સુરત અને તાપી જિલ્લામાં વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

સુરત જિલ્લાના માંડવી, કિમ ચારરસ્તા, કરંજ, તડકેશ્વર, કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. 

સુરત અને તાપી જિલ્લામાં વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

સુરત/તાપીઃ સુરત અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદનું આગમન થયું છે. સુરત અને તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ડાંગરનો પાક પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. 

સુરત જિલ્લાના માંડવી, કિમ ચારરસ્તા, કરંજ, તડકેશ્વર, કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. 

જો વાત તાપી જિલ્લાની કરવામાં આવે તો વ્યારા, સોનગઢ, ડોલવણ, ઉચ્છલમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સમગ્ર જિલ્લામાં આ વરસાદી માવઠાને લઈને ઠંડક પ્રસરી ગઈ છે. તો આ વરસાદને કારણે દિવાળીના તહેવાર પહેલા ધરતી પુત્રો ચિંતામાં મુકાયા છે. ફરી કમોસમી વરસાદ થવાથી વેપારીઓને પણ નુકસાનની ચિંતા સતાવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news