'24 કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું? આના કરતાં ના બોલ્યા હોત તો સારું હતું'
Loksabha Election 2024: ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય અગ્રણી પી.ટી જાડેજાએ જામનગરના જામ સાહેબને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે જામ સાહેબનું નિવેદન સાંભળી દુઃખ થયું. જામ સાહેબ તમારા દિલના દરવાજા જામ થઈ ગયા છે. આ બેટી દીકરી માટે... 24 કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું આના કરતાં ના બોલ્યા હોત તો સારું હતું.
Trending Photos
Loksabha Election 2024: પાટણમાં રૂપાલાના વિરોધમા સંમેલન યોજાયું હતું, જેમાં પાટણ ,બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરેક અગ્રણીએ એક જ માગ કરી કે રૂપાલાની ટિકિટ રદ થાય, ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પરંતુ પાટણમાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં પી.ટી જાડેજાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય અગ્રણી પી.ટી જાડેજાએ જામનગરના જામ સાહેબને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે જામ સાહેબનું નિવેદન સાંભળી દુઃખ થયું. જામ સાહેબ તમારા દિલના દરવાજા જામ થઈ ગયા છે. આ બેટી દીકરી માટે... 24 કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું આના કરતાં ના બોલ્યા હોત તો સારું હતું.
જામસાહેબે મંગળવારે રૂપાલા મુદ્દે પત્ર લખી ક્ષત્રિયોને એકજૂથ થઈને વિરોધ કરવા અપીલ કરી હતી. જોકે આ પત્ર લખ્યાના કલાકોમાં જ જામસાહેબ ફેરવી તોળ્યું હતું. તેમણે બીજો પત્ર લખીને રૂપાલાએ બેવાર માફી માગી લીધી હોવાથી તેમને માફ કરવાની અપીલ કરી હતી. પરંતુ આ નિવેદનની પાટણમાં યોજાયેલા સંમેલનમાં નારાજગી વ્યકત કરી હતી.
પાટણના સંમેલનમાં પી.ટી. જાડેજાનું નિવેદન
પાટણના સંમેલનમાં પીટી જાડેજાએ જામસાહેબ દ્વારા 24 કલાકમાં જ આપવામાં આવેલા બે અલગ અલગ નિવેદનને લઈ નારાજગી વ્યકત કરી હતી. પીટી જાડેજાએ કહ્યું હતું કે જામસાહેબનું નિવેદન સાંભળીને મને દુઃખ થયું. કાલે કેવું નિવેદન આપ્યું અને આજે કેવું નિવેદન આપ્યું?. 24 કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું? આના કરતાં તો ન બોલ્યા હોત તો સારું હતું. જામસાહેબ તમારા દિલના દરવાજા જામ થઈ ગયા છે આ બેટી અને દીકરીઓ માટે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે