ગુજરાત ગજવવા નેતાઓ તૈયાર! રાજસ્થાનના CM અશોક ગેહલોત રાજ્યમાં ગજવશે બે દિવસમાં 6 સભા, જાણો કાર્યક્રમ

Gujarat Election 2022: રાજસ્થાનના CM અશોક ગહેલોત આવતકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતી કાલે સવારે 10 કલાકે રાજકોટ એરપોર્ટ પર તેમનું આગમન થશે.

 ગુજરાત ગજવવા નેતાઓ તૈયાર! રાજસ્થાનના CM અશોક ગેહલોત રાજ્યમાં ગજવશે બે દિવસમાં 6 સભા, જાણો કાર્યક્રમ

Gujarat Election 2022: ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, ત્યારે તમામ પક્ષોમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. ચૂંટણી જાહેર થયા બાદ હવે ભાજપ, કોંગ્રસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં ચૂંટણી સભાઓ ગજાવવા તૈયાર છે. હવે રાજસ્થાનના CM અશોક ગેહલોત પણ આવતીકાલથી બે દિવસ ગુજરાત આવશે અને 6 સભાઓ ગજવશે. અગાઉ કોંગ્રેસને નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પ્રવાસ નક્કી થયો છે.

રાજસ્થાનના CM અશોક ગહેલોત આવતકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતી કાલે સવારે 10 કલાકે રાજકોટ એરપોર્ટ પર તેમનું આગમન થશે. ત્યારબાદ અશોક ગહેલોત રાજકોટ ખાતે એક પ્રેસમાં સંબોધન કરશે. પ્રેસ બાદ ભાવનગર પરિવર્તન સંકલ્પ યાત્રામાં જોડાઇને એક જન સભાને  સંબોધન કરશે. આ સિવાય અશોક ગહેલોત સોમવારે મધ્ય ગુજરાતના પ્રવાસે જશે, જ્યાં આકલાવ ખાતે સભા સંબોધન કરશે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 5, 2022

ઉલ્લેખનીય છે કે, બે દિવસના ગુજરાત પ્રવાસમાં અશોક ગેહલોત પ્રેસ કોન્ફ્રન્સ અને 6 સભામાં ઉપસ્થિત રહેશે. અશોક ગેહલોત આવતીકાલે ભાવનગર, લાઠી અને રાજુલામાં સભા સંબોધશે. જ્યારે 7 નવેમ્બરે સુરેન્દ્રનગર, આંકલાવ અને વડોદરામાં સભાને સંબોધશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news