પત્રકાર પરિષદ

બુધવારે દિલ્હીમાં સચિન પાયલટની પત્રકાર પરિષદ, રાજસ્થાનના ઘટનાક્રમ પર તોડશે મૌન

રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી હટાવ્યા બાદ સચિન પાયલટ બુધવારે સવારે દિલ્હીમાં પત્રકાર પરિષદ કરશે. 

Jul 14, 2020, 09:59 PM IST

Coronavirus: રાજ્યમાં કોરોનાથી 802 લોકોના મોત, સંક્રમણનો આંક 13 હજારને પાર

રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ (Principal Secretary Of Health) જયંતિ રવિ  (Jayanti Ravi)એ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 363 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે. જ્યારે 392 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 275 કેસ, વડોદરામાં 21 કેસ, સુરતમાં 29 કેસ, રાજકોટમાં 1 કેસ, ગાંધીનગરમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, સાબરકાંઠામાં 11 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ, ગીર સોમનાથમાં 4 કેસ, ખેડામાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, જૂનાગઢમાં 3 કેસ, મહેસાણામાં 2 કેસ અને વલસાડમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે.

May 22, 2020, 08:33 PM IST

કોરોના સંકટ વચ્ચે RBI એ આપી એક મોટી રાહત, EMI ચૂકવણી પર 3 મહિનાની વધારાની છૂટ

RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikant Das) પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. આ પહેલાં આરબીઆઇએ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખતાં ઘણી જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.

May 22, 2020, 10:18 AM IST

ગુજરાત: લોકડાઉનમાં છુટછાટનું પરિણામ દેખાયું, 395 નવા કેસથી તંત્રમાં હડકંપ

ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ ૩૯૫ નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨૩૯ લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 25 લોકોનાં મોત નિપજ્યાં છે.

May 19, 2020, 08:10 PM IST
Jayanti Ravi: Good News For Gujarat Before Lockdown 4 Watch Video PT8M12S

લોકડાઉન-4 પહેલા ગુજરાત માટે સારા સમાચાર: જયંતિ રવિ

Jayanti Ravi: Good News For Gujarat Before Lockdown 4 Watch Video

May 17, 2020, 09:40 PM IST

નાણા મંત્રીએ આર્થિક પેકેજના ત્રીજા ભાગમાં કરી આ જાહેરાત, જાણો કોને શું મળ્યું...

નાણા મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે સતત જાહેરાત કરી રહ્યાં છે. આજે ત્રીજા દિવસે પણ તેમણે ઘણા સેક્ટરો માટે સરકાર તરફથી ઘણી જાહેરાતો કરી છે.

May 15, 2020, 05:53 PM IST
Press Conference By CM Secretary Ashwinikumar Watch Video PT4M53S

અમદાવાદમાં ગંભીર થતું કોરોનાનું સંકટ, રાજ્યમાં સ્થિતી પ્રમાણમાં સુધરી: જયંતિ રવિ

ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 347 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨235 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 20 લોકોનાં મોત નિપજ્યાં છે.

May 11, 2020, 08:18 PM IST

દર કલાકે કોરોના પીડિતનું થઇ રહ્યું છે મોત, રાજ્ય સરકાર સબસલામતની ગુલબાંગો પોકારી રહી છે

ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ ૩૮૮ નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨૦૯ લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 49 લોકોનાં મોત નિપજ્યાં છે.

May 7, 2020, 08:38 PM IST
Press Conference By Additional Chief Secretary Pankaj Kumar PT10M46S

ગુજરાત બની રહ્યું છે વુહાન? દર ચોથી મિનિટે એક વ્યક્તિ બને છે કોરોનાનો શિકાર

ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 441 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે 186 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 49 લોકોનાં મોત નિપજ્યાં છે. નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 349 કેસ નોંધાયા હતા. આ વડોદરામાં 20, સુરતમાં 17, રાજકોટમાં 1, ભાવનગર-ગાંધીનગર અને પાટણમાં 2-2 કેસ, પંચમહાલમાં 4, બનાસકાંઠામાં 10, મહેસાણામાં 10, બોટાદમાં 8, ખેડામાં 4, સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 2, મહીસાગરમાં 4, જૂનાગઢમાં 2 કેસ નોંધાતા કુલ 441 કેસ થયા છે. આ પ્રકારે 441 નવા દર્દીઓ સાથે ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 6245 પર પહોંચ્યો છે. જે પૈકી 29 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 4467 સ્ટેબલ છે. 1381 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 368 લોકોનાં મોત નિપજ્યાં છે.

May 5, 2020, 07:57 PM IST

રાજ્યમાં વેપારીઓએ પોતાની જવાબદારી સમજવી પડશે, નિયમોનું પાલન કરાવવું પડશે: શિવાનંદ ઝા

 રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનનો આ અંતિમ તબક્કો ખુબ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ત્યારે કોરોના સંક્રમણથી બચાવ માટે સાવચેતી જ એકમાત્ર સાચુ હથિયાર બની રહેશે. આ મહામારીની લડાઈ લાંબી છે. ત્યારે સંક્રમિત વિસ્તારોમાં વધુ સર્વેલન્સ હાથ ધરવા પોલીસકર્મીઓને ચોક્કસ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ વડાએ આજે જણાવ્યું કે, વેપારીઓ પોતે પણ સચેત થાય અને પોતે માસ્ક પહેરે અને ગ્રાહકો પણમાસ્ક પહેરીને આવે તે જરૂરી છે. અનેક વેપારીઓ સુપર સ્પ્રેડર સાબિત થયા છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રામ્ય વિસ્તારમાંબોરવેલ ફિટિંગ કરવા માટે જતા લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં હવે પોલીસ બોરવેલ કે સિંચાઇના પંપના કામ માટે જતા કોઇ પણ વ્યક્તિને અટકાવે નહી તેવા નિર્દે્શ અપાયા છે. તેમને કોઇ વિશેષ પાસની જરૂર નહી રહે અને માત્ર તેમના ડ્રાયવિંગ લાયસન્સના આધારે થશે.

Apr 28, 2020, 05:36 PM IST

ગુજરાતમાં કોરોનાના 3548 પોઝિટીવ કેસ, અમદાવાદમાં સૌથી વધુ 197 કેસ સાથે કુલ 247 નવા કેસ

રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 247 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 11 લોકોના મોત થયા છે. જ્યારે 81 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 197 કેસ, વડોદરામાં 6 કેસ, સુરતમાં 30 કેસ, રાજકોટમાં 1 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, આણંદમાં 2 કેસ, બોટાદ- ડાંગ- જામનગરમાં 1-1 કેસ, અને પંચમહાલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયો છે.

Apr 27, 2020, 08:25 PM IST

મહામારીની લાંબી લડાઈ સામે સાવચેતી જ એક માત્ર હથિયાર: શિવાનંદ ઝા

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનનો આ અંતિમ તબક્કો ખુબ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ત્યારે કોરોના સંક્રમણથી બચાવ માટે સાવચેતી જ એકમાત્ર સાચુ હથિયાર બની રહેશે. આ મહામારીની લડાઈ લાંબી છે. ત્યારે સંક્રમિત વિસ્તારોમાં વધુ સર્વેલન્સ હાથ ધરવા પોલીસકર્મીઓને ચોક્કસ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

Apr 27, 2020, 07:58 PM IST
RSS Union Chief Mohan Bhagwat Press Conference PT35M52S