રાહુલ ગાંધી માર્ચમાં ગુજરાત ધમરોળશે, PM મોદી અને અમિત શાહનું હોમ સ્ટેટ યુદ્ધનું મેદાન બનશે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીમાં જોરદાર માંગ બાદ 21 ડિસેમ્બરે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીની સામે ભારત જોડો યાત્રા 2.0 ની માંગને આગળ વધાવી હતી.

રાહુલ ગાંધી માર્ચમાં ગુજરાત ધમરોળશે, PM મોદી અને અમિત શાહનું હોમ સ્ટેટ યુદ્ધનું મેદાન બનશે

હિતેન વિઠલાણી/અમદાવાદ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ 21 ડિસેમ્બરે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા 2.0 કરવાની માંગણી કરી હતી. રાહુલ ગાંધી આ યાત્રા માટે સંમત થયા છે, પરંતુ આ જ બેઠકમાં ઘણા નેતાઓએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માત્ર પદયાત્રાને બદલે નવા ફોર્મેટમાં યાત્રાના બીજા તબક્કાની હિમાયત કરી છે.

ભારત જોડો યાત્રા પગપાળા 3500 કિલોમીટર
ભારત જોડો યાત્રા 1.0 થી ઉત્સાહિત કોંગ્રેસીઓ લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી પાસે વારંવાર ભારત જોડો યાત્રા 2.0ની માંગણી કરી રહ્યા છે. પરંતુ પ્રવાસના પહેલા ચરણમાં જ રાહુલના ઘૂંટણમાં જૂની ઈજાને કારણે પાર્ટ-2 શરૂ થઈ શકી નહોતી. ઘૂંટણ માં પીડા વચ્ચે, રાહુલે દક્ષિણ (કન્યાકુમારી) થી ઉત્તર (કાશ્મીર) સુધી પગપાળા 3500 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી.

પદયાત્રાને બદલે નવા ફોર્મેટમાં યાત્રાના બીજા તબક્કાની હિમાયત કરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીમાં જોરદાર માંગ બાદ 21 ડિસેમ્બરે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીની સામે ભારત જોડો યાત્રા 2.0 ની માંગને આગળ વધાવી હતી. રાહુલ ગાંધી આ યાત્રા માટે સંમત થયા છે, પરંતુ આ જ બેઠકમાં તમામ નેતાઓએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માત્ર પદયાત્રાને બદલે નવા ફોર્મેટમાં યાત્રાના બીજા તબક્કાની હિમાયત કરી હતી. આ વખતે ભારત જોડો યાત્રા દક્ષિણથી ઉત્તર  પછી પૂર્વ (અરુણાચલ પ્રદેશ)થી પશ્ચિમ (ગુજરાત) સુધી યોજવાનું કહેવામાં આવ્યું છે.

જાન્યુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહથી ભારત જોડો યાત્રા શરૂ
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તર ના ઓડિશા, બિહાર, બંગાળ, ઝારખંડ અને પશ્ચિમ ના યુપી, ગુજરાત જેવા રાજ્યો પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. રેલી કે મહત્વના કાર્યક્રમો પહેલા પદયાત્રા હોવી જોઈએ. તે સિવાય બસ, સાયકલ, બાઇક તેમજ ટ્રેક્ટર અને ટ્રકનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી ઓછા સમયમાં વધુ કાર્યક્રમો યોજી શકાશે અને ચૂંટણીના કારણે યાત્રા ઝડપથી પૂર્ણ કરી શકાશે. જાન્યુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહથી ભારત જોડો યાત્રા શરૂ કરીને માર્ચના બીજા કે ત્રીજા સપ્તાહ સુધીમાં તેને 60 દિવસમાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઈન્ડિયા ગઠબંધનની એકતા બતાવવા માટે તેમાં વિવિધ પક્ષોના નેતાઓને સામેલ કરવાની વાત ચાલી રહી છે.

ફિલ્મ કલાકારો, ખેલાડીઓ, મોડલ, ડોકટરોને પણ સામેલ કરવામાં આવશે. 
હાલમાં પૂર્વમાં અરુણાચલના પરશુરામ કુંડથી લઈને પશ્ચિમમાં ગુજરાતના પોરબંદર કે સાબરમતી સુધીની દરખાસ્ત કરવામાં આવી છે. વાસ્તવમાં રાહુલ ગાંધી પોતાને શિવ ભક્ત અને મહાત્મા ગાંધીના અનુયાયી માને છે. આવા સંજોગોમાં આ યાત્રા રૂદ્રાક્ષના વૃક્ષોની વચ્ચે આવેલા પરશુરામ કુંડથી શરૂ કરીને મહાત્મા ગાંધીની સાબરમતી ખાતે સમાપ્ત કરવાની હિમાયત કરવામાં આવી રહી છે. આ તમામ સૂચનો બેઠકમાં આપવામાં આવ્યા છે પરંતુ આ યાત્રાનો રૂટ અને ફોર્મેટ શું હશે તે હજુ નક્કી થયું નથી. ફિલ્મ કલાકારો, ખેલાડીઓ, મોડલ, ડોકટરોને પણ સામેલ કરવામાં આવશે. 

લોકો AIPC વેબસાઈટ www.profcongress.in પર જઈને સભ્યપદ લઈ શકે
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનતે કહ્યું કે ભારત જોડો યાત્રાના પ્રથમ તબક્કામાં તમામ પ્રકારના પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો, જેમાં ફિલ્મ કલાકારો, ખેલાડીઓ, મોડલ, વકીલો, ડોક્ટરો અને અન્ય વ્યવસાયના લોકોએ ભાગ લીધો હતો. 21 ડિસેમ્બર એ યોજાયેલી CWCમાં ભારત જોડો યાત્રા ભાગ 2 પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી ભારત જોડો યાત્રાના બીજા તબક્કામાં આવા લોકોને મોટા પાયે સામેલ કરવાની યોજના છે. જેઓ વિવિધ વ્યવસાયોમાં કામ કરી રહ્યા છે અને ભારત જોડો 2.0 યાત્રા માં જોડાવા માંગે છે તેઓ AIPC માં જોડાઈ શકે છે. આવા તમામ લોકો AIPC વેબસાઈટ www.profcongress.in પર જઈને સભ્યપદ લઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news