આમને આમ ચાલ્યું તો ગુજરાત બરબાદ થઈ જશે! રાજસ્થાનમાંથી મળેલ 13 કિલો RDX કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા
ગુજરાત ATSની કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ છે આકિફ નાછન છે. મૂળ મહારાષ્ટ્રના પડઘાનો રહેવાસી આકિફ નાછન પોતાની ઓળખ છુપાવી ઘણા સમયથી ત્યાં જ રહેતો હતો. પરંતુ ગુજરાત ATSની ચોક્કસ માહિતી મળતા આરોપીની મહારાષ્ટ્રના પડઘા ખાતેથી ધરપકડ કરવામાં આવી.
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ: રાજસ્થાનના ચિત્તોડગઢ માંથી મળી આવેલ 13 કિલો RDX કેસમાં વધુ એક આરોપીની ગુજરાત ATS એ મુંબઈથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી આકીફ નાછન સિવાય અગાઉ પણ કેટલાક આરોપીઓની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે RDX કેસમાં ભારત સરકારે આ ગુનો વધુ તપાસ માટે NIA દિલ્હીને ટ્રાન્સફર કરતા વધુ તપાસ NIA દિલ્હી કરી રહી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ગુજરાત ATSની કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ છે આકિફ નાછન છે. મૂળ મહારાષ્ટ્રના પડઘાનો રહેવાસી આકિફ નાછન પોતાની ઓળખ છુપાવી ઘણા સમયથી ત્યાં જ રહેતો હતો. પરંતુ ગુજરાત ATSની ચોક્કસ માહિતી મળતા આરોપીની મહારાષ્ટ્રના પડઘા ખાતેથી ધરપકડ કરવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર આકીફ નાછને RDX બોમ્બ બનાવવાની તાલીમ પણ મેળવવા માટે ગયો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
મહત્વનું છે કે 30 માર્ચના રોજ રાજસ્થાન ચિત્તોડગઢ માંથી 13 કિલો જેટલો એક્સપ્લોઝિવ RDX, ઘડિયાળ ,બેટરી સહિતનો બલાસ્ટ કરવાં માટે વપરાતો મુદ્દામાલ નિમ્બાહેરા પોલીસે કબજે કરી ગુનો પણ દાખલ કર્યો હતો. સાથે જ પ્રાથમિક તપાસ કરતા મધ્યપ્રદેશના રતલામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી આ કાવતરામાં બે ઈસમો આમીન ફાવડા અને આમીન પટેલ અને ઈમરાન ખાનની સંડોવણી ખુલી હતી બાદમાં આ આરોપીઓની રતલામ ખાતેથી પોલીસે ધરપકડ કરવામાં આવેલી.
જોકે વધુ તપાસ માટે કેન્દ્ર સરકારે આ ગુનો NIA દિલ્હીને સોંપ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા આરોપી ઇમરાન ખાન 2015માં આર્મ્સ એક્ટ અને જેહાદી ષડ્યંત્ર કેસમાં પણ રતલામ ખાતે થી પકડાયેલ છે. જ્યારે વર્ષ 2014માં બજરંગ દળના નેતા કપિલ રાઠોડ અને તરુણ સાંખલાના મર્ડર કેસમાં ઝુબેરની સંડોવણી હોવાથી તેની પણ સ્થાનિક પોલીસે ધરપકડ કરેલી. એટલું જ નહીં જુબેરની સાથે અન્ય બે આરોપીઓ પણ બજરંગ દળના નેતાના હત્યા કેસમાં સંડોવાયેલા હોવાથી આરોપી અલ્તમસની, સૈફુલ્લાહની ધરપકડ થયેલી. પરંતુ આ બ્લાસ્ટ કેસમાં રતલામની સ્થાનિક ગેંગ જે અર્જુન નામે ઓળખાતી હતી. જે પૈકી એક આરોપી આકીફ નાછન છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો તેને ગુજરાત ATS એ પકડી લીધો છે.
હાલમાં ગુજરાત ATSએ પકડેલ આરોપી આકીફ નાછનની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી આકીફ અને ઝુબેર અગાઉ બે વખત ગુજરાતની અને અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે. જોકે તેની પાછળ તેમનો ઈરાદો શું હતો? તે બાબતે હવે વધુ ઊંડાણપૂર્વક પોલીસ પૂછપરછ કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ATS એ પ્રાથમિક પૂછપરછ કરતા એટલું સામે આવ્યું છે કે ફેબ્રુઆરી 2022માં આકીફ રતલામ ખાતે આમીન ચાવડા ના ઘરે ગયો અને ત્યાં રોકાયો પણ હતો. જોકે આ કાવતરાના માસ્ટર માઇન્ડ એવા ઈમરાન ખાનના પોર્ટરી ફાર્મ ખાતે ગયેલા જ્યાં આ બંને ઇસમોને બે દિવસ સુધી બોમ્બ બનાવવાની ટ્રેનિંગ પણ મેળવેલી.
મહત્વનું છે કે આકીફ વિરુદ્ધ ભિવંડીના નિઝામપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો પણ અગાઉ દાખલ થયેલો છે.. ત્યારે ગુજરાત ATS એ વધુ તપાસ દરમિયાન શું નવા ખુલાસા કરે છે. આગામી સમયમાં આરોપી NIA દિલ્હીની કસ્ટડીમાં સોંપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે