બાગાયતી સહાય માટે ખુલી ગયું પોર્ટલ : આ છે અરજી કરવાની છેલ્લી તારીખ, લાખો રૂપિયાની મળશે સહાય

Guajarat Agricuture : ગુજરાતના 60 લાખ ખેડૂતો માટે સારા સમાચાર છે. બાયાગતી સહાય માટે અરજી કરવાનું પોર્ટલ ઓપન થઈ ગયું છે. આ પોર્ટલમાં જુદા-જુદા 105 પાકમાં અરજી કરી શકાશે. ખેડૂતોએ સહાયનો લાભ લેવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. 

બાગાયતી સહાય માટે ખુલી ગયું પોર્ટલ : આ છે અરજી કરવાની છેલ્લી તારીખ, લાખો રૂપિયાની મળશે સહાય

GUjarat Farmers :  ગુજરાતમાં ખેતીમાં કમાણી કરવી હોય તો ખેડૂતોએ ખેતી બદલવી પડી છે. ખેડૂતો ચીલાચાલું ખેતી કરશે ક્યારેય કમાણી કરી શકશે નહીં. ખેડૂતોએ રોકડા લણવા હશે તો બાગાયતી પાક તરફ વળવું પડશે. આ પાકો તમને સારી કમાણી કરાવી આપે છે. ગુજરાતમાં હાલમાં બાગાયતી પાકોની યોજના માટે આજથી પોર્ટલ ખુલી ગયું છે.  ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી સમાચાર આવ્યા છે. બાગાયતી વિભાગમાં સરકારી સબસિડી યોજના માટેનું પોર્ટલ આજથી ઓપન થઈ જશે. ગુજરાતમાં ખેડૂતોએ કોઈ પણ સરકારી સહાય યોજનાનો લાભ લેવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી પડે છે. અહીથી તમે હજારથી લઈને લાખો રૂપિયા સુધીની સહાય મળે છે. સરકારે તમામ સરકારી યોજનાને ઓનલાઈન કરી દીધી છે. ખેડૂતોએ અહીં અરજી કર્યા બાદ સરકાર તમારી અરજીને મંજૂર કરે છે અને સહાયનો લાભ આપે છે. આજે આ પોર્ટલ ઓપન થશે અને 11 મેના રોજ બંધ થઈ જશે. ગુજરાતના 60 લાખ ખેડૂતો માટે સહાયનો લાભ લેવાની ઉજ્જવળ તક છે. 

રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે. ખેડૂતો આ પોર્ટલ પરથી જુદી જુદી યોજનાનો લાભ લેવા માટે અરજી પણ કરી શકે છે. 

કૃષિ અને ખેડૂતો માટે સરકારે બજેટમાં કરી છે જોગવાઈ

  • છેલ્લા એક દાયકા દરમિયાન ગુજરાતે કૃષિ અને આનુષંગિક ક્ષેત્રે 11.2 %નો વૃદ્ધિદર જાળવી રાખ્યો
  • જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા તથા વધતી જતી વસતિની અન્ન જરૂરિયાતોને પહોંચી વળવા જાડાધાનને પ્રોત્સાહન
  • ગુજરાતમાં નવ લાખ ખેડૂત ઑર્ગેનિક ખેતી તરફ વળ્યા. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અનેક યોજનાઓ
  • 22 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ ઉપલબ્ધ, કચ્છમાં ધોરિયા પદ્ધતિના સ્થાને ડૅમના સંપૂર્ણ કમાન્ડ વિસ્તારને પાઇપલાઇન મારફત પાણી પહોંચાડાશે
  • મનરેગા હેઠળ રોજગારી માટે એક હજાર 309 કરોડની જોગવાઈ
  • વડા પ્રધાન આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં મકાનો માટે રૂ. 751 કરોડની જોગવાઈ
  • ઉદ્યોગોને વૅન્ચર કૅપિટલ મળે છે એવી રીતે ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે 'ગુજરાત સોશિયલ ઍન્ટરપ્રાઇઝ ફંડ' શરૂ કરાશે, જેના માટે પ્રથમ વર્ષે રૂ. 10 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે એક હજાર 570 કરોડની જોગવાઈ
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં પમ્પિંગ દ્વારા પાણી પહોંચે તે માટે રૂ. 765 કરોડની જોગવાઈ
  • તાપી-કરજણ લિંક પાઇપલાઇન માટે રૂ. 220 કરોડની જોગવાઈ
  • ચેકડૅમ, તળાવ ઊંડા કરવા તથા નવા જળસંચયનાં કામો માટે રૂ. 236 કરોડની જોગવાઈ
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની સુવિધા વધારવા માટે રૂ. એક હજાર 200 કરોડના ખર્ચે સમાંતર બીજી પાઇપલાઇન નખાશે
  • ખેડૂતોને ડ્રીપ તથા સ્પ્રિંકલર વસાવવામાં સહાય આપવા માટે રૂ. બે હજાર 500 કરોડની જોગવાઈ. આ સિવાય ટ્રૅક્ટર અને કૃષિ યંત્રોની ખરીદી માટે રૂ. 701 કરોડની જોગવાઈ
  • બગાયતી પાકોને વિકસાવવા માટે પાંચ નવાં સેન્ટર ઑફ ઍક્સલન્સ ઊભાં કરાશે

દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ધાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ખેડૂતહિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે ખેડૂતોને અહીં લાભ મળી રહેશે.

કઈ રીતે અરજી કરશો જો તમે પણ અરજી કરવા માગતા હો તો આ લિન્ક પર ક્લિક કરશો. 
https://ikhedut.gujarat.gov.in/ 

No description available.

No description available.

જાણી લો કઈ કઈ યોજના અંતર્ગત અરજી કરી શકશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news