ગુજરાતમાં આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો: સૌરાષ્ટ્ર, કચ્છ અને દ.ગુજરાતમાં માવઠાની સંભાવના

હવામાન વિભાગ મુજબ, 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ ખુલ્લામાં પડેલા અનાજને નુકસાની ન થાય એની તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે.

  • ઉત્તર-પૂર્વમાં પવનો તેજ થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે

    ગત રાત્રિએ 15 ડીગ્રી સાથે ગાંધીનગર-નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
  • હાલ ડબલ સિઝનના કારણે સવારે ઠંડી અને બપોરે ગરમી લાગે છે

Trending Photos

ગુજરાતમાં આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો: સૌરાષ્ટ્ર, કચ્છ અને દ.ગુજરાતમાં માવઠાની સંભાવના

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધિવત રીતે શિયાળીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને સુરજ ઢળતાની સાથે જ ઠંડીના ચમકારાનો અનુભવ થાય છે. હજુ તો માત્ર શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં ગુજરાતમી ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દ.ગુજરાતમાં આવતીકાલ સુધી માવઠાંની આગાહી કરી છે. આ સાથે જ એમ પણ જાવ્યું છેકે, રાજ્યમાં આગામી 3 દિવસમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધશે. જેથી ગુજરાતીઓએ કાતિલ ઠંડીનો ચમકારો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.

હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ તો, 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ ખુલ્લામાં પડેલા અનાજને નુકસાની ન થાય એની તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.

ઉત્તર-પૂર્વ ભારતમાં પવનો તેજ થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડશે એવી આગાહી છે. નલિયામાં દર વખતે સૌથી નીચું તાપમાન નોંધાતું હોય છે. આ વખતે નલિયામાં 13.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 16.08 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો આ તરફ ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું છે, જ્યારે તાપમાનનો પારો 11 ડીગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે એવી આગાહી કરવામાં આવી છે.

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પડી શકે છે આકરી ઠંડી:
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.

પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. પરોઢિયે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થવાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યા છે. નવા વર્ષમાં રાજ્યનાં કેટલાંક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય એવી ઠંડી પડી રહી છે. ગત રાત્રિએ 15 ડિગ્રી સાથે ગાંધીનગર-નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news