ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ સિવાય તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી શક્યતા

ગુજરાતમાં કોરોનાને કારણે સમગ્ર શિક્ષણ તંત્ર ડખે ચડ્યું છે. નવા સત્રથી એક પણ વખત શાળાઓ ચાલુ થઇ નથી. જ્યારે શાળાઓ ફરી ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થતા સરકાર દ્વારા પોતાનો નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો હતો. જો કે હવે ડિસેમ્બર મહિનો આવી ચુક્યો છે. તેવામાં હવે શાળાઓ ખોલવી કે નહી તે મુદ્દે હજી પણ સ્થિતી અંગે કોઇ જ સ્પષ્ટતા નથી. તેવામાં હવે કદાચ શાળાઓ ખુલી પણ જાય તો જાન્યુઆરીથી માર્ચ ત્રણ મહિના જ વિદ્યાર્થીઓને ભણાવી શકાય તેવી સ્થિતી છે. તેવામાં સરકાર હવે માસ પ્રમોશન આપે તેવી શક્યતા મહત્તમ છે. 
ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ સિવાય તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાને કારણે સમગ્ર શિક્ષણ તંત્ર ડખે ચડ્યું છે. નવા સત્રથી એક પણ વખત શાળાઓ ચાલુ થઇ નથી. જ્યારે શાળાઓ ફરી ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થતા સરકાર દ્વારા પોતાનો નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો હતો. જો કે હવે ડિસેમ્બર મહિનો આવી ચુક્યો છે. તેવામાં હવે શાળાઓ ખોલવી કે નહી તે મુદ્દે હજી પણ સ્થિતી અંગે કોઇ જ સ્પષ્ટતા નથી. તેવામાં હવે કદાચ શાળાઓ ખુલી પણ જાય તો જાન્યુઆરીથી માર્ચ ત્રણ મહિના જ વિદ્યાર્થીઓને ભણાવી શકાય તેવી સ્થિતી છે. તેવામાં સરકાર હવે માસ પ્રમોશન આપે તેવી શક્યતા મહત્તમ છે. 

જો કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાવાની છે, ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓનલાઇન પરીક્ષા ફોર્મ જાન્યુઆરીમાં ભરવામાં આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે આ ફોર્મ નવેમ્બર મહિના દરમિયાન ભરવામાં આવતા હોય છે. જો કે માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા માર્ચમાં 10 અને 12 ધોરણની પરીક્ષા લેવામાં આવે છે. જો કે આ વખતે રોના કાળને ધ્યાને રાખતા તમામ કામગીરી પાછી ધકેલવી પડી હતી. જો કે આ વખતે કોરોનાને કારણે બોર્ડની વિવિધ કામગીરીઓ પણ પાછળ લઇ જવી પડી છે. 

માર્ચ 2020માં કોરોના શરૂઆત થયા બાદ અત્યાર સુધી તમામ શાળાઓ માત્ર ઓનલાઇન શિક્ષણ જ આપી રહી છે. આ સ્થિતીમાં કેટલીક શાળાઓ ફી મુદ્દે પણ અવળચંડાઇ કરી રહી છે. તેથી જો બોર્ડ સિવાયના તમામ ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી શક્યતા છે. જો કે બોર્ડની પરીક્ષા લેવી પડે તેમ હોવાને કારણે રાજ્યના શિક્ષણમંત્રી હાલમાં જ બોર્ડની પરીક્ષા કોરોનાને પગલે મે 2021માં યોજાવાની જાહેરાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news