાઇલ ચોરી કરવામાં પકડાય તો તેને નાનો સમજી લોકો છોડી દેતા હોય છે જેથી પોલીસના હાથે પકડતા ન હતા પરંતુ અમરાઇવાડી પોલીસને ચોક્કસ માહિતી મળતા મોબાઇલ ચોરી કરતી ગેંગ વિશે ઘ્યાન આવ્યું. 

પકડાયેલા ગેંગના સાગરીત ની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે ચોરી કરેલા મોબાઇલ ઝારખંડમાં લઈ જઈ વેંચી નાખવાના.અને આ ચોરી થયેલા મોબાઇલથી ઓનલાઇન ચિટિંગ ફ્રોડમાં ઉપયોગ થતો. જેથી પોલીસે મોબાઇલ ચોરીના મુખ્ય આરોપી પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે. તો અમરાઈવાડી પોલીસે અપીલ પણ કરી છે કે કાર્યક્રમ દરમ્યાન માં લોકોના ચોરી થયેલા મોબાઇલ માલિકો પોલીસનો સંપર્ક કરીને પરત મેળવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news