આગામી 1-2 કલાક અમદાવાદ માટે ભારે! 60 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! ગાજવીજ સાથે વરસશે
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા નાવકાસ્ટ બુલેટિનમાં અમદાવાદ શહેરમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Trending Photos
Ahmdabad Heavy Rains: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ ખુશીના સમાચાર અમદાવાદીઓ માટે સામે આવ્યા છે. અમદાવાદવાસીઓને આજે ગરમીમાંથી રાહત મળે એવી શક્યતા દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે બપોર બાદથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા નાવકાસ્ટ બુલેટિનમાં અમદાવાદ શહેરમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ જિલ્લામાં વિવિધ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. 28 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ગાજવીજ સહિત વરસાદની શક્યતા છે. હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.
હાલમાં રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફ તથા સૌરાષ્ટ્રના ભાગમાં શિયર ઝોનની અસરને કારણે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે