જમ્મૂઃ કાશ્મીરી પંડિતોએ દેખાડ્યું 'ફ્રી કાશ્મીર ફ્રોમ ઇસ્લામિક આતંકવાદ'નું પોસ્ટર

ભારત સરકારે આ વિદેશી રાજદ્વારીઓને કાશ્મીરની ગ્રાઉન્ડ રિયાલિટીની માહિતી મેળવવા માટે મોકલવાની તૈયારી કરી છે. યૂરોપીય સંઘના રાજદ્વારીઓ આ વખતે પ્રતિનિધિમંડળમાં સામેલ થયા નથી.
 

જમ્મૂઃ કાશ્મીરી પંડિતોએ દેખાડ્યું 'ફ્રી કાશ્મીર ફ્રોમ ઇસ્લામિક આતંકવાદ'નું પોસ્ટર

શ્રીનગરઃ પાયાની સ્થિતિની જાણકારી લેવા માટે 15 દેશોના રાજદ્વારીઓ જમ્મૂ-કાશ્મીરના પ્રવારે છે. પોતાના પ્રવાસના બીજા દિવસે શુક્રવારે રાજદ્વારીઓ જમ્મૂના ગજતી પ્રવાસી ટાઉનશિપ પહોંચ્યા હતા. જ્યારે રાજદ્વારીઓ ટાઉનશિપ જઈ રહ્યાં હતા, ત્યારે બે કાશ્મીરી પંડિતો ફ્રી કાશ્મીર ફ્રોમ ઇસ્લામિક આતંકવાદના પોસ્ટર સાથે જોવા મળ્યા હતા.

ગુરૂવારે વિદેશી રાજદ્વારીઓનું પ્રતિનિધિમંડળ શ્રીનગર પહોંચ્યું, જ્યાથી તેમણે સેનાના 15 કોર મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યા, ત્યાં તેમને સેનાના સર્વોચ્ચ કમાન્ડરો દ્વારા કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. વિદેશી રાજદ્વારીઓના પ્રતિનિધિમંડળે સિવિલ સોસાયટીના સભ્યો અને સ્થાનિક મીડિયા સાથે પણ મુલાકાત કરી હતી. 

— ANI (@ANI) January 10, 2020

ભારત સરકારે આ વિદેશી રાજદ્વારીઓને કાશ્મીરની ગ્રાઉન્ડ રિયાલિટીની માહિતી મેળવવા માટે મોકલવાની તૈયારી કરી છે. યૂરોપીય સંઘના રાજદ્વારીઓ આ વખતે પ્રતિનિધિમંડળમાં સામેલ થયા નથી. ગુરૂવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, યૂરોપીય સંઘના રાજદ્વારીઓએ આ વિદેશી પ્રતિનિધિમંડળનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ યૂરોપીય સંઘે વિદેશી પ્રતિનિધિમંડળને કાશ્મીર મોકલવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. 

મહત્વનું છે કે મોદી સરકારે 5 ઓગસ્ટ 2019ના કલમ 370 હટાવી દીધી, ત્યારબાદથી કાશ્મીરનો પ્રવાસ કરનાર આ બીજું વિદેશી પ્રતિનિધિમંડળ છે. આ પહેલા ઓક્ટોબર 2019માં એક યૂરોપીય સંસદીય પ્રતિનિધિમંડળે કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. પરંતુ ત્યારે સવાલ ઉઠ્યા હતા કે જ્યારે ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળને કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી તો પછી વિદેશી પ્રતિનિધિમંડળનો પ્રવાસ કરવાનો શું અર્થ છે.?

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news