VIDEO: ડ્રાઇવરોની લુખ્ખી દાદાગીરી! સુરતમાં પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર્યો, કર્યો જીવલેણ હુમલો

સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થર મારો કર્યો હતો.

VIDEO: ડ્રાઇવરોની લુખ્ખી દાદાગીરી! સુરતમાં પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર્યો, કર્યો જીવલેણ હુમલો

Driver Strike: સુરતમાં સિટી બસ પર પથ્થરમારો કરતાં અટકાવવા પહોંચેલી PCR વાનના પોલીસકર્મીને ઘેરીને હુમલો કરનાર 22 ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાયવરોએ હલ્લાબોલ કર્યો હતો.જેમાં ડુમસ પોલીસે રાયોટીંગ નો ગુનો નોંધ્યો છે. સુરત PCR વાન ના પોલીસકર્મી ડ્રાયવરો એ પર હુમલો કર્યો હતો.ડુમસ પોલીસે 143,147,332,341,504 મુજબ ની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. 

સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થર મારો કર્યો હતો. આ અંગેની જાણ કન્ટ્રોલ રૂમને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી. જો કે, આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસકર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ જતાં હાલ વીડિયો વાયરલ થયો છે

— Zee 24 Kalak (@Zee24Kalak) January 2, 2024

ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાયવરો હલ્લાબોલ કરી રહ્યા હતાં. આ દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ હતી. જેથી ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી બસ ત્યાં જ ઉભી રહી ગઈ હતી. જો કે, આ અંગેની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમને કરી દેવામાં આવી હતી. જેથી પીસીઆર વાન 902 ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. જેમાંથી બહાર નીકળેલા પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ વાનGJ 5 GV 2270 ના પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો

આ કર્મચારી પર હુમલો થતાં તે ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયો હતો. જેમાંથી પણ તેને બહાર કાઢીને હુમલો કરાયો હતો. ડ્રાઈવરોએ ચપ્પલ અને ઢીક્કા મુક્કીના માર માર્યા હતાં. હાલ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવરો સોમવારે સંપૂર્ણપણે વિરોધમાં જોડાયા હતાં. 

જ્યારે આજે 50 ટકા ડ્રાઈવરોને મનાવી લેવાયા હોવાથી તેઓ બસ ચલાવી રહ્યા હતાં. ત્યારે બાકીના વિરોધ કરનારા ડ્રાઈવરોએ ચાલુ બસ પર હુમલો કર્યો હતો. સિટી બસમાં તોડફોડ કરનારા ડ્રાઈવરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે આ અગાઉ મામલો પોલીસે થાળે પાડ્યો હતો. પરંતુ ત્યારબાદ મામલો વણસ્યો હોવાનું સામે આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news